________________
તા. ૧૬-૩-૯૧ અને તા. ૧૯-૪-૯૧
પ્રબુદ્ધ જીવન
આપણા પક્ષી પ્રેમમાં ઢંકાયેલી આ તે કેવી કરુણતા
H વિજયગુપ્ત મૌર્ય
યુરોપ–અમેરિકાની સંસ્કૃતિમાં પારેવડું (બુતર) શાંતિનું પ્રતીક ગણાય છે. આપણી સંસ્કૃતિમાં પક્ષીપ્રેમ તો પરાપૂર્વથી ઉતરી આવે છે, પરંતુ આપણે પણ યુરોપનું અનુકરણ કરીને શ્વેત પારેવડાને શાંતિનું અને સ્વતંત્રતાનું પ્રતીક ગણી લીધું છે. આશરે ૨૦૦ વર્ષની ગુલામી પછી ભારતને સ્વતંત્રતા મળી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીમાં લાલ કિલ્લા પરથી શાંતિના પ્રતીકરૂપ એક સફેદ બુતરને ગુલામીમાંથી સ્વતંત્ર બનાવવા પાંજરામાંથી આકાશમાં ઉડતું કરી દીધું હતું.
ભારતીય પ્રજાનો પક્ષીપ્રેમ સુવિદિત છે. લોકસાહિત્યમાં એક પંક્તિ છે : દાદા કે દીકરી ક્યે ઘેર દેશું ? જે ઘર પોપટ પાંજરા !*
આમ પોપટ, મેના, બુલબુલ, તેતર વગેરે આપણા ઘરોમાં પરાપૂર્વથી પળાતા આવ્યા છે પરંતુ કોઇએ પૂછ્યું છે ખરું કે પાંજરામાં પોપટ સુખી છે કે દુ:ખી ? બાલસાહિત્યમાં બાળકોને પણ આશ્વાસન આપવામાં આવે છે કે‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે ... વગેરે.
કોઇએ કદી પૂછ્યું છે ખરું કે આપણો કહેવાતો પક્ષીપ્રેમ, પક્ષીઓને માટે કેવી કેવી યાતનાઓ માટે જવાબદાર હોય છે ?
આપણા દેશમાં દરવર્ષે કરોડો રૂપિયાની કિંમતના જાત જાતના પક્ષીઓનો વેપાર થાય છે. અસંખ્ય પક્ષીઓની પરદેશમાં નિકાસ થાય છે તે બધાનું શું થાય છે તે કોઇએ વિચાર્યું છે ખરું ? સરકારે પ્રાણીઓ પ્રત્યે ધાતકી પણું કે ક્રુરતા અટકાવવાનાં કાયદા કર્યાં છે. પણ તેમનો અમલ કોણ કેટલો કરે છે કે કરાવે છે તેની ચિંતા સરકારને નથી. સરકારને તો પ્રાણીઓની નિકાસમાં હૂંડિયામણ મળે એટલે પત્યું. એર ઇન્ડિયાના વિમાનો અતિ કોમળ પતંગિયાથી માંડીને વજ જેવા હાથી અને ગેંડાને પરદેશમાં પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ એક વાર એવું પણ બન્યું હતું કે પક્ષીઓથી ભરેલા વિમાને ગરમ પ્રદેશમાં ઉતરાણ કરવું પડયું . અને ભયંકર ગરમી તથા તરસથી ઘણાખરાં પક્ષીઓ મરણ પામ્યા હતા.
પક્ષીઓના દુર્ભાગ્યની ક્થા કેમ શરૂ થાય છે તે અને તેમની પર શું શું વીતે છે તે જાણી લ્યો અને તે માટે તમારી કઇ જવાબદારી છે કે નહિ તે પણ સમજી લ્યો.
7
૭
બચ્ચા મુંગા રહી શક્તા નથી. તેથી બચ્ચાને એઠાં કરનાર છોકરાઓએ તેમને શોધવા પડતા નથી. તેઓ ઝાડ ઉપર ચઢી જઇને બખોલમાંથી બચ્ચા ઉઠાવી લાવે છે. પક્ષીઓને દાંત નથી હોતા પરંતુ પોપટ ચાંચની ધારદાર અણીની કિનારી વડે કઠણ ખોરાકને પણ નરમ લોંદો બનાવે છે. તેમાં તેનું થૂંક ભળવાથી તે ખોરાક ઘટ્ટ પ્રવાહી બને છે. અને પાંચન ક્રિયા શરૂ થઇ જાય છે. જો પોપટનાં બચ્ચાંને મા-બાપ દ્વારા મળતી આ માવજતથી વંચિત રાખ્યા હોય તો એટલું તેમનું દુર્ભાગ્ય.
આપણે વસંતઋતુથી શરૂઆત કરીએ કારણ કે વસંત અને ગ્રીષ્મ ઋતુઓ જુદી જુદી જાતના પોપટની પ્રજનન ઋતુ છે. પક્ષીઓના જથ્થાબંધ વેપારીઓ જંગલવાસી છોકરાઓને પોપટના બચ્ચા એકઠાં કરવા કામે લગાડે છે. ગુજરાતની વાત કરીએ તો અહિં ત્રણ જાતના પોપટ વસે છે. (૧) લાલ ખભાવાળા મોટા સિકંદરી પોપટ. (મહાન સિકંદર એવો પક્ષીપ્રેમી હતો કે તે આવા કેટલાય પોપટને ભારતમાંથી પોતાના દેશમાં લઇ ગયો હતો. તેથી સિકંદરના નામ પરથી આ પોપટ અંગ્રેજીમાં એલેક્ઝાન્ડ્રાઇન પેરેક્ટિકરે, નામે ઓળખાય છે.) (૨) સામાન્ય લીલો પોપટ. (જે વધુ વ્યાપક હોય છે.) (૩) તૂઇ પોપટ.
આ ત્રણ જાતનાં પોપટમાંથી રૂપ, રંગ અને સૂરની દૃષ્ટિએ પાળવા જેવા પોપટો તો તૂઇ પોપટ હોય છે. પણ પક્ષી પ્રેમીઓનાં પાંજરામાં તે ભાગ્યે જ દેખાય છે. તેને બદલે નંબર–૧– અને નંબર - ૨ ના ઘોંઘાટીયા અને સખત બટકુ ભરી લે એવા પોપટ વધુ પાળવામાં આવે છે. પાળવા યોગ્ય પોપટ વિશે આપણી જાણકારી ઓછી છે. કોઇ પક્ષી સાથે વધુમાં વધુ પ્રેમ કર્યો હોય અને કોઇ પક્ષીએ મારી સાથે વધુમાં વધુ પ્રેમ કર્યો હોય તો તે આ તૂઈ પોપટ છે.
હવે દર વર્ષે પોપટના અને બીજા લાખો પક્ષીઓના બચ્ચા ઉપર શું વિતે છે તેની ઝાંખી કરાવું. પક્ષીના બચ્ચા ખાઉધરા હોય છે, કારણ કે કુદરત તેમને ઝડપથી મોટાં કરીને ઉડતા કરી દેવા માટે છે. તેથી મા–બાપ માળામાં ખોરાક લાવે ત્યારે અને મા-બાપની રાહ જોતા હોય ત્યારે તે
ગ્રીષ્મ અને વર્ષા જાતજાતની મેનાઓ, બુલબુલ, પીળક કોયલ, ચાતક વગેરેની પ્રજનનની ઋતુ છે. જીવાતભક્ષી પક્ષીઓનું પ્રજનન આ ઋતુમાં થાય છે. કારણ કે તેમના ખાઉધરા બચ્ચાનાં પેટ ભરવા માટે કુદરત અનેક જાતના અસંખ્ય જીવો આ સમયે ઉત્પન્ન કરે છે. મોટા નગરોમાં પક્ષીઓ વેચતી દુકાનો હોય છે. મુંબઇ, ક્લક્તા, દિલ્હી, અમદાવાદ વગેરે નગરોમાં તો પક્ષીઓના બજારો છે. જે છોકરાઓ જાત જાતના પક્ષીઓનાં બચ્ચા એઠા કરીને જથ્થાબંધ વેપારીને પૂરા પાડે છે. તે વેપારીઓ આ શહેરોનાં દુકાનદારોને મોટી કિમતે પક્ષીઓ જથ્થાબંધ વેચે છે. મોટા ભાગના બચ્ચા જાતે ખાઈ શક્તાં નથી. અને એટલે બધા બચ્ચાને ખવડાવવાની ફૂરસદ કે ચિંતા દુકાનદારોને હોતી નથી. આ બચ્ચાઓ પોતાના કુદરતી ખોરાકથી વંચિત બની ગયા હોય છે. હવામાન પ્રમાણે બચ્ચા તરસ્યા થાય તો તેમને પાણી પણ પાવું પડે. તમે આ કોઇ પક્ષી બજારમાં લટાર મારશો તો અસંખ્ય બચ્ચાનો આર્તનાદ તમને સાંભળવા મળશે. એક ઠેકાણે મરેલા બચ્ચાનો ઢગલો પણ જોવા મળશે. જે બચ્ચા મરતા જાય તે આ ઢગલામાં ફેંકાતા જાય. મુર્ખ પક્ષીપ્રેમીઓ પાસેથી એક એક પક્ષી દીઠ મોટી રકમ પડાવતા દુકાનદારો પક્ષીઓના બચ્ચાનાં મરણ પ્રમાણની જરા પણ ચિંતા કરતા નથી. કારણ કે પક્ષીઓનાં છૂટક વેચાણમાં તેમને ગંજાવર નફો મળી જાય છે. પક્ષીઓ ઉપરાંત પાંજરા વગેરે વેચીને પણ ગંજાવર નફો તેઓ કરતા હોય છે. પાંજરાનું કદ એક બચ્ચા માટે પણ ભાગ્યે જ પૂરતું હોય છે. અને નશીબજોગે બચ્ચુ મોટું થાય તો તે પાંજરામાં ઠાંસોઠાંસ ભરાઇ રહે છે.
પોપટનાં બચ્ચા મધુરવાણી બોલતા શિખશે એવી આશામાં અને દુકાનદારની એવી ભલામણથી આપણે બચ્ચુ ખરીદ્યું હોય પરંતુ જયારે
તે
બચ્ચુ હોય ત્યારે તે પોપટ છે કે પોપટી તેની તો કોઇને જાણ હોતી નથી. જો પોપટી હોય તો તેને રંગીન પીછાનાં કાળા અને કાઠલાનો અભાવ હોય તેથી પણ માલિક દ્વારા તેની ઉપેક્ષા વધી જાય છે. વળી પોપટ મીઠું મીઠું કાલુધેલું બોલશે એવી આશામાં નિરાશ થઇને પોપટની તીવ્ર ચીસો સાંભળવી પડે ત્યારે તો માલિક પણ મીજાજ ગુમાવી બેસે છે.
પોપટના બચ્ચા હળીભળી જાય, માણસની બોલી હું કાલુઘેલુ અનુકરણ માણસથી ડરે નહિ અને તેનાં હાથ કે આંગળી ઉપર આવીને બેસે એમ તેને શિખવવું હોય તો પોપટના બચ્ચા સાથે આપણે પણ પોપટ બની જવું જોઇએ. તેના મા–બાપ જેમ પોતાના મુખમાંથી અને જીભ વડે તેને ખવરાવતા હતા એવી રીતે તેમને ખવરાવવું જોઇએ. બચ્ચાને એમ લાગવું જોઇએ કે આપણે તેમનાં જેવા જ છીએ. તેમને બોલતા શીખવવું જોઇએ. પક્ષી ખરીદી લાવનાર કેટલા પક્ષીપ્રેમીઓ પક્ષીનાં બચ્ચાનો પ્રેમ જીતી લેવા પોતાનો સમય અને શક્તિ આપવા તૈયાર હોય છે ?
પક્ષી વેચનાર દુકાનદારો હોંશિયાર વેપારી હોય છે. તેઓ બે-ચાર શબ્દો બોલતા શીખ્યા હોય એવા પક્ષી પણ રાખે છે અને જિજ્ઞાસુઓ પાસેથી તેમની કિંમત ત્રણ આંકડામાં વસુલ કરે છે. શ્રેષ્ઠ અને મનોહર રંગો ધરાવતા પક્ષીઓ અગ્નિ એશિયામાં જાત જાતનાં ધોળા, ગુલાબી, નારંગી વગેરે રંગો અને કલગી ધરાવનાર કાકાકૌઆ થાય છે. ઓસ્ટ્રેલિયા તેનાં બજરીધર પોપટ માટે પ્રખ્યાત છે. માણસની બોલીનું શ્રેષ્ઠ અનુકરણ કરનાર આફ્રિકામાંના કોંગોના વતની શુકા પોપટ ( Grey Parrot ) શ્રેષ્ઠ પક્ષી છે. પરંતુ