________________
પ્રબુદ્ધ જીવન
૧૦
તા. ૧૬-૭-૯૧
વધતી ચાલી. એમ કરતાં પર્વાધિરાજ પર્યુષણના દિવસો આવી પહોંચ્યા
એ દિવસોમાં આ વિસ્તારના સામાન્ય શ્રાવકોને ઉચ્ચ, ત્યાગી, સંયમી સાધુ મહાત્માઓનો ખ્યાલ કે પરિચય બહુ નહોતો. ઠાઠમાઠવાળા યતિઓના જીવનથી અંજાઇ ગયેલા લોકો આ પરિસ્થિતિથી સહજ રીતે ટેવાઇ ગયા હતા. રાજદરબારમાં યતિઓને મળતા માંનપાનથી પ્રભાવિત થયેલા લોકોનો માપદંડ પણ જુદો હતો. યતિઓ તો આવા રજવાડી ઠાઠમાઠવાળા હોવા
હતા, તો કેટલાક એમની વિરુદ્ધ પણ હતા. શ્રાવકોમાં પણ બે પક્ષ પડી ગયા હતા. શ્રી રત્નવિજયજીના મનમાં વિમાસણ થઇ કે આવા તંગ વાતાવરણમાં અહીં રહેવું કે કેમ ? તેમણે તરત નિર્ણય લઇ લીધો કે આ સ્થળ છોડીને, વિહાર કરીને પોતે હવે બીજે ચાલ્યા જવું જોઇએ. પરંતુ ચાતુર્માસ અને તે પણ પર્યુષણ પર્વના દિવસોમાં વિહાર કેવી રીતે થઇ શકે ? તો પણ અપવાદરૂપ સંજોગોમાં આપદધર્મ સમજીને તેમણે પોતાના ઉપકરણો સાથે
જ જોઇએ એવી દૃઢ માન્યતા લોકોની થઇ ગઇ હતી. સાચા, ત્યાગી જૈનત્યાંથી તરત વિહાર કરવાનું નકકી કર્યું. કેટલાક યતિઓ એમની સાથે જોડાયા. કેટલાક તિઓએ અને લોકોએ રોકાઇ જવા માટે ઘણી વિનંતી કરી પણ તે તેમણે માની નહિ. વિહાર કરીને તેઓ નાડોલ પધાર્યા અને શેષ ચાતુર્માસ ત્યાં પૂરું કર્યું. અત્તરની આ ઘટના રાજસ્થાનમાં યતિઓમાં અને શ્રાવકોમાં વિવાદનો એક મોટો વિષય બની ગઇ.
સાધુઓને યતિઓ ટવા પણ દેતા નહિ. જો કે કેટલીક જૈન વિદ્યાઓ અને પરંપરાઓને સાચવવામાં યતિઓનું યોગદાન ઘણું મોટું હતું, તો પણ તેમનામાં શિથિલાચાર ઉત્તરોત્તર વધતો જતો હતો..
પર્યુષણ પર્વમાં શ્રી રત્નવિજયજી ઉપાશ્રયમાં કલ્પસૂત્ર વાંચતા હતા. ભગવાન મહાવીરના ત્યાગમય જીવનનાં રહસ્યો તેઓ શ્રોતાઓને ભાવપૂર્વક સમજાવતા હતા. સાચા શ્રમણ કેવા હોય તે પૂર્વાચાર્યોનાં પ્રેરક દૃષ્ટાંતો સહિત તેઓ બતાવતા હતા. એમના ચિત્તમાં ભગવાન મહાવીરના અપ્રમત્ત એવા ત્યાગ સંયમમય પૂર્ણ જીવનનું ચિત્ર જાણે સંજીવ બનીને રમી રહ્યું હતું. વ્યાખ્યાન પૂરું કરીને તેઓ ઉપાશ્રયમાં પોતાના સ્થાને પાછા ફર્યા. ત્યાં એક બાલયતિએ આવીને એમને હ્યું, 'મહારાજજી ! આપને શ્રીપૂજય બોલાવે છે • એટલે શ્રી રત્નવિજયજી સીધા શ્રી ધરણેન્દ્રસૂરિ પાસે આવી પહોંચ્યા. શ્રીપૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ જે ઓરડામાં આસન ઉપર ગાદી તકીયે બિરાજમાન હતા ત્યાં શ્રીપૂજ્યની સાથે બીજા કેટલાક યતિઓ પણ બેઠા હતા. શ્રીપૂયે યતિનાં જે વસ્ત્રો ધારણ કર્યા હતાં તે અત્યંત કીમતી વસ્રો હતાં. ગાદી તકીયા ઉપર પણ જરિયાન વસ્રો હતાં. બે બાજુ બે યતિઓ ચામર ઢાળતા હતા. સુવર્ણદંડ, સૂર્યમુખી, ચંદ્રમુખી, છત્ર વગેરે ચકચક્તિ હતાં. બારીઓ ઉપર કીમતી પડદાઓ લટક્યા હતા. આખો ઓરડો સુગંધી દ્રવ્યોથી મધમધતો હતો.
કોઇ ગહન વિષયની વિચારણા માટે શ્રીપૂજય દ્વારા જાણે કોઇ ગંભીર બેઠક બોલાવવામાં આવી હોય એવું વાતાવરણ લાગતું હતું. પર્યુષણના તહેવારો હતા. લોકો તરફથી સારી રકમ યતિઓને ભેટ રૂપે મળી હતી. આ રકમનો કેવો ઉપયોગ કરવો તે અંગે વિચારણા થતી હતી. એ માટે એક માણસને બોલાવવામાં આવ્યો હતો. એ હતો કીમતી અત્તરો વેચવાવાળો. એના પાસેથી ક્યાં ક્યાં અત્તરો કેટલા પ્રમાણમાં પર્યુષણ પર્વ દરમિયાન ખરીદવાં તેની ખરેખર ગંભીર વિચારણા યતિઓમાં ચાલી રહી હતી. એ માટે દફતરી શ્રી રત્નવિજયજીનો અભિપ્રાય પણ જાણવાની શ્રીપૂયે ઇચ્છા દર્શાવી એટલે એમને બોલાવવા માટે એક બાલયતિને મોક્લવામાં આવ્યા હતાં.
શ્રી રત્નવિજયજી આવ્યા. શ્રીપૂજયે અત્તરની વાત કરી. એ સાંભળીને તો શ્રી રત્નવિજયજી અત્યંત વિમાસણમાં મુકાઇ ગયા. હજુ હમણાં જ ભગવાન મહાવીરના ત્યાગમય જીવન વિશે લોકો સમક્ષ વ્યાખ્યાન આપીને તેઓ આવ્યા હતા. એમની શાસન પરંપરા ચલાવનારા સાધુઓ—યતિઓની આ દશા જોઇ તેઓ વિસ્મિત થઇ ગયા. તેઓ કશું બોલ્યા નહિ. એટલામાં એક અત્તરની શીશી લઇ શ્રીપૂછ્યું પૂછ્યું, દફતરીજી ! આ અત્તર તમને કેવું લાગે છે ? સુંઘી જુઓ તો.
એમ હેતાં હેતા શ્રીપૂજય શ્રી રત્નવિજયજીના વસ્ર ઉપર તે અત્તરના છાંટા નાખ્યા. એથી શ્રી રત્નવિજયજી એકદમ ચોંકી ગયા. થોડા પાછા હઠી. ગયા. તેમને આ ગમ્યું નહિ. તેમણે પોતાનો અણગમો તરત વ્યક્ત કરતાં કહ્યું, શ્રીપૂજયજી ! અત્તરના વિષયમાં મને કશી ગતાગમ નથી. પરંતુ મને લાગે છે કે અત્તરની ખરીદી અને તે પણ પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં એ તો હદ થાય છે. આ આપને જરા પણ શોભતું નથી. ભગવાન મહાવીરના શાસનમાં આ કેટલું બધું અધ:પતન !"
શ્રીપૂયની સામે કોઇ બોલે એ કેમ સહન થાય ? તરત વાતાવરણ બદલાઇ ગયું. કેટલાક યતિઓ શ્રી રત્નવિજયજી ઉપર ગુસ્સો થયા. બોલાચાલી થઇ ગઈ. વાર્તાવરણ ઉગ્ર બની ગયું. શ્રી રત્નવિજયજીએ ચેતવણી આપતાં કહ્યું, શ્રીપૂયજી ! યાદ રાખજો, હવે દિવસો જુદા આવી રહ્યા છે. લોકો યતિજીવનના આ શિથિલાચારને વધુ ચલાવી નહિ લે. મેં પોતે પણ યતિજીવનના યિોદારનો સંકલ્પ કર્યો છે !”
по
શ્રી રત્નવિજયજી શ્રીપૂજય પાસેથી ચાલી આવીને પોતાને સ્થાને બેઠા, પણ એમના હૈયામાં અજંપો હતો. કેટલાક યતિઓ એમની સાથે સંમત
(
ચાતુર્માસ પછી તેઓ ત્યાંથી વિહાર કરીને પોતાના ગુરુ મહારાજ શ્રી પ્રમોદસૂરિ પાસે આહોર પહોંચ્યા. ગુરુ મહારાજને બનેલી ઘટનાની વિગતે બધી વાત કરી. અલબત્ત, તે પહેલાં જ ગુરુ મહારાજ પાસે બધી વાત પહોંચી જ ગઈ હતી. પરંતુ હવે શ્રી રત્નવિજયજી પાસેથી આખી ઘટના કડીબદ્ધ રીતે જાણવા મળી. એ સાંભળીને ગુરુ મહારાજે શ્રી રત્નવિજયજીને ધન્યવાદ આપ્યા. યતિઓ શ્રીપૂજયોમાં પ્રવેશેલો શિથિલાચાર ઉત્તરોત્તર વધતો જાય છે. એ જોઇને શ્રી પ્રમોદસૂરિને કેટલાય વખતથી ખેદ થતો હતો. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થાને કારણે તેઓ એ બાબતમાં આગેવાની લઇ કશું કરવા ઇચ્છતા નહોતા. કારણ કે આ બહુ મોટા વિવાદ અને સંઘર્ષનો પ્રશ્ન હતો. અને પોતે શેષ જીવનમાં શાંતિથી આરાધના કરવા ઇચ્છતા હતા. વળી ગુરુ મહારાજે શ્રી રત્નવિજયજીને કહ્યું કે, યિોદ્ધાર કરવા માટેનો તમારો સં૫ અનુમોદનીય છે. પરંતુ તેમાં ઉતાવળ કરશો નહિ. તેમ કરવાથી નિષ્ફળતા મળશે. તમને સતાવવાના, મારી નાખવાના પ્રયત્નો થશે. એના કરતાં પહેલાં ઠેર ઠેર પ્રચાર કરી લોકમત કેળવો અને યતિઓને વ્યક્તિગત રીતે સમજાવવા પ્રયાસ કરો. એમ કરતાં કરતાં યોદ્ધાર માટે વાતાવરણ અનુકૂળ થતું જશે, · ગુરુ મહારાજની આ શિખામણ શ્રી રત્નવિજયજીને વધુ યોગ્ય લાગી. યતિઓને વ્યક્તિગત સમજાવવાની પદ્ધતિને કારણે થોડા વખતમાં શ્રી મોતી– વિજયજી, શ્રી મહેન્દ્રવિજયજી, શ્રી અમરચિજી, શ્રી સિલ્કુશલજી, શ્રી દેવસાગરજી વગેરે યતિઓએ ભવિષ્યમાં યોદ્ધાર માટે સહકાર આપવા સંમતિ આપી. આથી વાતાવરણ ક્રમે ક્રમે અનુકૂળ થતું ગયું.
ત્યાર પછી વિ. સં. ૧૯૨૪ ના વૈશાખ સુદ – ૫ ના રોજ શ્રી રત્નવિજયજીની યોગ્યતા જોઇને એમના ગુરુ શ્રી પ્રમોદસૂરિએ એમને શ્રીપૂજયની પદવી તથા આચાર્યની પદવી આહોરમાં ધામધૂમપૂર્વક આપી. એમનું નામ હવે શ્રીવિજય રાજેન્દ્રસૂરિ રાખવામાં આવ્યું. યતિજીવનનું આ ઉચ્ચપદ હતું. એ પ્રસંગે આહોરના ઠાકોર શ્રી યશવંતસિંહે પણ સમારંભમાં ભાગ લીધો હતો. અને શ્રી વિજ્ય રાજેન્દ્રસૂરિને શ્રીપૂજયની પ્રણાલિકાનુસાર છત્ર, ચામર, સૂર્યમુખી, ચંદ્રમુખી, સુવર્ણદંડ, શાલ વગેરે અર્પણ કર્યાં હતાં. ગુરુમહારાજની આજ્ઞાથી અને વ્યવહાર ષ્ટિથી રાજેન્દ્રસૂરિએ આ બધું ગ્રહણ કર્યું, પરંતુ એમના અંતરમાં તો એ જ ભાવ હતો કે ક્યારે આ બધાનો પોતે ત્યાગ કરી શકશે !
શ્રી રત્નવિજયજી પોતાનાથી છૂટા પડયા અને થોડા સમયમાં આચાર્યપદ પામ્યા. એ પછી શ્રીપૂજય શ્રી ધરણેન્દ્રસૂરિના યતિસમુદાયમાં મતમતાંતર ઊભા થયા. કેટલાક યતિઓ તો શ્રી ધરણેન્દ્રસૂરિને છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ જે સાથે રહ્યા હતા તેમાં કેટલાકનો એવો મત હતો કે શ્રી રાજેન્દ્રસૂરિ સાથે સમાધાન કરી લેવું જોઇએ. બીજા કેટલાક એવું માનતા હતા કે શ્રી રાજેન્દ્રસૂરિ સાથે કોઇ પણ જાતનું સમાધાન કરવું તે પોતાના ગૌરવને ખંડિત કરવા જેવું છે. ગમે તેમ પણ એટલું તો નિશ્ચિત હતું કે શ્રી રાજેન્દ્રસૂરિના ગયા પછી શ્રી ધરણેન્દ્રસૂરિનો લોકો ઉપરનો પ્રભાવ થોડો ઓછો થવા લાગ્યો હતો.
શ્રી ધરણેન્દ્રસૂરિમાં જો કે ખુશામતિયા કેટલાક યતિઓને કારણે શિથિલાચાર આવી ગયો હતો તો પણ તેઓ શ્રી રાજેન્દ્રસૂરિનો પોતાના ઉપર થયેલો ઉપકાર ભૂલ્યા નહોતા. એમણે શ્રી રાજેન્દ્રસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. શ્રી રાજેન્દ્રસૂરિએ કેટલાંક વર્ષ સુધી પોતાના ગચ્છની બધી વ્યવસ્થા સંભાળી લઇને ગચ્છને ગૌરવભર્યું સ્થાન લોકોમાં અને રાજદરબારમાં અપાવ્યું હતું. એટલે શ્રી ધરણેન્દ્રસૂરિના હૃદયમાં પોતાના વિદ્યાગુરુ પ્રત્યે પૂજયભાવ