Book Title: Pankhini pankhe vivekni Aankhe Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 8
________________ ‘તું અને બુલબુલ, બંને પંખી અને છતાં તારામાં અને બુલબુલમાં આટલો બધો તફાવત કેમ?' કૂતરો કલ્યુ કાગડાને પૂછી રહ્યો હતો. ‘કેમ, શું થયું ?” મેં તને સમાચાર પૂછ્યા બગીચાના અને તે મને જવાબ આપ્યો કે બગીચામાં જે ચોથા નંબરનું વૃક્ષ છે એની ત્રીજા નંબરની ડાળી પર જે કેરીનું ફળ છે એ સાવ સડી ગયું છે અને એ જ બગીચાના સમાચાર મેં બુલબુલને પૂડ્યા અને એણે મને જવાબ આપ્યો કે ‘બગીચામાં ચોથા નંબરના વૃક્ષ પરની ત્રીજા નંબરની ડાળી પર લાગેલ કેરીઓમાં એકાદ કેરીને છોડીને બાકીની તમામ કેરીઓ ગજબનાક મીઠી છે. તારા અને બુલબુલના જવાબમાં આટલો બધો વિસંવાદ કેમ ?” એક જ કારણ” ‘કયું?” ‘સોબત તેવી અસર. હું જભ્યો માણસો વચ્ચે, જીવ્યો માણસો વચ્ચે અને મોટો થયો માણસો વચ્ચે ! જ્યારે બુલબુલ એ બાબતમાં મારા કરતાં વધુ નસીબદાર રહ્યું ! એણે જિંદગીમાં માણસનું મોટું પણ જોયું નથી.’ કાગડાએ જવાબ આપ્યો.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100