Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 89
________________ ‘તું આવી જા મારી સામે. તને દેખાડી ન દઉં તો મારું નામ દલ્લુ ચકલો નહીં? ચકલાના મુખમાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને પવન પોપટ સ્તબ્ધ થઈ ગયો. ‘તારી બૈરીને મોકલી આપજે મારી પાસે . નહિતર તારી ખેર નથી' કાણા કાગડાએ ગરુડરાજને ફેંકેલા આ પડકારને સાંભળીને ગરુડરાજ ભળભળી ઊઠ્યા. ‘તું ગુફામાંથી બહાર નીકળ. તને પછાડી ન દઉં તો મારું નામ ગલ્લુ તેતર નહીં? તેતર સિંહની ગુફા આગળ આવો લવારો કરવા લાગ્યું. ગરુડરાજે દલુ ચકલાને, કાણા કાગડાને અને ગલુ તેતરને પકડીને ગાંડાની હૉસ્પિટલમાં દાખલ તો કરી દીધા પણ એમનાં લોહીનો જે રિપોર્ટ આવ્યો એમાં લખ્યું હતું કે શહેરની ફાઇવ-સ્ટાર હૉટલોમાં અચાનક પહોંચી ગયેલા આ ત્રણેય જણાંએ પાણીને બદલે ભૂલમાં દારૂ પી લીધો હતો અને એના કારણે જ તેઓ જેમતેમ લવારાઓ કરવા લાગ્યા હતા. ગરુડરાજે ત્રણેયને ઊલટી કરાવી દેતાં ત્રણેયનું ઠેકાણે આવી ગયું.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100