________________
.
વખત રત્નરાજનો એક મિત્ર એમને પ્રમોદસૂરિના વ્યાખ્યાનમાં લઇ ગયો: એ વ્યાખ્યાનની અસર રત્નરાજના મન ઉપર સારી પડી. એટલે રત્નરાજે રોજ વ્યાખ્યાનમાં ઉપાશ્રયે જવાનું ચાલું રાખ્યું. પછી તો પ્રમોદસૂરિને વંદન માટે મળવાનું એમણે ચાલુ કર્યું. એથી એમના મનને ઘણી શાંતિ મળી, સાથે સાથે શ્રી પ્રમોદરના ઉપદેશની અસરને કારણે સ્નરાજના મનમાં વૈરાગ્ય જન્મ્યો.
પ્રબુદ્ધ જીવન
ત્યાર પછી પ્રમોદસૂરિ તો ભરતપુરથી વિહાર કરી ગયા. પરંતુ રત્નરાજનું મન હવે વેપારમાં કે કુટુંબના વ્યવહારમાં લાગતું નહોતું. અઢાર વર્ષની એમની ઉંમર થઈ હતી. એમને દીક્ષા લઇ પોતાના જીવનને સાર્થક કરવું હતું. એ માટે એમને મોટાબાઇ આગળ પ્રસ્તાવ મૂક્યો. ઘણા દિવસ સુધી કુટુંબમાં ઘણી ચર્ચા વિચારણા થઇ. એમને સમજાવવા ઘણા પ્રયત્નો થયા. પરંતુ રત્નરાજ પોતાનાં નિર્ણયમાં મકકમ હતા. છેવટે મોટાભાઇએ અને પરિવારના સભ્યોએ રત્નરાજને શ્રીપૂજ્ય શ્રી પ્રમોદસૂરિ પાસે દીક્ષા લેવા માટે સંમતિ આપી.
પોતાના મોટાભાઇ માણેક તથા કુટુંબીજનો તરફથી દીક્ષા માટે અનુમતિ મળતાં કિશોર રત્નરાજને અત્યંત હર્ષ થયો. હવે વહેલામાં વહેલી તકે દીક્ષા લઇ લેવાનું એમને મન થયું પરંતુ ગુરુદેવ આચાર્ય શ્રી પ્રમોદસૂરિ તો ઉદયપુરમાં બિરાજમાન હતા. એટલે દીક્ષા ક્યા સ્થળે લેવી એ પ્રશ્ન ઉપસ્થિત થયો. કુટુંબીજનોની ભાવના એવી હતી પોતાના નગર ભરતપુરમાં જ દીક્ષા મહોત્સવ થવો જોઇએ, પરંતુ એ માટે શ્રી પ્રમોદસૂરિએ ઉદયપુરથી વિહાર કરી ભરતપુર પધારવું પડે. પરંતુ તરત ભરતપુર આવવાની શ્રી પ્રમોદસૂરિની ઇચ્છા નહોતી. વળી તેમના મતે ભરતપુર કરતાં ઉદયપુરમાં દીક્ષા મહોત્સવ સારી રીતે ઊજવી શકાય એમ હતો. કિશોર રત્નરાજની ઇચ્છા ઉદયપુર.જઈને વહેલી તકે દીક્ષિત થવાની હતી. છેવટે માણેક અને કુટુંબના સભ્યોએ ઉદયપુરમાં દીક્ષા લેવા માટે સંમતિ આપી.
દીક્ષા માટે સં. ૧૯૦૪ ના વૈશાખ સુદ પાંચમનો દિવસ નક્કી થયો. • સમગ્ર કુટુંબ ઉદયપુર પહોંચ્યું. ત્યાં વરસીદાનની ભવ્ય શોભાયાત્રા નીકળી. ત્યાર પછી સેંધ સમક્ષ રત્નરાજને દીક્ષા આપવામાં આવી. શ્રી પ્રમોદરના શિષ્ય મુનિ હેમવિજયજીએ દીક્ષાની વિધિ કરાવી. રત્નરાજનું નામ મુનિ રત્નવિજય” રાખવામાં આવ્યું. પોતાના લાડીલા સ્વજનને દીક્ષિત વેશમાં જોઇ પરિજનો ગદ્ગદ્ ગઇ ગયાં. આ મહોત્સવમાં મોટાભાઇ માણેકે સારી રકમ ખર્ચા. દીક્ષા મહોત્સવ પછી. કુટુંબીજનો ભરતપુર પાછા ફર્યાં. આમ યુવાન રત્નરાજ યતિશ્રી રત્નવિજ્યજી બન્યા.
દીક્ષા પછી નવયુવાન યતિ શ્રી રત્નવિજ્યજીએ સં. ૧૯૦૪માં ગુરુ મહારાજ સાથે પ્રથમ ચાતુર્માસ આકોલામાં કર્યું. સં. ૧૯૦૫નું બીજું ચાતુર્માસ પણ ઇન્દોરમાં પોતાના ગુરુ મહારાજ સાથે કર્યું. આ બે ત્રણ વર્ષમાં એમણે પોતાના ગુરુ મહારાજ પાસે ઠીક ઠીક અધ્યયન કરી લીધું
દીક્ષા પછી ગુરુ મહારાજ શ્રી પ્રમોદસૂરિને લાગ્યું કે પોતે ધાર્યું હતું તેના કરતાં પણ મુનિ રત્નવિજય વધુ કુશાગ્ર બુદ્ધિ, તીવ્ર સ્મરણશક્તિ તથા ગ્રહણશક્તિ ધરાવનાર મુનિ છે. એમને જો યોગ્ય અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ ઘણો વિકાસ સાધી શકે એમ છે. એટલે એમના વિધાભ્યાસ માટે તથા શાસ્ત્રોના અધ્યયન માટે સુયોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. એ દિવસોમાં ખરતરગચ્છના મુનિ શ્રી સાગરચંદ્રજીનું નામ તટસ્થ જ્ઞાની મહાત્મા તરીકે ઘણી ખ્યાતિ પામ્યું હતું. તેઓ જુદા ગચ્છના હતા છતાં શ્રી પ્રમોદસૂરિએ પોતાના શિષ્ય શ્રી રત્નવિજયજીને તેમની પાસે શાસ્ત્રાભ્યાસ કરાવવાનું નક્કી ર્યું. એ માટે મુનિશ્રી સાગરચંદ્રજીને વિનંતી કરતાં તેઓ ઉદયપુર પધાર્યાં. બધી વ્યવસ્થાની વિચારણા થઈ ગઈ અને મુનિશ્રી સાગરચંદ્રજીએ શ્રી રત્નવિજયજીને સાથે લઇ વિહાર ર્યો.
શ્રી રત્નવિજયજીએ એમની પાસે રહીને જૈન આગમસૂત્રો ઉપરાંત કાવ્યાલંકાર, ન્યાય વગેરેનો પણ ઊંડો અભ્યાસ કર્યો. તેઓ પોતે પણ સાહિત્યની રચના કરવા લાગ્યા હતા. બાવીશ વર્ષની વયે એમણે કરણકામ ધેનું સારિણી નામની કૃતિનું સર્જન ક્યું હતું. તેઓ ઉદયપુર પાછા ફર્યાં. શ્રી પ્રમોદસૂરિએ એમની યોગ્યતા જાણીને ઉદયપુરમાં સં. ૧૯૦૯માં વૈશાખ સુદ ત્રીજના રોજ વડી દીક્ષા આપી. કેટલાક સમય પછી વધુ યોગ્યતા પ્રાપ્ત કરતાં એમને પંડિત–પંન્યાસની પદવી પણ આપવામાં આવી.
શ્રી રત્નવિજયજીએ ગુરુ મહારાજ સાથે સં. ૧૯૦૬ નું ચાતુર્માસ
એ
તમે ૬-૭-૧
ઉજ્જૈનમાં, સં. ૧૯૦૭નું મંદસોરમાં અને સ. ૧૯૦૮ નું ઉદયપુશ્માં કર્યું. ત્યાર પછી ગુરુદેવની આજ્ઞા લઇ ફરીથી તેમણે શ્રી સાગરચંદ્રજી સાથે વિદ્યાભ્યાસ માટે નાગોર તથા જેસલમેરમાં ચાતુર્માંસ કર્યું. ત્યાં શ્રી સાગરચંદ્રજીના માર્ગદર્શન હેઠળ જેસલમેરના જ્ઞાનભંડારની ઘણી દુર્લભ હસ્તપ્રતોનો અને તેમાં લખાયેલાં ગ્રંથોનો અભ્યાસ કરવાની સુંદર તક સાંપડી.
શ્રી રત્નવિજયજીએ જેસલમેરથી પાછા ફરતાં પાર્ટીમાં ચાતુર્થાંસ કર્યું અને ત્યાર પછી જોધપુર આવ્યા. ત્યાં તપગચ્છના ગચ્છાધિપતિ શ્રીપૂછ્યું શ્રી દેવેન્દ્રસૂરિ સાથે ચાતુર્માસ ર્યું. આ ચાતુર્માસ દરમિયાન શ્રી દેવેન્દ્રસૂરિને ખાતરી થઈ કે યુવાન યતિ શ્રી રત્નવિજયજીએ શાસ્રોભ્યાસ ધણો સાથે કર્યો છે, એમની શ્રદ્ધા ઘણી ઊંડી છે અને એમનું ચારિત્ર બહુ નિર્મળ છે. તેઓ વ્યવહારદક્ષ પણ છે એટલે તેમની સેવાનો લાભ ક્યારેક લેવા
જેવો છે.
તે સમયે તપગચ્છના યતિઓમાં શ્રીપૂજય શ્રી દેવેન્દ્રસરિનું સ્થાન મુખ્ય અને મહત્ત્વનું હતું. તેઓ પોતાની પાટગાદી પોતાની હયાતી પછી બાલયતિ શ્રી ધીરવિજયને સોંપવા ઇચ્છતા હતા. પરંતુ તેઓ ઉંમરમાં નાના હતા અને એમનો અભ્યાસ પણ હજુ જોઇએ તેટલો થયો નહોતો. શ્રી દેવેન્દ્રસૂરિ પોતે વૃદ્ધાવસ્થાને કારણે હવે પોતાના યતિઓને અધ્યયન માટે બરાબર સમય આપી શક્યા નહોતા. ગચ્છની વ્યવસ્થામાં પણ હવે તેઓ બરાબર દેખરેખ રાખી શક્યા નહોતા.
તે વખતે તપગચ્છના યતિઓને સરસ અધ્યયન કરાવી શકે એવી વ્યક્તિ તરીકે તેમની નજર શ્રી રત્નવિજયજી ઉપર પડી. તેમણે પત્ર લખીને શ્રી રત્નવિજ્યજીને પોતાની પાસે બોલાવ્યા અને અભ્યાસ કરાવવા માટે દરખાસ્ત કરી..
શ્રી રત્નવિજયજીએ પોતાના ગુરુમહારાજની સંમતિ લઇ એ જ્વાબદારી સ્વીકારી. તેઓ શ્રી દેવેન્દ્રસૂરિ સાથે જોડાઇ ગયા અને યતિશ્રી ધીરવિજયજીને તથા બીજા એકાવન યતિઓને બરાબર અધ્યયન કરાવવા લાગ્યા. તદુપરાંત ગચ્છની વ્યવસ્થામાં પણ તેઓ માર્ગદર્શન આપવા લાગ્યા.
કેટલાક વખત પછી રાધનપુરમાં શ્રીપૂજય શ્રી દેવેન્દ્રસૂરિ કાળધર્મ પામ્યા. આથી ગચ્છની ગાદી ઉપર નવયુવાન યતિ શ્રી ધીરવિજ્યજીને ઉત્સવપૂર્વક બેસાડવામાં આવ્યા. હવે તેઓ યતિમાંથી ગાદીપતિ શ્રીપૂજ્ય બન્યા. તેમનું નામ પણ હવે શ્રી ધરણેન્દ્રસૂરિ રાખવામાં આવ્યું. તેઓશ્રી રત્નવિજયજી કરતાં ઉંમરમાં ઘણા નાના હતા અને તેમની પાસે શાસાભ્યાસ કરતા હતા. તેઓ શ્રી રત્નવિજયજીના જ્ઞાન, ચારિત્ર અને વ્યવસ્થાશક્તિથી પ્રભાવિત થયેલા હતા. શ્રી રત્નવિજયજીએ આ રીતે સં. ૧૯૧૪ થી સં. ૧૯૧૯ સુધી એમ સતત છ વર્ષ સુધી શ્રીપૂજય શ્રી ધરણેન્દ્રસૂરિ તથા એમના સમુદાયના બધા યતિઓને શાસ્રાભ્યાસ કરાવવાની અને ગચ્છ – વ્યવસ્થાની જવાબદારી સારી રીતે ઉપાડી લીધી હતી. તેઓ તેમની સાથે ચિત્રકૂટ, બિકાનેર, સાદડી, ભીલવાડા વગેરે સ્થળે વિહારચાતુર્માસ કરતા રહ્યા હતા. આ બધા માટે શ્રીધરણેન્દ્રસૂરિ શ્રી રત્નવિજયજીના બહુ ઋણી હતા. આથી તેમણે શ્રી રત્નવિજયજીને સં. ૧૯૨૧ માં તપગચ્છના દફ્તરીનું પદ આપ્યું, સાધુઓમાં દફતરીનું પદ નથી હોતું. પણ યતિઓએ પોતાની વ્યવસ્થા માટે આવું પદ ઊભું કર્યું હતું, કારણ કે યતિઓ પોતાની પાસે પૈસા, રત્નો તથા અન્ય પરિગ્રહ પણ રાખતા. એ બધાંની વ્યવસ્થા માટે એક જવાબદાર વ્યક્તિની જરૂર રહેતી. શ્રી રત્નવિજયજીએ દફતરી તરીકે સ. ૧૯૨૧નું ચાતુર્માસ શ્રી ધરણેન્દ્રસૂરિ સાથે અજમેરમાં કર્યું.
શ્રી. રત્નવિજયજીએ દફતરીનું પદ તો સ્વીકાર્યું, પણ પોતાની પાસે અધ્યયન કરનાર શ્રી ધરણેન્દ્રસૂરિ જયારથી શ્રીપૂય થયા ત્યારથી આજ્ઞા તો એમની જ સ્વીકારવાની રહી. વ્યવસ્થાની દૃષ્ટિએ એ યોગ્ય જ હતું, પરંતુ ત્યાગ, વૈરાગ્યના સંસ્કારવાળા શ્રી રત્નવિજ્યજીને યુવાનીમાં પ્રવેશી ચૂકેલા શ્રીધરણેન્દ્રસૂરિના ઠાઠ-માઠ, મોજશોખ, આજ્ઞાકારી વર્તન, અહંકાર, ભોગોપભોગની સામગ્રી માટે આસક્તિ વગેરે ખૂંચવા લાગ્યાં હતાં. તેઓ વારંવાર તે માટે શ્રી ધરણેન્દ્રસૂરિને ભલામણ કરતા અને શ્રી ધરણેન્દ્રસૂરિ તે ભલામણનો સ્વીકાર કરતા, કારણ કે શ્રી રત્નવિજ્યજી એમના વિદ્યાગુરુ હતા. પરંતુ ખુશામતખોર એવા કેટલાક બીજા યતિઓ શ્રી ધરણેન્દ્રસૂરિન ચડાવતા અને શ્રી રત્નવિજયજી વિરુદ્ધ ભંભેરણી કરતા.
શ્રી રત્નવિજ્યજીએ ઉપાડેલી ગચ્છની જવાબદારીને કારણે થોડાં વર્ષમાં