________________
ર
મનુષ્ય ફરી પાછો કેટલાંક ડગલાં પાછો પડી જાય છે. મનુષ્ય જીવનની આ એક મોટી કરુણતા છે.
આપણા પૂર્વાચાર્યોએ ધાર્મિક - આધ્યાત્મિક પર્વોની જે યોજના કરી છે કે તે એવી ખૂબીથી કરી છે કે જેથી મનુષ્યજીવનને કાળના થોડા થોડા અંતરે આત્મિક બળ મળતું રહે. જેનું લક્ષ્ય આરાધના તરફ વિશેષ રહેલું હોય એવા લોકોને માટે તો દર બીજે કે ત્રીજે દિવસે પતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ વગેરે તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવવામાં આવી છે. જેઓ પોતાના જીવનની મર્યાદાઓને કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસ (પાખી) ની તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસના અાઇપર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવા છ અઠ્ઠાઇ પર્વો આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ ઉપદેશ પ્રાસાદ • માં કહ્યું છે :
આ
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૧
જાય છે. કારણ કે મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષ્ણ પાંખ જરાક સરખી ભોંકાતાં હાથી શાંત થઇ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, કૃતજ્ઞતારૂપી છે. એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને હટાવવાનું છે.
જિનશાસનમાં જે જુદા જુદા પર્વ છે તેમાંના કેટલાંક પર્વ દર્શન વિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક પર્વ ચારિત્ર વિશુદ્ધિ માટે છે. પર્યુષણાપર્વ મુખ્યત્વે દર્શન વિશુદ્ધિનું મોટું પર્વ છે, કારણ કે પર્યુષણા પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યેષણા પર્વ એટલા માટે સમક્તિની આરાધના માટેનું પર્વ છે.
अष्टाहिनकाः षडवोक्ताः, स्याद्वादोभयदोत्तमैः । તત્ત્વમાં સમાર્ચ, ખારોવ્યાઃ પરમાર્હત:, ।।
(સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઇ પર્વ હ્યાં છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય છે.)
અઠ્ઠાઇ એટલે આઠ દિવસનું. અઠ્ઠાઇ પર્વ એટલે આઠ દિવસ સુધી ચાલે તેવાં મોટાં પર્વ. વર્ષ દરયિમાન આવાં છ મોટાં પર્વનું આયોજન જૈન શાસનમાં મહર્ષિ શાસ્ત્રજ્ઞોએ ફરમાવ્યું છે, આ પર્વો થોડે થોડે કાળને અંતરે ગોઠવાયાં છે. ચૈત્ર, અષાઢ, શ્રાવણ -- .ભાદ્રપદ, આસો, કારતક અને ફાગણ મહિનામાં તે પર્વો આવે છે. ચૈત્ર અને આસો માસમાં આયંબિલની ઓળી આવે છે. આ બે ઓળીને શાશ્ર્વતી પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત, અષાઢ, કારતક અને ફાગણ માસમાં ત્રણ ચાતુમાસિક પર્વ ઊજવવામાં આવે છે. તથા શ્રાવણ-ભાદરવામાં પર્યુષણા પર્વ મહોત્સવ પૂર્વક ઊજવવામાં આવે છે. આ છ પર્વોમાં પર્યુષણા પર્વ સૌથી મહત્ત્વનું ગણાય છે. શું છે :
• पर्वाणि बहुनि सन्ति प्रोक्तानि श्री जिनागमे । पर्युषणा समं नान्यः कर्मणां मर्म भेदकृत् ॥
(જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણા પર્વ જેવું બીજું એક પર્વ નથી.)
· કર્મના આઠ પ્રકારનાં છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગૌત્ર અને (૮) અંતરાય, આ આઠ કર્મોમાં સૌથી ભયંકર કર્યું તે મોહનીય કર્મ છે. સંસારમાં અનેક જીવોને ભમાડનાર તે આ મોહનીય કર્મ છે. # "
મોહનીય કર્મનો એક પેટા પ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ સૌથી વધારે ભયંકર કર્મ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ત્યાં સુધી જીવ સમ્યગદર્શન પામી શક્તો નથી. અને સમ્યગ દર્શન ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શેની હોય ?
" આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઇ કર્મ હોય તો તે મોહનીય કર્મ છે અને તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યાર પછી બાકીનાં કર્મોનો ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું છે કે જિનશાસનમાં જે જુદા જુદા પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું બીજું કોઇ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વે શિરોમણિ છે.
। આઠ પ્રકારના કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાર્થીનાં ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર-અને વેદનીય કર્મ છે. હાથીની બે આંખો તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂછડી તે અંતરામ કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને હાથીનું ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા મદોન્મત હાથીને વશ કરવો હોય તો નો એના પગ કે સૂંઢ બાંધવાથી તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં આવે તો તે તરત શાંત થઇ જાય છે, વશ થઈ
પર્યુષણા પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વનાં કર્તવ્યો બતાવ્યાં છે : (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી અને (૫) ક્ષમાપના.
પર્યુષણા પર્વની આરાધનામાં અમારિ પ્રવર્તન એટલે કે જીવહિંસા ન થાય એ માટેની સાવધાની રાખવા ઉપર સૌથી વધુ ભાર મૂક્વામાં આવ્યો છે. સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રહે અને જીવની હિંસા દ્વારા વિરાધના ન થાય તે જોવું એ પરમ કર્તવ્ય છે. તેથી જગતમાં વેરઝેર ઓછા થાય છે અને સુખશાંતિ પ્રર્વતે છે. સાધર્મિક વાત્સલ્ય, અમતપ અને ચૈત્યપરિપાટી દ્વારા આરાધક પર્યુષણ પર્વનો સંયમપૂર્વક ઉલ્લાસ અનુભવે છે. આ પર્વની ચરમ કોટિ તે ક્ષમાપના છે. ક્ષમા માગીને અને ક્ષમા આપીને જે જીવ ઉપશાંત થતો નથી તે જીવ સાચો આરાધક થઇ શક્તો નથી
પર્યુષણા પર્વ આ રીતે મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને, જીવનમાં ક્ષમાના ભાવને અવતારીને આરાધના કરવાનો અમૂલ્ય અવસર છે. E રમણલાલ ચી. શાહ
સંઘ દ્વારા આયોજિત આર્થિક સહાયનો કાર્યક્રમ સહયોગ કુષ્ઠ ચા ટ્રસ્ટ - શ. ૨૫૦૦/- ની નોંધાયેલી ભોજનતિથિ
શ્રી નવનીત પ્રકાશન. હુ. ડુંગરશીભાઇ ગાલા
શ્રી દામજીભાઇ એંકરવાલા
૧૦૦૦૦
૧૦૦૦૦
૧૦૦૦૦
૫૦૦૦
૫૦૦૦
૫૦૦
૫૦૦૦
spon
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦ શ્રીમતી સુલીબહેન અનિલભાઇ હિરાણી શ્રીમતી પુષ્પાબહેન એમ. મોરજરિયા શ્રીમતી સી. એન. સંઘવી
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૨૫૦૦ ૨૫૦૦
૨૫૦૦
૫૦૦
૨૫૦૦
૨૫૦૦
૧. ૯૫૦૦૦
શ્રી મફતલાલ ભીખાચંદ શાહ
શ્રી સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ
શ્રી બિપિનભાઈ જૈન
શ્રી રસિક્લાલ લહેરચંદ શાહ
શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાલા હિંમતલાલ ડાહ્યાભાઈ કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી વસનજી લખમશી શાહ
શ્રી ડો. રમણલાલ ચી. શાહ, તારાબહેન ૨. શાહ શ્રી ચીમનલાલ જે. શાહ
શ્રીમતી નિરુબહેન તથા શ્રી સુબોધભાઇ શાહ શ્રી પ્રવીણચન્દ્ર કે. શાહ
શ્રી વસુબહેન ભણશાળી શ્રી મુકુન્દભાઈ ગાંધી
શ્રીમતી ચંચળબહેન જગજીવનદાસ તલસાણિયા
શ્રીમતી લીલાબહેન ગફુરભાઇ મહેતા શ્રીમતી કુસુમબહેન એન. ભાઉ
શ્રીમતી ક્લાવતીબહેન શાંતિલાલ લાલભાઇ મહેતા
શ્રીમતી ચન્દ્રાબહેન પી. કોઠારી
શ્રીમતી રમાબહેન વોરા