________________
૧૦
પ્રભુ
શ્રી બુટેરાયજી મહારાજ ( પૃષ્ઠ ૨ થી ચાલુ ) ચાકરી કરી છે, મેં તને જોઇએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. કોઇપણ કદાગ્રહી સાધુનો સંગ કરતો નહિ. જયાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં તું રહેજે અને તે પ્રમાણે કરજે. • આમ આશિષ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા.
પોતાના ગુરુ મહારાજના કાળધર્મ પછી બુટેરાયજી મહારાજ વિહાર કરીને પતિયાલા પધાર્યાં. એમનામાં ત્યાગ-વૈરાગ્યના સંસ્કાર બાળપણથી હતા એટલે ઉગ્ર તપશ્ચર્યા માટે તેમને વિશેષ રુચિ હતી. પતિયાલામાં એમણે ઘણી કડક તપશ્ચર્યા શરૂ કરી હતી. તેઓ છઠ્ઠ, અઠ્ઠમ કે પંદર દિવસના ઉપવાસ વારંવાર કરતા. આયંબિલ તો એમનો વખતોવખત ચાલુ રહેતાં. ગોચરી વહોરવા જાય ત્યારે તેઓ જુદા જુદા અભિગ્રહ ધારણ કરીને જતા. ગોચરીને માટે તેઓ એક્જ પાત્ર રાખતા. બધા લોકો ભોજન કરી લે પછી તેઓ ગોચરી વહોરવા જતા. બધો જ આહાર તેઓ એક જ પાત્રમાં લેતા અને તે ભેગો કરીને ખાતા. અને સ્વાદ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરતા. ઘણું ખરું તેઓ દિવસના એકજ વખત આહાર લેતા. ગોચરીમાં પણ તેઓ લુખ્ખો આહાર પસંદ કરતા. તેઓ ટાઢ–તડકાના પરીષહો સ્વેચ્છાએ વધુ અને વધુ સહન કરતા. દિવસે એક જ વસ્ર ઘારણ કરતા અને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે ઓઢવા માટે ફક્ત એક જ સુતરાઉ વજ્ર પાસે રાખતા. કેટલીક્વાર તો રાત્રે તેઓ વસ્ર ઓઢતા નહિ. વળી તેઓ શિયાળાની ઠંડીમાં પણ દિવસે છાતી ઉપર કોઈ વસ્ત્ર ધારણ કરતા નહિ. પોતાની આત્મિક શક્તિ ખીલવવા માટે તેઓ શિયાળાની કડકડતી ઠંડીમાં એક બંધ કમરામાં આખી રાત નગ્ન અવસ્થામાં પદ્માસન વાળીને બેસવાની તપશ્ચર્યા કરતા. આવી રીતે તેમણે પોતાના શરીરને ઘણું કહ્યું હતું.
તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યાં. ત્યાં સ્થાનકમા સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં આવ્યું હતું. અમરસિંહે ગુરુ મહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો હતો. તેઓ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. ગુરુ રામલાલજી વુદ્ધાવસ્થાને કારણે રોગગ્રસ્ત થયા હતા. એટલે વ્યાખ્યાન આપવાની જવાબદારી અમરસિંહજીએ લીધી હતી. બુટેરાયજી અમરસિંહજીના સંપર્કમાં આવ્યા. બુટેરાયજી યુવાન, બુદ્ધિશાળી તથા સંસ્કૃત-અર્ધમાગધીના જાણકાર અને જિજ્ઞાસુ છે એ જાણી અમરસિંહજીને એમનો સંગ ગમી ગયો. તેઓ પાસે જે કંઇ નવી નવી પોથીઓ આપવી તે બુટેરાયજીને બતાવતા અને વાંચવા આપતા.
એક દિવસ અમરસિંહજીએ બુટેરાયજીને વિપાકસૂત્ર'ની પોથી બતાવી પૂછ્યું, ‘આ તમે વાંચ્યું છે ?” પોથી જોઇ બુટેરાયજીએ કહ્યું, • વિપાસૂત્ર” 'મેં વાંચ્યું તો નથી, પણ એનું નામ પણ આજે પહેલીવાર તમારી પાસેથી સાંભળું છું. • અમરસિંહજીએ ‘વિપાસૂત્ર' બુટેરાયજીને વાંચવા આપ્યું.
બુટેરાયજી ‘વિપાકસૂત્ર” બહુ રસપૂર્વક, ચીવટથી વાંચી ગયા. શાસ્ત્રોનું અધ્યયન કરવાની એમની ભૂખ ગુરુ મહારાજે પૂરી સંતોષી નહોતી, એટલે તે વાંચતાં વધુ આનંદ થયો. પરંતુ ‘વિપાકસૂત્ર’ વાંચતાં તેમાં આવતો મૃગા લોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે ગૌતમસ્વામી મૃગાવતીના માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ નીકળતા, તીવ્ર દુર્ગંધ મારતા પુત્રને જોવા જાય છે. તે વખતે દુર્ગંધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોંઢે વસ ઢાંક્વા હે છે એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે મુહપની બાંધી નહોતી. મોઢે મુહપની બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં આવતું નથી. એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે દર્શાવી.
19
જીવન
તા. ૧૯૬૨-૯૧
અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એટલે ગુરુ રામલાલજીને પૂછ્યું. એમની પાસે પણ જવાબ નહોતો. એમણે એટલું જ કહ્યું કે આપણે મોઢે મુહપની ન બાંધીએ તો લોકો આપણને યતિ કહે. માટે મોઢે મુહપની બાંધવી જરૂરી છે. પરંતુ આ ખુલાસાથી બુટેરાયજીને સંતોષ થયો નહિ. વળી જિનપ્રતિમાનાં દર્શન વંદનનો નિષેધ આગમસૂત્રમાં ક્યાંય આવતો નથી.. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની શંકા વ્યક્ત કરી, પરંતુ તેનો પણ કોઇ સંતોષકારક ખુલાસો મળ્યો નહિ.
તેઓ ત્યારપછી માલેરકોટલામાં ચાતુર્માસ હતા ત્યાર લગભગ છ મહિના સુધી રોજેરોજ અભિગ્રહ પૂર્વક ગોચરી વહોરી લાવતા હતા. આમ બુરાયજી... મહારાજ યુવાન વયથી જ ઉગ્ર તપસ્વી બન્યા હતા.
બુટેરાયજી રાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી
હતી.
દિલ્હીના ચાતુર્માસ પછી બુટેરાયજી પોતાના શિષ્યો સાથે પતિયાલા, અમૃતસર, શિયાલકોટ રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે બુટેરાયજી ને હ્યું, બુટેરાયજી, તમે સારો શાસ્રાભ્યાસ કર્યો છે મારા કરતાં તમે મોટા છે. આપણે એક જ ગુરુ ઋષિ મલુકચંદજીના ટોળાના છીએ. તો આપણે
સાથે વિચરીએ તો કેમ ?
અમરસિંહજીની દરખાસ્ત બુટેરાયજીએ સ્વીકારી લીધી. તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ બંને પધાયા. પરંતુ અમૃતસરમાં બુટેરાયજીએ મહુપત્તી અને જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યકત કરતા તે અમરસિંહજીને ગમતું નહિ. બુટેરાયજી સાથે શાસ્રાર્થ કરવાનું પણ એમનું ગજું નહોતું. અમરસિંહજી અમૃતસરના મોટા શ્રીમંત પરિવારમાંથી આવેલા હતા. એટલે અમરસિંહજીનો અનુયાયી વર્ગ મોટો હતો. પોતાના અનુયાયી વર્ગ પાસે બુટેરાયજી મુહપત્તી અને જિનપ્રતિમાની વાત કરે તે તેમને ગમતું નહિ. આથી બુટેરાયજી અને અમરસિંહજી વચ્ચે મતભેદ ચાલું થયો. છેવટે બંને જુદા પડયા. પછી બુટેરાયજીની વિરુદ્ધ અમરસિંહજીએ પ્રચાર ચાલુ કરી દીધો. શ્રાવકોને મોક્લીને તેઓ વ્યાખ્યાનમાં શું બોલે છે, લોકો સાથે શી વાત કરે છે તેની જાસુસી કરવા લાગ્યા. પોતાને કોઇ મળવા આવે તો તેનો બુટેરાયજી માટે અભિપ્રાય પૂછતા અને કોઇ સારો, ઊંચો અભિપ્રાય આપતા તે તેમને ગમતું નહિ. વળી તેઓ શ્રાવકોને તૈયાર કરીને બુટેરાયજીની પાસે મોકલીને મુહપત્તી અને પ્રતિમાપૂજન વિશે પ્રશ્ન કરાવતા. બુટેરાયજીને લાગ્યું કે હવે બધાંને સ્પષ્ટ વાત કરવાનો વખત પાકી ગયો છે, એટલે તેમણે પોતાના વિચારો શાસ્રના જાણકાર કરમચંદજી શાસ્રી, ગુલાબરાયજી વગેરે શ્રાવકોને જણાવ્યા. બીજી બાજુ અમરસિંહજીએ બુટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો. આથી શ્રાવકોમાં પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો વિષય બની ગઇ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તૈયાર કર્યાં હતા. અને ધમકી આપી કે બુટેરાયજી જો પોતાના ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેંચી લેવામાં આવશે.
આ સમય દરમિયાન બુટેરાયજી પાસે ખાસ કોઇ શિષ્યો રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ઢેળામાં તેમણે ચાર શિષ્યો બનાવ્યા હતા. પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પામ્યા. હતા. એક જાટ જાતિના શિષ્ય હતા. તેમણે દીક્ષા છોડી દઇને ગૃહર વેષ અંગીકાર કર્યો હતો. આથી બટેરાયજી એક્લા પડી ગયા હતા, પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં અડગ શ્રદ્ધા ધરાવનાર
હતા.
એવામાં પ્રેમચંદજી નામના એક સાધુએ પોતાના ગુરુ મહારાજને છોડીને બુટેરાયજી પાસે આવીને ફરીથી દીક્ષા લીધી હતી. તેઓ તેમની સાથે ચારેક વર્ષ રહ્યા હતા. બુટેરાયજીએ પ્રેમચંદજીને આગમશાસ્રોનો સારો અભ્યાસ કરાવ્યો હતો. પરંતુ કુંજરાવાળા નગરમાં તેઓ ચાતુર્માસ હતા ત્યારે એક દિવસ મુનિ પ્રેમચંદજીએ કહ્યું, ‘ગુરુદેવ, મારાથી હવે દીક્ષા પળાતી નથી.. મારું મન ડામાડોળ થઇ ગયું છે. મારી કામવાસના બહુ જાગ્રત રહે છે. મારાં ભોગાવલી કર્મનો ઉદય થયો લાગે છે. માટે મને દીક્ષા છોડવાની આજ્ઞા આપો.
બુટેરાયજી મહારાજે એમને ખૂબ સમજાવ્યા, પરંતુ જયારે લાગ્યું કે એ સાધુ જીવનમાં હવે ટકી શકે તેમ નથી, ત્યારે તેમણે દીક્ષા છોડવાની અનુમતિ આપી. મુનિ પ્રેમચંદજીએ દીક્ષા છોડીને, લગ્ન કરીને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. લાહોરમાં જઈને એમણે સિપાઇની નોકરી લીધી. ગૃહસ્થ વેશે તેઓ કોઇ કોઇ વાર ગુરુ મહારાજને વંદન કરવા આવતા.