________________
કર
શુદ્ધ, નિર્મળ સાધુજીવન તરફ અમારી ગતિ થઇ રહી છે. એથી અમે અત્યંત હર્ષ, કૃતાર્થતા અને ધન્યતા અનુભવીએ છીએ.'
આ ઐતિહાસિક ક્રાન્તિકારી પ્રસંગની સ્મૃતિ રૂપે જાવરાના એ જિન મંદિરમાં સંઘ તરફથી આ ક્રિયોદ્ધારનો પટ્ટક મૂક્વામાં આવ્યો.
પ્રબુદ્ધ જીવન
જાવરામાં યિોદ્ધાર કર્યાં પછી શ્રી રાજેન્દ્રસૂરિ હવે શ્રીપૂય—યતિમાંથી પંચાચારનું પાલન કરનાર જૈન સાધુ બન્યા. એમણ તંપગચ્છને નવું સ્વરૂપ આપ્યું. એમણે સૌધર્મ તપગચ્છની સ્થાપના કરી અને પોતે એના પ્રથમ પટ્ટધર બન્યા. ત્યાર પછી સં. ૧૯૨૫ નું ચાતુર્માસ એમણે ખાચોદમાં કર્યું. અહીં બીજી એક મહત્ત્વની ઘટના બની.
શ્રી રાજેન્દ્રસૂરિ પોતે યતિજીવન જીવ્યા અને યતિઓશ્રીપૂજયો સાથે રહ્યા એથી એમને તેઓના જીવનનો વાસ્તવિક ખ્યાલ આવી ગયો હતો. તેઓના જીવનમાં આધ્યાત્મિક સાધના, શુદ્ધ આત્મસ્વરૂપની રમણતા કરતાં ભૌતિક લાભ માટે મંત્ર-તંત્ર અને દેવ દેવીની ઉપાસનાનું મહત્ત્વ એટલું બધુ વધી ગયું હતું કે ગૃહસ્થો પણ શુદ્ધ મોક્ષમાર્ગથી અને નિરતિચાર ચારિત્રથી વિમુખ બની ભૌતિક સુખ સંપત્તિ મેળવવા પાછળ અને તે માટે મંત્રતંત્ર અને દેવદેવીની ઉપાસના પાછળ બહુ પડી ગયા હતા. વળી યતિઓ પણ ગૃહસ્થોને મંત્રતંત્ર અને દેવદેવીની બીક બતાવીને પોતાના સ્વાર્થનું ધાર્યું કાર્ય કરાવી લેતા. આથી શ્રી રાજેન્દ્રસૂરિએ દેવદેવીની ઉપાસનાને ગૌણ બનાવી. કોઇ પણ દેવ કરતાં સાચો માનવ સાધુ વધુ ચડિયાતો છે. એ વાત ઉપર એમણે ભાર મૂક્યો. સાચા સાધુને દેવો કશું કરી શકે નહિ. દેવગતિ કરતાં મનુષ્ય ગતિ શ્રેષ્ઠ છે. ફક્ત મનુષ્ય ગતિમાં જ ત્યાગ સંયમ છે અને મોક્ષ પ્રાપ્તિ છે. મનુષ્ય પણ જો ઉત્તમ ચારિત્ર પાળે તો દેવો એને વંદન કરવા આવે છે. તો પછી દેવને વંદનની શી જરૂર છે ? એટલા માટે એમણે ત્રિસ્તુતિક (ત્રણ થોય) ધર્મનો બોધ આપ્યો. ચાર બ્લોકનાં ઘણાં સ્તોત્રોમાં ચોથા શ્લોક્માં દેવની સ્તુતિ હોય છે, એની સ્તુતિની જરૂર નથી. માટે ત્રણ શ્લોક ત્રણ થોય બોલવી બસ છે. માટે આ માન્યતા ધરાવનાર એમનો ગચ્છ ત્રિસ્તુતિક ગચ્છ તરીકે ઓળખાવા લાગ્યો. ખાચરોદનું ચાતુર્માસ એ રીતે એક નવપ્રસ્થાનની દૃષ્ટિએ ઐતિહાસિક બની ગયું. શ્રી રાજેન્દ્રસૂરિની ત્રણ થોયની ભલામણ એક અપેક્ષાએ યોગ્ય હતી, પરંતુ અન્ય અપેક્ષાએ પણ વિચારણા કરવી યોગ્ય હતી. એથી એ સમયે કેટલોક વિવાદ જાગ્યો. ક્યાંક શાસ્ત્રાર્થ કરવાના પ્રસંગો પણ ઊભા થયા, પરંતુ મહારાજશ્રી એવા વિવાદથી દૂર રહી પોતાની આરાધનામાં મગ્ન રહ્યા.
ખાચરોદ પછી મહારાજશ્રીએ રતલામ, કુક્ષી, રાજગઢ, જાવા, આહોર, જાલોર, ભીનમાલ, શિવગંજ, અલિરાજપુર વગેરે સ્થળે ચાતુર્માસ કર્યાં. મધ્યપ્રદેશમાં રતલામ, રાજગઢ, કુક્ષી, આહોર વગેરે સ્થળે વારંવાર ચાતુર્માસના કારણે એમનો વિશાળ અનુયાયીવર્ગ ઊભો થયો હતો.
-
12
તા. ૧૬-૭-૯૧ એક વાર મહારાજશ્રીએ પોતાના શિષ્યો સાથે માલવામાં વિહાર કરી રહ્યા હતા. રસ્તો જંગલનો હતો. ત્યાં આદિવાસી ભીલ લોકો રહેતા. મહારાજશ્રી જ્યારે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક આદિવાસીઓ એમને ઘેરી વળ્યા. જૈન સાધુઓ પાસેથી લૂટ્યાનું તો શું હોય ? તો પણ કુદરતી હિંસક ભાવથી કેટલાક ભીલોએ મહારાજશ્રી ઉપર પોતાનું બાણ છોડવાનું ચાલુ કર્યું. મહારાજશ્રી એક સ્થળે સ્થિર ઊભા રહી ગયા. પોતાના શિષ્યોને પણ પોતાની બાજુમાં ઊભા રાખી દીધાં. ભીલોનાં બાણ મહારાજશ્રી સુધી આવતાં પણ તેમને વાગતાં નહિ. નીચે પડી જતાં. આથી આદિવાસીઓને નવાઇ લાગી. આ કોઇ ચમત્કારિક મહાત્મા છે એમ સમજી બાણ ફેંક્વાનું એમણે છોડી દીધું અને મહારાજશ્રી પાસે આવી તેઓ પગમાં પડયા. મહારાજશ્રીએ એમને ક્ષમા આપી. આવાં હિંસક કાર્યો ન કરવા ઉપદેશ આપ્યો અને ત્યાંથી તેઓ આગળ વિહાર કરી ગયા.
મહારાજશ્રી એક વખત જાલોર પાસેના જંગલમાં મોદરા નામના એક ગામ પાસે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. ત્યાં ચામુંડા માતાનું મંદિર હતું. એટલે એ જંગલ ચામુંડવન તરીકે ઓળખાતું. મહારાજશ્રી ત્યાં એક વસ ધારણ કરી કાઉસગ્ગ કરતા. ઘણીવાર અરિહંત પદનું ધ્યાન ધરતા. એમની પાસે ત્યારે એમના શિષ્ય મુનિ ધનવિજયજી હતા.
એક દિવસ મહારાજશ્રી આ રીતે કાઉસગ્ગ ધ્યાનમાં હતા. સાંજનો સમય થઇ ગયો હતો. અંધારૂં થવા આવ્યું હતું. કોઇ આદિવાસી શિકારીએ દૂરથી જોયું તો આછા. અંધારામાં એને લાગ્યું કે આ કોઇ હિંસક પશુ બેઠું હશે. એટલે એણે નિશાન તાક્યું. એવામાં મુનિ ધનવિજયજીની એના ઉપર દૃષ્ટિ પડી. તરત જ તેમણે બૂમ પાડી. એથી શિકારીને સમજાયું કે આ કોઇ પશુ નથી પણ માણસ છે. પાસે આવીને જોયું તો સાધુ મહારાજ હતા. એટલે એણે મહારાજશ્રીના પગમાં પડી માફી માગી. મહારાજશ્રીએ એને સાંત્વન આપ્યું. પછી એમણે મુનિ ધનવિજયજીને ઠપકો આપતાં કે આવી રીતે બૂમ પાડીને મારા કાઉસગ્ગ ધ્યાનમાં ભંગ પાડવાની જરૂર નહોતી. મૃત્યુનો સાધુ પુરુષને ડર ન હોવો જોઇએ.”
·
મહારાજશ્રી ઉગ્ર તપસ્વી હતા. છ, અઠ્ઠમ જેવી એમની તપશ્ચર્યા તો વખતોવખત ચાલ્યા કરતી: આ બાહ્ય તપ સાથે આપ્યંતર તપ પણ તેઓ કરતા. લોકસમુદાયમાં ઘ્યાનની અનુકૂળતા ઓછી રહેતી. એટલે તો ઘણીવાર જંગલમાં—ગુફાઓમાં તેઓ ધ્યાન ધરવા ચાલ્યા જતા.
મહારાજશ્રીએ વિ.સં. ૧૯૨૭ નું ચાતુર્માસ માલવા દેશમાં કુક્ષી નગરમાં કર્યું હતું. અહીં એમણે ‘ષડદ્રવ્ય વિચાર” નામના ગ્રંથની રચના કરી. ચાતુર્માસ પછી એમની ભાવના કંઇક ઉગ્ર તપશ્ચર્યા અને સાધના કરવાની હતી. એ માટે કોઇ એકાંત અનુકૂળ સ્થળની શોધમાં તેઓ હતા. નર્મદા નદીના સામે ક્વિારે વિન્દયાચલ પર્વતમાં આવેલું દિગંબર જૈન તીર્થ માંગીલુંગી એમને પસંદ પડયું. ચાતુર્માસ પૂરું થતાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે તેમણે માંગીનુંગી તરફ વિહાર કર્યો. ત્યાં પહોંચીને એકાંત સ્થળમાં રહીને તેમણે પોતાની સાધના ચાલુ કરી. તેમણે અરિહંત પદનું ધ્યાન ધર્યું. ત્યાં લગભગ છ માસ તેઓ રોકાયા. એ સમય ગાળામાં એમણે છ, અઠ્ઠમ, અઠ્ઠાઇ વગેરે પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા પણ કરી અને નવકારમંત્રનો સવા કરોડનો જાપ પણ ર્યો. આમ માંગીતંગી જેવા પવિત્ર તીર્થસ્થળમાં મહારાજશ્રીએ તપ, જપ અને ધ્યાન દ્વારા વિશિષ્ટ પ્રકારની ઉચ્ચ આરાધના કરી હતી.
આવાં નિર્જન એકાંત સ્થળમાં એકલા રહેવાને કારણે અને આત્મોપયોગને કારણે એમનામાં નિર્ભયતા આવી ગઇ હતી. મૃત્યુનો એમને ક્યારેય ડર લાગતો નહિ. વળી આવી ઉચ્ચ સાધનાના બળથી એમના જીવનમાં કેટલાક ચમત્કારિક બનાવો પણ બન્યા હતા.
મહારાજશ્રી જયારે જાલોરમાં હતા ત્યારે તેમણે નિશ્ચય કર્યો કે થોડા દિવસ જંગલમાં જઈ તપની આરાધના કરવી, એમના આ નિર્ણયથી સંઘના શ્રાવકોને આશ્ચર્ય થયું, કારણ કે એ જંગલમાં વાઘ વગેરે જંગલી પ્રાણીઓ રહેતાં હતાં. તેઓએ મહારાજશ્રીને જંગલમાં ન જવા માટે વિનંતી કરી, પરંતુ મહારાજશ્રી તો પોતાના નિર્ણયમાં અડગ હતા. આથી મહારાજશ્રી જ્યારે જંગલમાં ગયા ત્યારે સંઘના આગેવાનોએ તેમના રક્ષણ માટે કેટલાક આદિવાસી રજપૂત યુવકોને પગાર આપીને તીરકામઠાં સાથે જંગલમાં રાતના ચોકી કરવા કહ્યું. રજપૂત યુવકો તીરકામઠાં અને ભાલાઓ સાથે આસપાસનાં વૃક્ષોની ડાળીઓમાં સંતાઇ જતા. મહારાજશ્રીને એની ખબર પડતી નહિ. એક દિવસ રાત્રે વાઘ આવ્યો. રજપૂત યુવકો ગભરાઇ ગયા ઝાડ પરથી નીચે ઊતરવાની કોઇની હિંમત ચાલી નહિ. વાઘ મહારાજશ્રીની સામે થોડે છેટે બેઠો. મહારાજશ્રી પૂરી નીડરતાથી, સ્વસ્થતાથી અને વત્સલતાર્થી વાઘની સામે જોતા રહ્યા, થોડીવાર પછી વાધ ચાલ્યો ગયો. મહારાજશ્રી તો બિલકુલ નીડર અને સ્વસ્થ રહ્યા હતા. એ દૈશ્ય જોઇ યુવકો બહુ અંજાઇ ગયા. તેઓ ગદ્ગદ્ થઇ ગયા. ઝાડ પરથી નીચે ઊતરી, પાસે આવી મહારાજશ્રીને તેઓએ ભક્તિભાવપૂર્વક વંદન કર્યા. મહારાજશ્રીએ તેઓને બીજા દિવસથી પોતાના રક્ષણ માટે આવવાની નાં પાડી.
યતિજીવનના શિથિલ બાહ્ય આચારો અને ઉપકારણોનો ત્યાગ કરીને સંવેગીપણું સ્વીકાર્યાં પછી શ્રી રાજેન્દ્રસૂરિના જીવનમાં પણ એક નવો વળાંક આવ્યો.. દફ્તરી તરીકેની વહીવટી જવાબદારી ગઇ હતી. યતિઓને અભ્યાસ કરાવવાની ફરિજયાત જવાબદારીમાંથી પણ તેઓ હવે મુક્ત થઇ ગયા હતા. શ્રી સાગરચંદ્ર મહારાજ પાસે એમણે પોતે સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાનો અને શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ ર્યો હતો અને યુવાન વયે કાવ્ય વગેરે રચના કરવાના ભાવ થયા હતા, પરંતુ તે સર્જનશક્તિ અને વિવેચન શક્તિ વહીવટી જવાબદારીઓને લીધે દબાઇ ગઇ હતી. એ શક્તિ અવકાશ મળતાં ફરી સજીવન થઇ. સ. ૧૯૨૯ ના રતલામના ચાતુર્માસ દરમિયાન એમણે ષડદ્રવ્યવિચાર' ગ્રંથની રચના કરી, ત્યાર પછી ત્યાં સં. ૧૯૨૯ માં શ્રી સિદ્ધાંતપ્રકાશ” ની રચના કરી. સં. ૧૯૩૧–૩૨ નાં બે ચાતુર્માસ આહોરમાં કર્યાં. તે દરમિયાન ‘ધનસાર ચોપાઇ” અને અઘકુમાર ચોપાઇ