________________
આજે વિચાર કરતાં એમ લાગે છે કે યોગી પુરુષોના મનનો ઉપયોગ, દેહ-ઇન્દ્રિય-મન અને તેને ઓળંગીને, તેને પેલે પાર જે આતમરામ છે, ત્યાં સુધી પહોંચતાં હોય છે. તેઓ પોતાના ગણાતા દેહને પણ, બીજાના દેહને જોતા હોય તે રીતે જોઈ શકતા હશે, તેથી જ પોતાના ગળાની કેન્સરની ગાંઠ બતાવતાં કહેતાં કે, લીમડાના ઝાડને ગાંઠો થાય છે તેવી એક ગાંઠ છે. આવી સ્થિતિ માટે દેહાત્મ વિવેક, એટલે કે, અને પુનામાના અને પૂરો ય ના મિરોહા (જુદાં છે પુદ્ગલ ભાવો, જુદો હું જ્ઞાનમાત્ર છું.) એવી પ્રતીતિ જવાબદાર છે.
સત્તત્ત્વની અનુપ્રેક્ષા દ્વારા જ આ દેહ-આત્માનું ભેદજ્ઞાન લાધ્યું હોવું જોઈએ. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની કૃપાપૂર્ણ દ્રષ્ટિપાતથી પણ કાર્યસિદ્ધ થયું હશે એમ લાગે છે.
આવા મહાપુરુષની છાયામાં રહેવા મળ્યું તે સૌભાગ્ય ગણાય !
નીતિકારોએ સંસારની ચાર દુર્લભ ચીજોમાં એક મહાપુરુષ સંશય:ને ગણાવ્યું છે. આવા પુરુષની સન્મુખ રહેવાનો લાભ થયો જેથી જીવનમાં ઉત્તમ તત્ત્વો પ્રત્યેની રુચિ પ્રસ્થાપિત થઈ. અનેક મહાગ્રંથોના નામશ્રવણ અને દર્શન થયાં; પ્રભુના સંઘની, શ્રમણોની ઉજ્જવળ પરંપરાને પોતીકી બનાવાઈ. જીવન કાંઈક વધુ સારી રીતે જીવવા જેવું લાગ્યું.
મહાપુરુષોનાં વચનના અનુરાગના કારણે પ્રાચીન ગ્રંથો તરફ વળવાનું બન્યું. પંડિત અમૃતલાલ ભોજકે સારો સહયોગ આપ્યો, તો તે વિષયમાં આવતી ખૂબીઓનું દિગ્ગદર્શન મુનિરાજ
શ્રી જંબૂવિજયજી મહારાજે કરાવ્યું. તેમની સાથેની વાચનામાં એ ગ્રંથો વાંચવાની મજા પુષ્કળ | લુંટી છે તેથી હસ્તલિખિત ગ્રંથોના વિષયમાં પણ પ્રવેશ થયો.
જ્ઞાનભંડારોની સેવા કરવાની પણ તક મળી. શ્રી લક્ષ્મણભાઈની કાર્યપદ્ધતિના, નજીકથી સાક્ષી બનવાનું વારંવાર મળ્યું. તેથી લેખનપરંપરા, શ્રમણોની શ્રુતભક્તિ, કાર્યસૂઝ તથા એ પ્રત્યેની મમતાના વારંવાર દર્શન થયા. દેવશાના પાડાના ભંડારના કારણે, અનુભવસમૃદ્ધિમાં નોંધપાત્ર ઉમેરો થયો.
સૌમ્યમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી દેવસૂરીશ્વરજીની હૂંફાળી પ્રેરણા સતત મળતી રહી. પિતામુનિ શ્રી હીરવિજયજી મહારાજ પણ જ્ઞાનક્ષેત્રના અભ્યાસથી રાજી થતા, તેથી પણ આ લેખનવાચન કાર્ય આગળ-આગળ ધપતું રહ્યું. વ્યાકરણાચાર્ય ગુરુ મહારાજ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ આ કાર્ય જોઈને પ્રસન્નતા અનુભવતાં રહ્યાં. ૪૫-૪૫ અંકો થયા અને તેના આ પુસ્તકને જોઈને તેઓએ પીઠ થાબડી છે.
આમ, દ્રશ્ય-અદ્રશ્ય એવી ઘણી વ્યક્તિઓનાં અલ્પ અથવા મહાન ઉપકારોની અમીવર્ષા સતત | થતી રહી છે તેથી આજે જે જોવા મળે છે તે પિંડ, આકાર અને સાર સહિતનો બંધાયો છે.
એક વાત સાચી કે, કોડિયું તિરાડ વિનાનું હતું, તેને વાટ અને ઘી પણ મળ્યાં, પણ અનંતાનંત પુણ્યના યોગે, તેને જ્યોતિનું દાન તો પરમપરોપકારી ગુરુ મહારાજે કર્યું છે !
અહીં, આ રીતે જીવનકથાનાં થોડાં પૃષ્ઠ જોયાં. ક્યારેક વળી બીજાં જોવાશે. આ સુકતના સેવનમાં જો વળતર મળતું હોય તો, મારી પાસે પ્રભુના શાસનના રાગની મૂડી છે. તેમાં નિરંતર વધારો થતો રહે એવી ઇચ્છા છે.
પ્રભુના સંઘને સતત હર્ષોલ્લાસથી ધબકતો જોવાના કોડ છે. મનમાં હવે આ બધું એક સાથે રમેશભાઈની છાબમાં વાચકોને અર્પણ.
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ દેવકીનંદન નારણપુરા અમદાવાદ - ૧૩ વસંત પંચમી વિ. સં. ૨૦૬૧
ચોવીસ: પાઠશાળા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org