________________
મોઢામાં પૂરી લઈને બેઠેલા કાગડાભાઈને જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. એ પૂરી મેળવવા એણે કાગડાભાઈની પ્રશંસા કરી. ‘કાગડાભાઈ, તમારો કંઠ તો ખૂબ સરસ છે. સંગીત ન સંભળાવો ?' મોઢામાં રહેલ પૂરી પગ વચ્ચે દબાવીને કાગડાએ શિયાળને સંગીત સંભળાવી દીધું. ‘કાગડાભાઈ, સાંભળ્યું છે કે તમે નૃત્ય સરસ કરો છો? પગ વચ્ચે દબાવેલ પૂરી મોઢામાં ગોઠવી દઈને કાગડાએ સરસ નૃત્ય ઠોકી દીધું. તે હે કાગડાભાઈ ! ‘તમે નૃત્ય અને સંગીત બન્ને એક સાથે ન દેખાડી શકો?’ પૂરી પેટમાં પધરાવી દઈને કાગડાએ નૃત્ય શરૂ કર્યું અને સાથે સંગીત પણ ચાલુ કર્યું. કાગડાની આ હોશિયારી જોઈને સ્તબ્ધ બની ગયેલ શિયાળે એટલું જ પૂછ્યું, ‘કાગડાભાઈ, આ હોશિયારી ક્યાંથી શીખ્યા ?' ‘તમને ખબર નથી ? ગરુડરાજે હમણાં મારી I.A.S. ઑફિસર તરીકે નિમણૂંક કરી છે !'