________________
વર્ષ : ૨
અંક : ૯
તા. ૧૬-૯-૧૯૯૧ Regd. No. MH, BY / South 54 Licence No. : 37 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રભુટ્ટુ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ
પ.પૂ. સ્વ. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી
સુવિશાલ ગચ્છાધિપતિ, સંઘસ્થવિર, જૈન શાસનના મહાન જયોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૯૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ ના અષાઢ વદ–૧૪ (તા.૯-૮-૧૯૯૧) ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમના સ્વર્ગવાસથી જૈન શાસનને એક મહાન આચાર્ય-પ્રવરની ખોટ પડી છે.
છેલ્લાં ત્રણેક વર્ષથી એમની તબિયત નબળી રહેતી હતી, તેમ છતાં તેઓ અપ્રમત રહેતા. તેઓ રાત્રે માત્ર બે કલાકની નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વીતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ તેઓ નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં. ૨૦૪૬ નું ચાતુર્માસ ખંભાતમાં કરી. તેઓ અમદાવાદ પધાર્યાં હતા અને અંતિમ શિષ્ય મુનિ હિતરુચિવિજયની દીક્ષા પછી સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યાં હતા.
પ. પૂ. સ્વ. વિજય રામચંદ્રસૂરીશ્વરજીનુ ૭૯ વર્ષનું સુદીર્ધ દીક્ષા જીવન સંખ્યાબંધ મહત્ત્વની ઘટનાઓથી સભર હતું. એમનું જીવન એટલે ઇતિહાસ. છેલ્લા સૈકામાં થઇ ગયેલા મહાન જૈનાચાર્યોનો ઇતિહાસ ૫.પૂ. રામચંદ્રસૂરીશ્વજીના જીવન અને કાર્યની નોંધ વિના અધૂરો ગણાય.
૫. પૂ. ગચ્છાધિપતિના નિકટના સંપર્કમાં આવવાનું મારે છેલ્લાં થોડાં વર્ષોમાં વિશેષ બન્યું. એક રીતે કહીએ તો અમારો સંબંધ એક જુદી જ ભૂમિકા ઉપરનો હતો. મારું વતન પાદરા છે. પ. પૂ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી પાદરાના વતની હતા. એક જ ગામના વતની તરીકેનો અમારો સંબંધ, બીજા ભક્તો જેટલો ગાઢ નહિ તો પણ સહેજ જુદી કોટિનો હતો. મારા પિતાજી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહની હાલ ઉમર ૯૬ વર્ષની છે. તેઓ અને પૂ. રામચંદ્રસૂરિ સહાધ્યાયી હતા.
પ. પૂ. શમચંદ્રસૂરિ અને મારા પિતાશ્રીનો ઉછેર પાદરા ગામમાં સાથે થયો હતો. પાદરામાં તેઓ બંનેએ સરકારી (ગાયક્વાડી) શાળામાં પ્રાથમિક શિક્ષણ સાથે લીધું હતું. મારા પિતાશ્રીનાં એ સમયનાં સંસ્મરણો હજુ પણ તાજાં છે. કાળધર્મના થોડા દિવસ પહેલાં જ સ્વ.પૂ. રામચંદ્રસૂરિએ પાદશના એક વતની શ્રી મોતીલાલ કસ્તુરચંદ સાથે મારા પિતાશ્રીને ધર્મલાભ ક્લેવડાવ્યા
હતા.
વાર્ષિક લવાજમ રૂા. ૩૦
રામચંદ્રસૂરિનો જન્મ એમના મોસાળના ગામ દેહવાણમાં વિ. સં. ૧૯૫૨ ના ફાગણ વદ – ૪ ના રોજ થયો હતો. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું હતું. છોટાલાલને બીજા બે ભાઇઓ હતા. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા હતું. એમના કુટુંબમાં બાળકો જીવતાં રહેતાં નહોતાં. જે બાળક જીવી જાય તેને કોઇની નજર ન લાગે તે માટે વિચિત્ર નામ પાડવાની પરંપરા ગામડાઓમાં હજુ પણ ચાલી આવે છે. આથી બાળક ત્રિભુવનને માતા તથા દાદીમા *સબૂડો” કહીને બોલાવતાં.
પાદરામાં ઝંડા બજાર તરફ આવેલી સરકારી શાળા પાસેની એક ખડકીમાં સ્તનબાનું કુટુંબ એક નાનકડા ઘરમાં રહેતું. તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી. થોડા વખત પછી ત્રિભુવનની માતા સમરથ મરકીના સેગમાં મૃત્યુ પામ્યાં. ત્યારે ત્રિભુવનની ઉમર સાત વર્ષની હતી.
ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. તે જમાનામાં છોકરાઓમાં અડધી ચી કે પાયજામાં પહેરવાનો રિવાજ હજુ ચાલુ થયો નહોતો. ખમીશ, ધોતીયું અને માથે ટોપી પહેરીને શાળામાં વિદ્યાર્થીઓ જતા. મારા પિતાશ્રી અને ત્રિભુવન એક વર્ગમાં ભણતા. શાળામાં હજુ પીવાના પાણીની વ્યવસ્થા થઇ નહોતી એટલે છોકરાઓ આસપાસના ધરોમાં જઈને પાણી પી આવતા. ત્રિભુવનનું ધર શાળાની નજીક હતું એટલે કેટલાક જૈન છોકરાઓ ત્રિભુવનના ઘરે પાણી પીવા જતા.
શાળામાં ત્યારે હેડમાસ્તર તરીકે રણછોડરાય નામના શિક્ષક હતા. બીજા શિક્ષકોમાં વિશ્વનાથ, ભૂલાભાઈ, વલ્લભભાઇ, મગનલાલ વગેરે હતા. મોહનલાલ નામના એક માસ્તરને એમના ચકલી જેવા નાકને કારણે ગામના બધા લોકો • મોહન ચક્કી અથવા ચક્કી માસ્તર' કહીને બોલાવતા. ખુદ માસ્તર પોતે પણ પોતાને - ચક્લી માસ્તર' તરીકે ઓળખાવતા. ભણાવવામાં તેઓ ઘણા હોંશિયાર હતા. ત્રણ પેઢી સુધીના વિદ્યાર્થીઓને તેમણે ભણાવેલા. આ ચકલી માસ્તર પાસે મારા પિતાશ્રી સાથે ત્રિભુવને પણ અભ્યાસ કર્યો હતો.
એ દિવસોમાં પાદરામાં અંગ્રેજી શાળા ચાલુ થઇ ગઇ હતી. ઘણાખરા વિધાર્થીઓ છ ધોરણ સુધીનો વર્નાક્યુલર ફાઇનલનો અભ્યાસ કરતા. કેટલાક વિદ્યાર્થીઓ ચોથા ધોરણ પછી અંગ્રેજી શાળામાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં દાખલ થતા. ત્રિભુવને છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ ચાલુ રાખેલો. મારા પિતાશ્રી ચોથા ધોરણ પછી અંગ્રેજી શાળામાં (ટાવવાળી શાળામાં) દાખલ થયેલા.
એ દિવસોમાં મુંબઇથી અમદાવાદ અને દિલ્હી સુધીની બ્રોડગેજ રેલવે લાઇન ચાલુ થઇ ગયેલી. ભારતની રેલવેનું આયોજન સિમલાનું રેલવે બોર્ડ કરતું. મુંબઇથી ઊપડેલી ટ્રેન વડોદરા રાજયમાંથી પસાર થઇ દિલ્હી જતી. એટલે રેલવે બોર્ડ એ વિભાગની ટ્રેન માટે બી.સી.આઇ. રેલવે. એવું નામ રાખવા વિચારેલું. બી.સી.આઇ. એટલે બોમ્બે એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા. પરંતુ ગાયક્વાડ સરકારે એ નામનાં બરોડા શબ્દ ઉમેરવા માટે આગ્રહ રાખેલો અને એ શરતે પોતાના રાજયની પરવાનગી આપેલી. એટલે બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલવે (બી.બી. એન્ડ સી.આઇ. રેલવે) એવું નામ રાખવું પડેલું. ગાયક્વાડ સરકારે ડભોઇથી વિશ્વામિત્રી સુધી આવતી પોતાની મીટરગેજ જી. ડી. રેલવે (ગાયક્વાડ ડભોઇ રેલવે) ને વિ. સં. ૧૯૫૩ માં પાદરા સુધી લંબાવી હતી. ત્યાર પછી એ રેલવેને માસર રોડ સુધી લંબાવવામાં આવી અને એનું નામ ગાયક્વાડ બરોડા સ્ટેટ રેલવે રાખવામાં આવ્યું, પરંતુ માસર રોડથી આગળ બ્રિટિશ રાજય ચાલુ થતું હતું. ગાયક્વાડ સરકારની ઇચ્છા એ લાઇનને જંબુસર સુધી લઇ જવાની હતી. પરંતુ સિમલા બોર્ડ ઘણાં વર્ષ સુધી એ પરવાનગી આપી નહોતી. એટલે એ વિસ્તારમાં ગાડામાં