________________
મચ્છર ! તને ગટર જ ગમે, નદી નહીં. એ કેવું? માંકડ ! તને લોહી પીવું જ ગમે, દૂધ પીવું નહીં. એ કેવું? માખી ! તને વિષ્ટા પર જ બેસવું ગમે, પુષ્પ પર નહીં. એ કેવું? ગળુ વાંદરા દ્વારા પુછાયેલ આ પ્રશ્નનો જવાબ આપતાં ત્રણે જણાએ એક જ વાત કરી કે અમે ત્રણે ય જણાં જેના ઘરમાં રહીએ છીએ એ માણસ જબરદસ્ત નિંદક છે. એ સજ્જનોના દોષો જ જુએ છે, ગુણો નહીં. એ સાધુ પુરુષોના અવર્ણવાદ જ કરે છે, ગુણાનુવાદ નહીં. એ ઉત્તમ પુરુષોને ગાળો જ આપતો રહે છે, સન્માન નહીં. હવે તમે જ કહો. એ નિંદકના ઘરનું ભોજન જ જ્યારે અમારા ત્રણેયનાં પેટમાં વરસોથી ગયું હોય ત્યારે અમારામાં એના જ સંસ્કારો આવે એમાં નવાઈ શી છે? તમે અમને એ દોષોથી મુક્ત કરવા માંગતા હો તો અમને કોક ગુણાનુરાગીના ઘરમાં ગોઠવી દો ! અમારો ગલત સ્વભાવ અમે ફેરવીને જ રહેશું.’
૧0