Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
Catalog link: https://jainqq.org/explore/008936/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ‘તમે મને અગત્યના કામ માટે શહેરમાં મોકલ્યો અને હું જઈ પણ આવ્યો પણ એક વિનંતી કરું છું આપને કે આજ પછી આપ મને ક્યારેય શહેરમાં જવાની આજ્ઞા ન કરશો' કાગડો સિંહ પાસે વાત રજૂ કરી રહ્યો હતો. કેમ શું થયું?' થાય શું ?' ' ‘એક ભવ્ય બંગલાની બારી પર હું બેઠો હતો અને મારા કાને એ બંગલાની શેઠાણીનો અવાજ આવ્યો. સ્કૂલે જઈ રહેલા પોતાના બાબાના દફતરમાં નાસ્તાનો ડબ્બો મૂક્યા બાદ બાબાને એ કહી રહ્યા હતા કે “જોજે, નાસ્તો એકલો ખાજે, કોઈને આપીશ નહીં.' આજ સુધીમાં અમારી આખી જાતે ક્યારેય એકલા ખાધું નથી જ્યારે આ શહેરની શેઠાણી પોતાના બાબાને ‘એકલા જ ખાવાની’ સલાહ આપી રહી હતી. ના. મને હવે પછી ક્યારેય શહેરમાં મોકલશો નહીં. ક્યાંક એ શેઠાણીનો ચેપ મને લાગી જાય તો અમારી ‘ભેગા થઈને ખાવાની’ આખી સંસ્કૃતિ જ ખતમ થઈ જાય.” Page #2 -------------------------------------------------------------------------- ________________ ‘માણસજાત સામે મારે બદનક્ષીનો કેસ દાખલ કરવો છે. એ અંગે મારે તમારી સલાહ જોઈએ છે? કલુ ગીધે બલુ શિયાળ વકીલ પાસે વાત મૂકી. ‘હાલતા ને ચાલતા આ માણસજાત કોક ક્રૂર અને ખૂની માણસને ગાળ આપતી વખતે અમારા સમાજના નામનો ઉપયોગ કરે છે. સાલો, એ ગીધડા જેવો છે.” મારો એની સામે સખત વિરોધ એટલા માટે છે કે અમે ઉજાણી જરૂર કરીએ છીએ પણ કોકના મડદા પર જ ઉજાણી કરીએ છીએ. કોક જીવતા પશુને કે માણસને નીચે પછાડીને અમે એના પર ઉજાણી કરી હોય એવું આજ સુધીમાં ક્યારેય બન્યું નથી. જ્યારે આ માણસજાત તો પેટમાં રહેલ બાળકને ખતમ કરી નાખતી એની માતાને ઇનામો આપીને નવાઇ રહી છે. લાખો પશુઓને જીવતા કાપી નાખીને પરદેશમાં એના માંસની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ મેળવીને જલસાઓ કરી રહી છે. ટૂંકમાં, મડદા પર ઉજાણી અમે કરીએ છીએ. જીવતાને મારી નાખીને એના પર ઉજાણી માનવજાત કરી રહી છે. શા માટે મારે એના પર બદનક્ષીનો કેસ ઠોકી ન દેવો ?' Page #3 -------------------------------------------------------------------------- ________________ ‘છેલ્લા એક વરસથી તું શહેરમાં રહે છે. શહેરનો તારો અનુભવ શો છે ?' જંગલમાં આવેલા મીઠું મોરને ટોમી કૂતરાએ પૂછ્યું, ‘એક જ અનુભવ છે. માણસો મશીન બની રહ્યા છે એટલે ?' એટલે બીજું કાંઈ નહીં. આકાશમાં વાદળને જોયા બાદ હું ટહુક્યા વિના રહી શક્યો નથી. આંબાની ડાળ પર બેસવા મળ્યા પછી કોયલ પાગલ બની ગયા વિના રહી નથી. અરે, ચન્દ્રને જોયા બાદ સાગર પોતાનાં મોજાઓને ઉછાળ્યા વિના રહ્યો નથી પરંતુ માણસો સર્વથા સંવેદનહીન બની ગયા છે. બગીચો કે નદી, સરોવર કે સાગર, મેઘધનુષ્ય કે સૂર્ય વગેરે જોઈને તો એમને કાંઈ થતું નથી પરંતુ મંદિરમાં બિરાજમાન પરમાત્માની નયનરમ્ય પ્રતિમા જોયા બાદ પણ એમના હૈયામાં કોઈ સ્પંદનો ઊઠતા નથી. હું કાયમ માટે શહેર છોડીને જંગલમાં રહેવા આવી જવાનું વિચારી રહ્યો છું. Page #4 -------------------------------------------------------------------------- ________________ ધંધામાં આકસ્મિક માર પડવાથી આપઘાત કરવા ગાડીના પાટા તરફ જઈ રહેલા ૩૫ વરસના એક યુવક પર કોયલની નજર પડી અને પળની ય વાર લગાડ્યા વિના પોતાની પાંખ સંકોરી લઈને એ યુવક પાસે નીચે આવી ગઈ. ‘ક્યાં જાય છે?' ‘આપઘાત કરવા ‘પણ શા માટે ?' ધંધામાં બહુ મોટી નુકસાની આવી ગઈ છે” દોસ્ત! મારી સામે જો. બેસવા માટે મને ડાળ ચાહે આંબાની મળે છે કે વાડ ચાહે કાંટાની મળે છે, મારી પ્રસન્નતામાં કે મારા વચન માધુર્યમાં એક ટકાનો ફેરફાર થતો નથી. તારી સામે મારું કદ તો કેટલું બધું નાનું છે? છતાં જો હું સુખ-દુ:ખ બંનેમાં સ્વસ્થતા અને પ્રસન્નતા ટકાવી શકતી હોઉં તો તારા જેવો મર્દનો બચ્ચો મનથી તૂટીને જીવન સમાપ્ત કરવા તૈયાર થઈ જાય એ શું ચાલે? જા. પાછો ઘરે ચાલ્યો જા. તારાં બાળકોને તારી હજી ખૂબ જરૂર છે.” Page #5 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષની ડાળ પર બેઠેલા એક વૃદ્ધ પોપટ પર એ વૃક્ષની નીચે બેસીને ઉજાણી કરી રહેલા કૉલેજીયન યુવકોની નજર પડી. કોણ જાણે, એક કૉલેજીયન યુવકને શું થયું, એણે વૃદ્ધ પોપટને વિનંતિ કરી. ‘તમારા જીવનના અનુભવો પરથી તમે અમને કાંઈ સલાહ આપો ખરા ?” ગળું ખંખેરીને એ વૃદ્ધ પોપટે મધુર સ્વરમાં એ સહુ યુવકોને સોનેરી સલાહ આપતા કહ્યું, જુઓ. મારું બાહ્ય વ્યક્તિત્વ જેટલું આકર્ષક છે, મારા વચનમાં માધુર્ય પણ એટલું જ છે તો સાથોસાથ મારા વર્તનમાં શિષ્ટાચાર પણ એટલો જ છે. જગત માટે તમે સાચે જ જો વરદાનરૂપ અને આશીર્વાદરૂપ બનવા માગો છો તો આ બાબતમાં એકદમ સ્પષ્ટ થઈ જજો. વ્યક્તિત્વ આકર્ષક, વચન પ્રભાવશાળી અને વર્તનમાં દુરાચારની દુર્ગધ ? આવો વિસંવાદ તમારા જીવનમાં ક્યારેય ન સર્જાય એની ખાસ તકેદારી રાખજો. અરે, તમારું વ્યક્તિત્વ અનાકર્ષક હશે તો ચાલશે, વક્તવ્ય માયકાંગલું હશે તો ચાલશે પણ વર્તનમાં તો તમારે પવિત્રતા ઝળકાવતાં જ રહેવું પડશે.” Page #6 -------------------------------------------------------------------------- ________________ બગલાની ચાંચમાં અચાનક ઝડપાઈ ગયેલ માછલી, બગલાની ચાંચમાંથી છટકી જવામાં સફળ તો બની ગઈ પણ એણે મગર પાસે જઈને ફરિયાદ કરી કે ‘તમે બગલાની ખોપરીને તપાસો. આવો વિશ્વાસઘાત કરવાનું એ શીખ્યો ક્યાંથી ?” મગરે તાત્કાલિક કાચબાઓનું પંચ બેસાડી બગલાની ધરપકડ કરાવી. કપ્તાન કાચબાએ બગલાને ‘રિમાન્ડ પર લીધો અને બગલાએ જે બયાન કર્યું એના બીજા દિવસના પેપરમાં જે સમાચાર આવ્યા એ વાંચીને તો સહુ સ્તબ્ધ થઈ ગયા. બયાન આપતા બગલો બોલ્યો કે ‘મારું ભણતર શહેરની કૉલેજમાં થયું. ત્યાં ભણી રહેલા યુવકોએ મને છેતરપીંડીના પાઠ શીખવ્યા. પછી હું એક સરકારી ઑફિસરને ત્યાં રહ્યો. છેતરપીંડીની બાબતમાં ત્યાં હું ગ્રેજ્યુએટ થયો અને પછી એક રાજનેતાને ત્યાં મારે રહેવાનું બન્યું. ત્યાં હું વિશ્વાસઘાતના ક્ષેત્રે M.B.A. થયો. આ વખતે મારી ચાંચમાંથી છટકી જવામાં માછલી ભલે સફળ બની પણ એવી ભૂલ ફરીવાર તો હું નહીં જ કરું.’ Page #7 -------------------------------------------------------------------------- ________________ પંખીઓના જગતમાં ‘આદરપાત્ર’ પંખી તરીકે તારું નામ TOP પર છે તો એની પાછળ રહસ્ય તો કંઈક હશે ને? પોતાની ગુફામાં આરામ ફરમાવી રહેલા વનરાજ સિંહે પોતાને મળવા આવેલા હંસને પૂછ્યું, ‘રાજનું! મારામાં એવી કોઈ ખાસ વિશેષતા તો નથી પણ એક વિશેષતા જરૂર છે. હું મરી જવાનું પસંદ કરી લઉં પણ મોતીનો ચારો ચરવા સિવાય બીજા એક પણ દ્રવ્યથી મારું પેટ તો ન જ ભરું. બની શકે, મારા આ સહજ સ્વભાવના કારણે જ પંખીઓના જગતમાં સહુ પંખીઓ મને વધુ આદર આપતા હોય.’ ‘તારી સોબત કોની સાથે ?' ‘માણસ જાતને છોડીને કોઈની પણ સાથે ! કારણ કે એ જાત એવી છે કે પોતાનું જીવન ટકાવવા તમામ પ્રકારની ક્રૂરતા અને કનિષ્ટતા આચરતા એને કોઈની ય શરમ નડતી નથી. પૈસા ખાતર એ સગા બાપનું ય ખૂન કરી શકે છે તો વાસના સંતોષવા એ પોતાની સગી પુત્રી પર પણ બળાત્કાર કરી શકે છે. એ જાતથી દૂર રહીએ એમાં જ મજા.' Page #8 -------------------------------------------------------------------------- ________________ ‘તું અને બુલબુલ, બંને પંખી અને છતાં તારામાં અને બુલબુલમાં આટલો બધો તફાવત કેમ?' કૂતરો કલ્યુ કાગડાને પૂછી રહ્યો હતો. ‘કેમ, શું થયું ?” મેં તને સમાચાર પૂછ્યા બગીચાના અને તે મને જવાબ આપ્યો કે બગીચામાં જે ચોથા નંબરનું વૃક્ષ છે એની ત્રીજા નંબરની ડાળી પર જે કેરીનું ફળ છે એ સાવ સડી ગયું છે અને એ જ બગીચાના સમાચાર મેં બુલબુલને પૂડ્યા અને એણે મને જવાબ આપ્યો કે ‘બગીચામાં ચોથા નંબરના વૃક્ષ પરની ત્રીજા નંબરની ડાળી પર લાગેલ કેરીઓમાં એકાદ કેરીને છોડીને બાકીની તમામ કેરીઓ ગજબનાક મીઠી છે. તારા અને બુલબુલના જવાબમાં આટલો બધો વિસંવાદ કેમ ?” એક જ કારણ” ‘કયું?” ‘સોબત તેવી અસર. હું જભ્યો માણસો વચ્ચે, જીવ્યો માણસો વચ્ચે અને મોટો થયો માણસો વચ્ચે ! જ્યારે બુલબુલ એ બાબતમાં મારા કરતાં વધુ નસીબદાર રહ્યું ! એણે જિંદગીમાં માણસનું મોટું પણ જોયું નથી.’ કાગડાએ જવાબ આપ્યો. Page #9 -------------------------------------------------------------------------- ________________ ભ્રમરી પોતાના નાના બાળકને જીવન ઘડતરના પાઠ આપતા કહી રહી હતી કે ‘જો બેટા ! એક બાબતનું ખાસ ધ્યાન રાખજે. પુષ્પ ચાહે મોગરાનું હોય કે ગુલાબનું હોય, જાસુદનું હોય કે કમળનું હોય, એમાંથી રસ ચૂસવાની મારી તને મનાઈ નથી પણ એ રસ ચૂસવા જતાં કોઈ પણ ફૂલને અલ્પ પણ ત્રાસ ન થાય એની ખાસ તકેદારી રાખજે. ટૂંકમાં, ‘પીડા વિના પ્રાપ્તિ’ એ આપણા કુળની આગવી પરંપરા છે. એ પરંપરા સાચવી રાખવાની કપરી જવાબદારી કોઈ પણ સંયોગમાં તારે નિભાવી જ રાખવાની છે. અત્યારથી આ બાબતમાં હું તને એટલા માટે ચેતવી રહી છું કે તારું જીવન તારે શહેરમાં ગુજારવાનું છે. એ શહેરમાં જે માણસજાત રહે છે એણે પોતાનો જીવનમંત્ર આ જ રાખ્યો છે કે ‘પ્રાપ્તિ માટે સામાને પીડા આપવી પડે તેમ હોય તો આપતા રહો પણ પ્રાપ્તિ તો કરીને જ રહો !' ખેર, એ ય બિચારા શું કરે ? આખરે એમને વારસામાં સંસ્કાર જ એવા મળ્યા હોય ત્યાં !” i re 2 ( )) Page #10 -------------------------------------------------------------------------- ________________ મચ્છર ! તને ગટર જ ગમે, નદી નહીં. એ કેવું? માંકડ ! તને લોહી પીવું જ ગમે, દૂધ પીવું નહીં. એ કેવું? માખી ! તને વિષ્ટા પર જ બેસવું ગમે, પુષ્પ પર નહીં. એ કેવું? ગળુ વાંદરા દ્વારા પુછાયેલ આ પ્રશ્નનો જવાબ આપતાં ત્રણે જણાએ એક જ વાત કરી કે અમે ત્રણે ય જણાં જેના ઘરમાં રહીએ છીએ એ માણસ જબરદસ્ત નિંદક છે. એ સજ્જનોના દોષો જ જુએ છે, ગુણો નહીં. એ સાધુ પુરુષોના અવર્ણવાદ જ કરે છે, ગુણાનુવાદ નહીં. એ ઉત્તમ પુરુષોને ગાળો જ આપતો રહે છે, સન્માન નહીં. હવે તમે જ કહો. એ નિંદકના ઘરનું ભોજન જ જ્યારે અમારા ત્રણેયનાં પેટમાં વરસોથી ગયું હોય ત્યારે અમારામાં એના જ સંસ્કારો આવે એમાં નવાઈ શી છે? તમે અમને એ દોષોથી મુક્ત કરવા માંગતા હો તો અમને કોક ગુણાનુરાગીના ઘરમાં ગોઠવી દો ! અમારો ગલત સ્વભાવ અમે ફેરવીને જ રહેશું.’ ૧0 Page #11 -------------------------------------------------------------------------- ________________ સમડી ! તારી અધમ મનોદશા પર તને ક્યારેય રડવું નથી આવતું ?' એક વૃક્ષ પર ભેગા થઈ ગયેલ મોરે સમડીને પૂછી લીધું. કઈ અધમ મનોદશા?”, આ જ કે તું ઊડતી હોય આકાશમાં અને અચાનક તારી નજર પડી જાય જમીન પર પડેલા કોક મરેલા ઉંદર પર, તો તું પળની ય વાર લગાડ્યા વિના આકાશની ઊંચાઈને છોડી દેવા તૈયાર થઈ જાય ! મને એમ લાગે છે કે તારા જેવી અધમ મનોદશા તો આ જગતમાં બીજા કોઈની ય નહીં હોય !” વાત તારી સાચી છે પણ એક વાત કહું ? મારા કરતાં ય અધમ મનોદશા તો માણસની છે. એને પૈસા દેખાય છે અને એ પરમાત્મા છોડી દે છે. એને બૈરી દેખાય છે અને એ મા-બાપ છોડી દે છે. એને ભોગસુખો દેખાય છે અને એ સદ્ગુણો છોડી દે છે. એને પ્રલોભનો દેખાય છે અને એ મર્યાદા છોડી દે છે. મને આનંદ હોય તો એટલો જ છે કે હું માણસ જેટલી અધમ તો નથી જ ! Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨૪ વરસના એક યુવકને વેશ્યાલયના પગથિયેથી સિંહ ઘસડીને જંગલમાં લઈ આવ્યો. એ યુવક ભયથી કાંપી રહ્યો હતો. પોતાને છોડી મૂકવા હાથ જોડીને સિંહ પાસે એ કાકલૂદીભર્યા સ્વરે વિનંતિ કરી રહ્યો હતો, પણ સિંહ એમ ને એમ એને છોડી મૂકવા તૈયાર નહોતો. આકાશમાં ઊડી રહેલા ચાતક પક્ષીને એણે હાક મારીને નીચે બોલાવ્યું. જ્યાં ચાતક પક્ષી નીચે આવ્યું ત્યાં એની સામે આંગળી કરીને સિંહે પેલા યુવકને કહ્યું, જોઈ લે આ ચાતક પછીને ગમે તેટલું તે તરસ્યું થાય છે પણ વાદળમાંથી વરસત્તા પાછી સિવાય બીજા કોઈ પણ પ્રકારના પાણીથી એ પોતાની તરસ છિપાવવા તૈયાર થતું નથી. તું માણસ થઈને આ ચાતક પક્ષીથી ય ગયો ? ભોગસુખની આ ઉંમરે લાગેલ તરસને છિપાવવા તું વ્યભિચારની પરબે પહોંચી ગયો? અત્યારે તો તને છોડી દઉં છું પણ હવે પછી ક્યારેય એ પરબે જો તને જોયો છે તો તને જીવતો નહીં છોડું !' ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ કોયલ અને કાગડો, ચકલી અને કબૂતર, મેના અને પોપટ, ગીધ અને સમડી આ બધાં જ પંખીઓ એક જ વૃક્ષ પર ભેગા થઈને ગપ્પાં લગાવી રહ્યા હતા. એમાં કાગડાએ એક ગજબનાક વાત રજૂ કરી. મારું રૂપ ખરાબ છે એ વાત સાચી, મારો અવાજ ખરાબ છે એ વાત સાચી, મારો વર્તાવ ખરાબ છે એ વાત સાચી પણ તો ય એક બાબતનો મને આનંદ છે કે હું માણસ જેવો દંભી તો નથી જ. માણસ કપડાં સરસ પહેરે છે, વક્તવ્ય સરસ આપે છે પણ વર્તન એવું ભયંકર કરે છે કે એના પર વિશ્વાસ મૂકનારો માર ખાધા વિના રહેતો નથી. સાચું કહું? ગયા જનમમાં મેં ઘણાં પાપોની સાથે થોડુંક પણ પુણ્ય કર્યું હશે કે જેના પ્રતાપે હું માણસ બનતો રહી ગયો ! પ્રભુ ! તારી કરુણાનો કોઈ પાર નથી. ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ‘સુખની પાછળ, સંપત્તિની પાછળ, સામગ્રીની પાછળ પાગલ બનીને દોડતો રહેતો તું, આજે સંતોષી બનીને શાંતિથી જીવન પસાર કરી રહ્યો છે. શી વાત છે ?” જંગલમાં પહોંચી ગયેલા ૨૫ વરસના એક યુવકને વરસોથી પરિચિત એના પાળેલા કૂતરાએ પ્રશ્ન પૂછ્યો. ‘આમ તો હું હજીય એ જ રીતે દોડતો હોત પણ એક વાર મેં એક બાળકને પતંગિયા પાછળ દોડતું જોયું. પતંગિયું એના હાથમાં આવ્યું જ નહીં પરંતુ બાળક જેવું શાંતિથી ઊભું રહી ગયું, પતંગિયું એના ખભા પર બેસી ગયું! મેં પતંગિયાને આનું રહસ્ય પૂછ્યું. એણે મને જવાબ આપ્યો ‘આ મારો સ્વભાવ છે. મારી પાછળ જે દોડે છે એના હાથમાં હું આવતું નથી, જે શાંત થઈ જાય છે, એની પાસે ગયા વિના હું રહેતું નથી. પતંગિયાના આ સંદેશને ઝીલી લઈને મેં સંપત્તિ પાછળની દોટ સ્થગિત કરી દીધી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ *** ૧૫ કબૂતર કાગડાને સલાહ આપી રહ્યું હતું. ‘દોસ્ત ! ઊડતાં ઊડતાં થાકી જાય અને બેસવાનું તને મન થાય તો કોક વૃક્ષની ડાળી પર બેસ”, ડળી ન મળે તો કોક મકાનની બારી પર બેસે છે. બારી ન મળે તો કોક અગાસીની પાળી પર બેસો. અરે, એ ય ન મળે તો કો ક ઇલેક્ટ્રિક વાયર પર બેસજે પણ ટી.વી.ના એન્ટેના પર તો ક્યારેય બેસીશ નહીં પણ કેમ ?' ‘આખી માનવજાતને વ્યભિચારના રવાડે ચડાવી દેવાનું કામ જો કોઈ એક જ પરિબળે કર્યું હોય તો એ પરિબળનું નામ છે ટી.વી. અને એ ટી.વી. પર જે પણ બીભત્સ દશ્યો આવે છે એને ઝીલતા રહેવાનું કામ કરે છે એ એન્ટેના. તું એના પર બેસવાની ભૂલ જો ભૂલેચૂકે ય કરી બેઠો તો શક્ય છે કે માલસની જેમ તું ય કદાચ વ્યભિચારના રવાડે ચડી જાય ! ના. આપણા પક્ષીજગતમાં આ પાપનો પ્રવેશ થઈ જાય એ તો કોઈ પણ સંયોગમાં ચલાવી લેવાય તેમ નથી.’ ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ એક વિરાટ વૃક્ષ પર કાગડા, કબૂતર, મેના, પોપટ, મોર, હંસ, ચકલી, સમડી, ગીધ વગેરે તમામ પક્ષીઓની મળેલ અસાધારણ સભામાં સર્વાનુમતે એક ઠરાવ પસાર કરી દેવામાં આવ્યો. જેમાં લખ્યું હતું કે પવિત્ર એવી ધરતી પર બળાત્કાર કરતા રહીને ન ધરાયેલ માણસ જાતે સાગર-નદી અને સરોવરના જળને પણ પ્રદૂષિત કરી નાખ્યા છે અને હમણાં હમણાં વિમાન-રૉકેટ-ઉપગ્રહો-મિસાઇલ્સ વગેરે ઉડાડતા રહીને એણે આકાશને પણ પ્રદૂષિત કરવાનું શરૂ કરી દીધું છે. આપણે માણસજાતને એમ કરતાં રોકી કદાચ ન પણ શકીએ તો ય એ કામ તો આપણે સહુએ કરવાનું જ છે કે આકાશમાં જ્યાં ક્યાંય પણ વિમાન કે રૉકેટ વગેરે જતા આપણને દેખાય, આપણે કોઈએ એ બાજુ ફરકવાનું પણ નથી. માણસજાતથી અને એણે બનાવેલાં રાક્ષસી સાધનોથી આપણે જેટલા દૂર રહીશું એટલા જ આપણે સલામત રહી શકશું. એટલા જ આપણે સ્વસ્થ રહી શકશું.” Page #17 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં બાળકો સાથે લાડ અને પ્યાર કરતી માળામાં બેઠેલી ચકલી ચકલાને વાત કરી રહી હતી. ‘કમાલ છે આ માણસ જાત ! આપણા સમસ્ત પંખી જગતમાં પંખીઓ ચણ લેવા પૂરતા માળામાંથી બહાર નીકળે છે અને ચણ મળી જતાવેંત પુનઃ માળામાં આવીને પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે. જ્યારે આ માણસજાત ? એ માત્ર ચણ લેવા પૂરતી જ અર્થાત ખાવા પૂરતી જ ઘરમાં આવે છે અને બાકીનો આખો સમય એ ઘરની બહાર જ ભટક્યા કરે છે ! આપણામાં આજ સુધી કોઈ દંપતીએ છૂટાછેડા લીધા નથી અને માણસજાતમાં છૂટાછેડાનું પ્રમાણ આજની તારીખે બેસુમાર વધી ગયું છે એની પાછળ શું આવું જ કોક કારણ હશે? ભગવાન જાણે !' 119 Page #18 -------------------------------------------------------------------------- ________________ છે, ધ્રુસકે ધ્રુસકે રડી રહેલ કાગડીને જોઈને કાગડો સ્તબ્ધ થઈ ગયો. ‘પણ તને થયું છે શું, એ તો કહે.” ‘હું આજે બપોરના ચાંચમાં રોટલી લઈને આપણાં ઘર તરફ આવતી હતી. થોડોક થાક લાગતા વચ્ચે આવેલ એક હૉસ્પિટલની બારી પર બેઠી. અને હૉસ્પિટલના કમરાની અંદરનું જે દશ્ય જોયું એ જોઈને હું ચીસ પાડી ઊઠી” ‘શું જોયું તે?' ‘એક ગર્ભવતી યુવતી ડૉક્ટર પાસે આવી અને એણે ડૉક્ટરને વિનંતિ કરી કે મારા પેટમાં રહેલ બાળકને મારે મારી નાખવું છે. તમે એ કામ કરી આપો” ‘શું વાત કરે છે?' અરે, એ ઑપરેશન ટેબલ પર ડૉક્ટરના કહેવાથી સૂઈ ગઈ અને ડૉક્ટરે ગણતરીની પળોમાં એના પેટમાં રહેલ બાળકના ટુકડેટુકડા કરી નાખ્યા. એક મા ડાકણ બની શકે એ હું માની જ નહોતી શકતી પણ મેં મારી સગી આંખે એ જોયું. મારી આંખ સામે અત્યારે ય એ માનવબાળના થઈ ગયેલા ટુકડાઓ તરવર્યા કરે છે. ઓહ ! યુવતી ! તું આટલી બધી ક્રૂર? નીચ? હલકટ ? ૧૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ‘તને રહેવા માટે સુવર્ણનું સરસ પિંજરું મળ્યું છે. બેસવા માટે હીંચકો મળ્યો છે. ખાવા માટે લાલ મરચાં અને જમરુખ તારી સામે જ પડયા છે. ઠંડું પાણી પણ તને જોઈએ ત્યારે મળી રહે છે અને છતાં તારી આંખમાં આંસુ કેમ ?’ ‘પિંજરામાં પુરાયેલ પોપટને એના માલિક શેઠે પ્રશ્ન પૂછ્યો. ‘એક જ કારણ. મને આકાશ દેખાઈ ગયું છે. અહીં પિંજરમાં સલામતી છે, સગવડો છે પણ સ્વતંત્રતા તો આકાશમાં જ છે ને ? શેઠ ! સાચે જ તમે મને જો પ્રસન્ન જોવા માગો છો તો અત્યારે ને અત્યારે જ આ પિંજરમાંથી મને મુક્ત કરીને આકાશમાં ઊડી જવા દો. અને સાચું કહું તો શેઠ, તમે પોતે ય સુખ-સગવડવાળા આ સંસારના પિંજરમાંથી મુક્ત થઈને સ્વતંત્રતાનો અનુભવ કરાવતા ધર્મના ગગનમાં ઊડવા લાગો. વન તમારું સાર્થક બની જશે.' ૧૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ ‘લગ્ન સંબંધી’ ત્રણ ઉકરડા પર અને ચાર વૃક્ષ પર જેની માલિકી છે એવા કનુ કાગડા [વિધુર]ને ઘરકામ કરી શકે, પોતાનાં વૃદ્ધ મા-બાપને સાચવી શકે એવી એક રૂપવતી કન્યાની જરૂર છે. જ્ઞાતિબાધ નથી. ઉંમરબાધ નથી. જાહેરાતનો હેતુ યોગ્ય પસંદગી. તા.ક. પંખી જગતમાં આવી જાહેરાત એકવીસમી સદીનું એક ક્રાન્તિકારી પગલું હોવાના કારણે અમે સહુ કૉલેજીયન કબૂતરો-કાગડાઓ અને પોપટોએ કનુ કાગડાનું જાહેરમાં અભિવાદન કરવાનું આયોજન નક્કી કર્યું છે. તમામ પંખીઓને એ પ્રસંગે પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને હા, અન્ય વિધુર કે વિધવાઓને કનુ કાગડાના રસ્તે જવું હોય તો એ સહુને સહયોગ આપવાનો અમો સહુએ દઢ નિર્ધાર કર્યો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પંખી જગતના ઇતિહાસમાં પહેલી વાર આ કરુણાંતિકા સર્જાઈ હતી કે એક ગીધ એક કોયલનું અપહરણ કરીને ભાગી ગયો હતો. ઘણી તપાસ કર્યા પછી અને ગુપ્તચર વિભાગને એ કેસ સોંપ્યા પછી એ બંને પકડાઈ ગયા હતા. ભરી અદાલતમાં એ બંનેને હાજર કરવામાં તો આવ્યા પણ સહુ પંખીઓ સમક્ષ કોયલે જે બયાન રજૂ કર્યું એ સાંભળીને તો સહુ સ્તબ્ધ થઈ ગયા. ‘ગીધે મારું અપહરણ કર્યું જ નથી. હું પોતે સામે ચડીને રાજીખુશીથી એની સાથે ભાગી ગઈ હતી. આખરે અમે બંને શહેરની એક ખ્યાતનામ કૉલેજના વૃક્ષ પર રોજ બેસતા હતા. ત્યાં પોતાનાં માબાપની આંખમાં ધૂળ નાખીને જલસા કરી રહેલા કૉલેજીયન છોકરા-છોકરીઓને અમે રોજ જોતા હતા. આખરે સત્સંગ [2] ની અસર તો કોને નથી થતી? મારાં માતા-પિતાને મારે એટલું જ કહેવું છે કે અમને બંનેને એ લગ્નજીવનના મંગળ આશીર્વાદ હવે આપી જ દે ! Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એક બાબતમાં આપણે સહુએ મક્કમ થઈ જવાની જરૂર છે કે દિવસ દરમ્યાન છે આપણામાંના કોકે માણસને ત્યાં રહેવું પડે તો રહી જવું પરંતુ રાત થતા પહેલાં તો સહુએ માણસને ત્યાંથી બહાર નીકળી જ જવું' હંસ પોતાને ત્યાં ભેગા થયેલા સહુ પંખીઓને કહી રહ્યો હતો. ‘કારણ કાંઈ ?’ ચકલાએ પ્રશ્ન પૂછ્યો, ‘જવાબ આપો. તમારામાંના કોઈ સાંજના સૂર્યાસ્ત પછી ય ઘરની બહાર રખડે છે ખરું ?’ ‘ના’ ‘સૂર્યાસ્ત પછી ય કોઈ ખેતરમાં કે બીજે ક્યાંય ખાવા જાય છે ખરું ?’ ‘બસ, આ જ કારણસર માણસને ત્યાં આપણામાંના કોઈએ પણ રાત રહેવા જેવું નથી. માણસ રાત પડી ગયા પછી ઘરની બહાર રખડવા પણ નીકળી જાય છે અને લારી-ગલ્લા પર ઊભો રહીને પોતાના પેટમાં ગમે તેવા ધરાઓ હાલવતો પણ જાય છે. આપણે એ દૂષણથી બચતા રહેવું હોય તો કમસે કમ રાતના તો એનાથી દૂર ભાગી જ જવું.' ૨૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનાં દર્શન કરવા જઈ રહેલ એક માખીની નજર અચાનક એક પુલ પરથી પસાર થઈ રહેલ હાથી પર પડી. એણે વિચાર્યું, ‘આમે ય હું ખૂબ થાકી ગઈ છું તો લાવ ને હાથી પર બેસીને જ પુલ પસાર કરી દઉં !' હાથી પર એ બેસી ગઈ અને હાથીના ચાલવાથી એ પુલ કે જે લાકડાનો હતો – ખૂબ હલવા લાગ્યો. પુલ પસાર થઈ ગયા બાદ માખીએ ઊડતા પહેલાં હાથીને કહ્યું, ‘હાથીભાઈ ! આપણે બંનેએ પુલ કેવો હલાવી નાખ્યો ?' એ જ વખતે ત્યાંથી પસાર થઈ રહેલ એક માણસ માખીની આ વાત સાંભળી ગયો. એણે માખીને કહ્યું, ‘માખી ! તારી આ નાદાનિયત ! પુલ હાથીથી હલ્યો કે તમારા બંનેથી ?' ‘મેં કમસે કમ - યશ આપવામાં હાથીને ય મારી સાથે તો રાખ્યો ! તું તો એવો કૃતજ્ઞ છે કે સફળતાના હર ક્ષેત્રમાં નથી તો પરમાત્માને સાથે રાખતો કે નથી તો પુણ્યને સાથે રાખતો ! તારા જેવા કૃતનીનો તો પડછાયો પણ ખોટો !' એટલું બોલીને માખી ઊડી ગઈ ! ર૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ‘છેલ્લા એક મહિનાથી હું જંગલમાં ફરી રહ્યો છું. મને ક્યાંય કોઈનું ય મડદું જોવા મળ્યું નથી. તો શું તમારા જંગલમાં કોઈ પશુ-પંખી મરતા જ નથી ?' શહેરમાંથી આવેલા નગરપાલિકાના પ્રમુખે જંગલના રાજા સિંહને પૂછ્યું. જન્મ જેનો થાય એનું મરણ તો થાય જ ને ? બસ, એ જ ન્યાયે અમારે ત્યાંય પશુ-પંખીઓ મરે તો છે જ પરંતુ સમસ્ત જંગલના પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી અમારે ત્યાં ગીધના સમસ્ત સમાજે લઈ લીધી છે. કોઈ પશુ-પંખી મર્યું નથી અને કોક ગીધે આવીને એનો નિકાલ કર્યો નથી. દુઃખ તો મને એ વાતનું થાય છે કે તમે તમારી જાતને ભલે ડાહી અને સુધરેલી માનતા હો પણ તમારા શહેરમાં કેટલાય માણસોની લાશો કેટલાય કલાકો અને દિવસો સુધી એમ ને એમ પડી રહેતી હોય છે. એ લાશો કહોવાઈ જાય છે અને પર્યાવરણ દૂષિત થતું જાય છે. તમારા સમાજમાં કોઈ ગીધકાર્ય કરે એવો સમાજ નથી ?’ ૨૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ ચાલુ કૉલેજે ગુટલી લગાવીને એક લબાડ યુવક એક રખડેલ યુવતીની સાથે બગીચાના એક ખૂણે રહેલ વૃક્ષ નીચે બેસીને બીભત્સ ચેનચાળા કરી રહ્યો હતો. એમાં અચાનક યુવતીની નજર વૃક્ષની એક ડાળી પર બેઠેલા ઘુવડ પર પડી. ‘તને ઘુવડની વિશેષતા ખ્યાલમાં ખરી?” ‘ના’ ‘એ દિવસે આંધળું હોય છે? | ‘તને કાગડાની વિશેષતા ખ્યાલમાં ખરી?’ ‘ના’ ‘એ રાતના આંધળો હોય છે? આ યુવક-યુવતીની વાત સાંભળીને એમની નજીક જ બેઠેલા ગધેડાએ પોતાની નજીક બેઠેલી ગધેડીને પૂછ્યું, ‘તને આ બંનેની વિશેષતા ખ્યાલમાં ખરી ?' ‘ના’ ‘એ બંને જણા દિવસ અને રાત આંધળા છે' ‘પણ શી રીતે ?' ‘નીતિશાસ્ત્રોમાં કામાંધને ચોવીસ કલાક માટે આંધળો જ કહ્યો છે. વૃક્ષ પર કાગડો-ઘુવડ-કબૂતરપોપટ બેઠા છે. અહીં હું અને તું બેઠા છીએ અને છતાં આ બંને જે કાંઈ કરી રહ્યા છે એ અંધાપાની જ જાહેરાત નથી તો બીજું શું છે ?” ૨૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગરુડના પ્રમુખપણા હેઠળ મળેલ મિટિંગમાં કાગડીબહેનનું આજે સન્માન કરવામાં જ્યારે આવ્યું ત્યારે આખું વૃક્ષ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. પ્રમુખપદને શોભાવી રહેલ ગરુડરાજે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જે એકવીસમી સદીમાં સ્ત્રીઓ પોતાના ખુદનાં બાળકોની પેટમાં જ હત્યા કરીને ડાકણ બની રહી છે એ એકવીસમી સદીમાં આ કાગડીબહેને કમાલનું પરોપકારનું કાર્ય કર્યું છે? શું કાર્ય કર્યું છે ?' પોપટે પૂછ્યું. કોયલબહેન કોક કારણસર પોતાનાં ઇંડાં કાગડીબહેનના માળામાં મૂકી આવ્યા હતા અને છતાં જરાય અણગમો દાખવ્યા વિના કાગડીબહેને કોયલબહેનનાં એ ઈડાંને સેવીને એમને એમનાં બચ્ચાં પાછા આપ્યા છે. પોતાની જાતને બુદ્ધિશાળી માનતી સ્ત્રી પોતાના બાળકની ખૂની બને અને આપણાં કાગડીબહેન કોયલબહેનનાં ઈંડાં સેવા આપે એ કમાલ નહીં તો બીજું શું છે? Page #27 -------------------------------------------------------------------------- ________________ ‘કેમ શા સમાચાર છે ગરુડરાજ !' કાગડાએ તળાવની પાળે બેઠેલા ગરુડ પાસે આવીને પૂછ્યું, આજે તો કમાલ થઈ ગઈ” કેમ શું થયું ?' ‘જંગલના રાજા સિંહે આપઘાત કર્યો કોણે કહ્યું?' કોણે શું કહ્યું? હું પોતે જંગલ પરથી ઊડીને આગળ જઈ રહ્યો હતો અને ત્યાં મારા કાને પશુઓના કોલાહલનો અવાજ આવ્યો. મેં નીચે નજર નાખી તો સિંહની ગુફા આગળ એકઠા થયેલા વાઘ-વરગાય-ગધેડો-થોડો-પાડો-બળદ વગેરે દેખાયા. સહુ રડી રહ્યા હતા. કૂતુહલવશ હું નીચે આવીને એક વૃક્ષની ડાળ પર બેસી ગયો. અને એ જ વખતે વાઘે સહુ પશુઓને શાંત કરીને જણાવ્યું કે ‘આપણાં પ્રાણપ્યારા રાજાએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે” ‘પણ કારણ કાંઈ ?' ‘એમની ગુફામાંથી એમના હસ્તાક્ષરવાળી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે કે તમે માણસ જેવા છો’ આવી ગાળ મને શિયાળે આપતાં એ આઘાત જીરવી ન શકવાના કારણે હું જીવન ટૂંકાવી રહ્યો છું. Page #28 -------------------------------------------------------------------------- ________________ 玩家 ૨૮ બપોરના સમયે. એક મકાનની અગાસીમાં ખુરશી પર પ્રસન્નચિત્તે બેઠેલા કૂકડાને જોઈને આકાશમાં ઊડી રહેલ કબૂતર તુર્ત નીચે આવી ગયું. ‘કૂકડાભાઈ, એક પ્રશ્નનો જવાબ આપશો ?' પૂછો’ ‘રોજ સવારના સૂર્ય ઊગે છે અને તમે માણસને જગાડી દેવા ‘કૂકડે કૂક’ અવાજ કરો જ છો અને છતાં માણસ પથારીમાં જ પડ્યો રહે છે. માણસની આ નઘરોળતા જોઈને તમને એના પર તિરસ્કાર જાગતો નથી ?' ‘તિરસ્કાર તો શું જાગે પણ એની દયા આવે છે. કારણ કે એ મારા જ અવાજને ઘોળીને પી રહ્યો છે એવું થોડું છે? પરમાત્માનાં વચનો ગુરુદેવના મુખે એને સાંભળવા મળી રહ્યા છે - તો ય એ જાગતો નથી. પોતાનાં ઉપકારી માતા-પિતાનાં હિતકારી વચનોને પણ એ ઘોળીને પી રહ્યો છે. આવા નઘરોળ અને કૃતઘ્ની માણસ પ્રત્યે તિરસ્કાર શું કરું ? પ્રભુ અને સત્બુદ્ધિ આપે ! Page #29 -------------------------------------------------------------------------- ________________ મોઢામાં પૂરી લઈને બેઠેલા કાગડાભાઈને જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. એ પૂરી મેળવવા એણે કાગડાભાઈની પ્રશંસા કરી. ‘કાગડાભાઈ, તમારો કંઠ તો ખૂબ સરસ છે. સંગીત ન સંભળાવો ?' મોઢામાં રહેલ પૂરી પગ વચ્ચે દબાવીને કાગડાએ શિયાળને સંગીત સંભળાવી દીધું. ‘કાગડાભાઈ, સાંભળ્યું છે કે તમે નૃત્ય સરસ કરો છો? પગ વચ્ચે દબાવેલ પૂરી મોઢામાં ગોઠવી દઈને કાગડાએ સરસ નૃત્ય ઠોકી દીધું. તે હે કાગડાભાઈ ! ‘તમે નૃત્ય અને સંગીત બન્ને એક સાથે ન દેખાડી શકો?’ પૂરી પેટમાં પધરાવી દઈને કાગડાએ નૃત્ય શરૂ કર્યું અને સાથે સંગીત પણ ચાલુ કર્યું. કાગડાની આ હોશિયારી જોઈને સ્તબ્ધ બની ગયેલ શિયાળે એટલું જ પૂછ્યું, ‘કાગડાભાઈ, આ હોશિયારી ક્યાંથી શીખ્યા ?' ‘તમને ખબર નથી ? ગરુડરાજે હમણાં મારી I.A.S. ઑફિસર તરીકે નિમણૂંક કરી છે !' Page #30 -------------------------------------------------------------------------- ________________ હાઈકોર્ટના એક ન્યાયાધીશે હાઈકોર્ટની પોતાની ઑફિસમાં જ સારસ-સારસીની જોડીને સરસ મજેના પિંજરામાં રાખી હતી. એમની ઑફિસમાં આવતા સહુ કોઈને મનમાં પ્રશ્ન ઊઠતો હતો કે કબૂતરને, પોપટને, કોયલને કે ચકલીને પિંજરમાં ન રાખતા આ ન્યાયાધીશે સારસ-સારસીની જોડીને જ પિંજરમાં કેમ રાખી હશે ? ન્યાયાધીશને એમના કડક સ્વભાવના કારણે કોઈ સીધું પૂછી શકતું નહોતું પણ આખરે એક યુવાન વકીલે હિંમત કરીને એમને જ્યારે આ પ્રશ્ન પૂછી જ લીધો ત્યારે એમણે શાંતચિત્તે અને પૂરી સ્વસ્થતાથી જવાબ આપ્યો કે ‘નાની નાની બાબતોને બહુ મોટું અને ઉગ્ર સ્વરૂપ આપીને જે પતિ-પત્ની મારી પાસે છૂટાછેડા માટે સલાહ લેવા આવે છે એ તમામને હું આ સારસ દંપતીની જોડી બતાવી દઉં છું. લગ્નની કોઈ વિધિ કર્યા વિના ય આ સારસદંપતી જિંદગીની અંતિમ પળ સુધી એક-બીજાનો સાથ નભાવે છે અને તમે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથિથી જોડાયા પછી ય એકબીજાથી છૂટા થવા તૈયાર થઈ ગયા છો ? સમાધાન કરી લો અને સંબંધ નિભાવી લો. YO Page #31 -------------------------------------------------------------------------- ________________ કોયલના સંગીતના જલસામાં એકઠી થયેલ ચિક્કાર પબ્લિકને જોઈને કાગડાના મનમાં એક વિચાર આવી ગયો. ‘રૂપ તો મારું ય કોયલ જેવું જ છે તો પછી કોયલની સાથે હું પણ સહુને મારું સંગીત કેમ ન સંભળાવું?' આ તો કાગડાભાઈ ! આગળ-પાછળના પરિણામનો વિચાર કરે એ બીજા ! વૃક્ષની જે ડાળી પર એ બેઠો હતો ત્યાંથી સીધો ઊડીને એ કોયલની બાજુમાં આવીને બેસી ગયો અને કોઈની ય રજા લીધા વિના એણે પોતાનું ગળું ખુલ્લું મુકી દીધું. ગુસ્સે થયેલ પબ્લિકે પથ્થરબાજી શરૂ કરી. કાગડાની સાથે કોયલને ય ઊડી જવું પડ્યું. બંને એક વૃક્ષની ડાળી પર જઈને બેઠા. અત્યંત ગુસ્સામાં રહેલા કાગડાએ કોયલને કહ્યું, ‘જુઓ કોયલબહેન, ખોટું ન લગાડશો પણ એક વાત નિશ્ચિત છે કે આ દેશના લોકો પક્ષપાતી છે, કળાની એમને કોઈ કદર નથી. આ કડવા અનુભવ પછી મેં તો મનમાં ગાંઠ લગાવી દીધી છે કે સંગીતનો પ્રોગ્રામ હવે આપવો હોય તો પરદેશમાં જ આપવો. કમ સે કમ આપણું ગૌરવ તો જળવાઈ રહે !” ૩૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ અંધારું થતાંવેત ચારેય બાજુ ઊડાઊડ કરવા લાગતા ચામાચીડિયાઓને દીવાલ પર કે છત પર ઊંધા મસ્તકે લટકતા જોઈને ઘુવડને આશ્ચર્ય તો થયું પણ એમાંના એક ચામાચીડિયાને એનું કારણ પૂછતાં એના તરફથી જે જવાબ મળ્યો એ જવાબ સાંભળ્યા બાદ તો ઘુવડનું માથું શરમથી નીચે ઝૂકી ગયું. ‘જો ભાઈ, આ ઘરમાં રહેતા માણસને અમે સહુએ દિવસે જોયો, રુઆબ છાંટતો, ગરમીથી વાતો કરતો, બુદ્ધિના આટાપાટા ખેલતો અને લાખો-કરોડોમાં આળોટતો. પણ રાતના અમે એનું જે પશુસ્વરૂપ જોયું, વાસનાના ગંદવાડમાં આળોટતો અને વાસનાના પાત્ર આગળ ગુલામી કરતો - અમે સ્તબ્ધ થઈ ગયા. અમે સહુએ ભેગા મળીને નિર્ણય કરી લીધો કે દિવસે મર્દાનગી દાખવતા માણસની રાતની નામર્દાઈ આપણે જોવી એના કરતાં આપણે ઊંધા જ થઈ જવું. ન દેખવું કે ન દાઝવું.” ચામાચીડિયાએ જવાબ આપ્યો. ૩૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ હજારો અને લાખો તીડો આજે વિરાટ વડલા પર રહેલા ગરુડરાજના નિવાસસ્થાન તરફ આવવા પોતપોતાના સ્થાનેથી નીકળી ગયા હતા. રસ્તામાં જે પણ પંખીઓ મળ્યા - કાબર ને તેતર, કોયલ ને કબૂતર, કાગડો ને ચકલી - સમયસર વડલા પાસે આવી ગયા પછી લાખો તીડો વતી ૫૦ તીડો ગરુડરાજ પાસે ગયા અને એમના હાથમાં આવેદનપત્ર પકડાવી દીધું. જેમાં લખ્યું હતું કે ‘અમે માત્ર અમારું પેટ ભરવા ખેતરમાં વાવેલા અનાજના દાણા ખાઈએ છીએ અને આ માણસજાત દવાઓ છાંટી છાંટીને અમને ખતમ કરી નાખવાના પ્રયાસો કરે છે જ્યારે આ માણસજાત પોતે જમીનના ટુકડાના લોભે અથવા તો શસ્ત્રોના બજારને ગરમ રાખવાની દુષ્ટ ગણતરીએ હજારો-લાખો માનવીઓને બૉમ્બવર્ષા કરીને ખતમ કરી રહી છે છતાં એને કોઈ પૂછનાર નથી. આપના તરફથી અમને જો લીલી ઝંડી મળી જાય તો અમે શસ્ત્રોનાં તમામ કારખાનાંઓમાં ઘૂસી જઈને બૉમ્બ વગેરે તમામ શસ્ત્રોને નકામાં બનાવી દેવા માગીએ છીએ. માણસજાતની ખોપરી કદાચ ઠેકાણે આવી જાય. Page #34 -------------------------------------------------------------------------- ________________ અચાનક શહેરની મુલાકાતે જઈ ચડેલ હંસ પર એક ખ્યાતનામ પેપરના પત્રકારની નજર પડી ગઈ અને એણે હંસને ઇન્ટર-બૂ આપવાની વિનંતિ કરી. હંસે એ વિનંતિનો સ્વીકાર કર્યો. પત્રકારે પ્રશ્ન પૂછ્યો. શહેર લાગ્યું કેવું ?' સ્મશાન જેવું' શું વાત કરો છો ?' ‘હા. સર્વત્ર અહીં વિવેકના અગ્નિસંસ્કાર થઈ રહ્યા હોય એવું મને દેખાયું. અહીં દરેકના ઘરમાં રહેલ ટી.વી., એ ટી.વી.ના પડદે આવતાં દશ્યો, એ ટી.વી.ની સામે બેસીને ડોળા ફાડી ફાડીને સમસ્ત પરિવારના સભ્યો દ્વારા જોવાઈ રહેલ એ કામુક દશ્યો, પેપરમાં આવતા નગ્ન ફોટાઓ, ગલીએ ગલીએ દીવાલો પર દેખાઈ રહેલ બીભત્સ પોસ્ટરો, કૉલેજના કૅમ્પસમાં ચાલી રહેલ વાસનાના નગ્ન નાચો, ડિસ્કો થેકમાં ચાલી રહેલ વ્યભિચારની રાસલીલાઓ, સાચું કહું? પહેલી વાર મને ખ્યાલ આવ્યો કે વિવેકની આવી જૂર કતલ કરવામાં પશુજગત અને પંખીજગત માનવજગતની સામે ઘણું જ પછાત છે. उ४ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કાગડીના શરીર પરના મેક-અપને જોઈને સ્તબ્ધ બની ગયેલા કાગડાએ એને પૂછ્યું, ‘આ તું ક્યાંથી શીખી ?' ‘શહેરની એક કૉલેજીયન યુવતી સાથે મારે બહેનપણાં થઈ ગયા છે. એણે મને આ શીખવાડ્યું’ વાદળાના ગડગડાટના અવાજને સાંભળતાની સાથે જ ડિસ્કો ડાન્સ કરવા લાગેલા ચકલાને એના પપ્પાએ પૂછ્યું, ‘આ શું ?’ ‘મારા એક કૉલેજીયન યુવક મિત્ર સાથે હું ગઈ કાલે ડિસ્કો થેકમાં ગયેલો. ત્યાં મેં એને આ રીતે નાચતા જોયો અને હું એ નૃત્ય શીખી ગયો. સ્કૂલમાં ભણી રહેલ કોયલના મોઢામાં સિગરેટ જોઈ એના ક્લાસના કબૂતર ટીચરે પૂછ્યું ‘તું સિગરેટ પીતા ક્યાંથી શીખી ગઈ ?' ‘એ તો કૉલેજીયન યુવતીઓ પિકનિક પર ગઈ હતી. ત્યાં એક યુવતીનો મને પરિચય થયો અને એણે મને આ મજા માણતા શીખવાડી દીધું’ અને બીજે જ દિવસે ગરુડરાજના તંત્રીપણાં હેઠળ બહાર પડતા ‘આકાશ સમાચાર'માં આવી ગયું કે જે પણ પંખી શહેરોમાં ચાલતી કૉલેજોના કોઈ પણ યુવક કે યુવતી સાથે પરિચય કેળવશે કે દોસ્તી કરફ એ પંખીનો આકાશમાંથી દેશનિકાલ કરી દેવામાં આવશે.” ૩૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ 39 ‘આધાત તો મને એ વાતનો લાગ્યો છે કે આવો સહેલો વિચાર તમારા ભેજામાં પેદા જ શી રીતે થયો ? વૃદ્ધ મા-બાપ માટે વૃદ્ધાશ્રમ ? અને એ ય આપણા સંસ્કારી ગણાતા પક્ષીજગતમાં ? માનવજગતને તો માફ કરી શકાય કે એની પાસે ‘કૃતજ્ઞતા’ ગુણની એવી લાંબી કોઈ સમજ જ નથી અને એનાં જ કારણે એ ઠેર ઠેર પોતાનાં ઘરડાં મા-બાપો માટે વૃદ્ધાશ્રમો ખોલી રહી છે. અરે, એ જાત તો એવી કૃતઘ્ન છે કે એને બૈરી નથી ગમતી તો એને એ છૂટાછેડા આપી દે છે અને સ્ત્રીના પેટમાં રહેલ બાળક અને નથી જોઈતું તો પેટમાંથી જ એને એ પરલોકમાં રવાના કરી દે છે. હું તમને જ પૂછું છું. ભૂતકાળનાં હજારો વરસોના આપણા ઇતિહાસમાં એક પણ પક્ષીએ પોતાના પેટમાં રહેલ બાળકનું ખૂન કર્યું છે ખરું ? પોતાની પત્નીને રસ્તે રખડતી કરી દીધી છે ખરી ? પોતાનાં મા-બાપ માટે વૃદ્ધાશ્રમ ખોલ્યા છે ખરા ? જો ના, તો તમને બધાયને એવો સડેલો વિચાર આવ્યો જ શી રીતે ?' ગડરાજના લાલ થઈ રહેલ ચહેરાને જોઈને ત્યાંથી તુર્ત જ કૉલેજીયન કાગડો, રખડેલ પોપટ, નઘરોળ ચકલો, બદમાશ હોલો વગેરે પક્ષીઓ ઊડીને ભાગી ગયા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ચકલી કાગડા સાથે ભાગી ગઈ. પોપટે કોયલ સાથે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. કબૂતર મેના સાથે બગીચામાં ફરતું પકડાઈ ગયું. સમડીએ મોટી ઉંમરે ગીધ સાથે છિનાળું કર્યું. પંખી જગતમાં સર્જાયેલ આ ધરતીકંપ જેવી હોનારત પાછળનું કારણ શોધવા નિમાયેલા ત્રણ સભ્યોના તપાસપંચે પોતાનો રિપોર્ટ ગરુડરાજ સમક્ષ રજૂ કર્યો. એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ યુવા પંખીઓ કેટલાક વખતથી માનવ વસાહતમાં આવીને વસ્યા હતા અને તેઓ રોજ માનવજગતમાં બનતા બનાવોના સમાચારો જે પેપર-મેગેઝીનોમાં છપાતા હતા એ તમામ પેપરો અને મેગેઝીનો તેઓ વાંચતા હતા. એમાંથી પ્રેરણા [?] મેળવીને તેઓએ આ બદમાસી કરી છે. એમને જો એ માર્ગેથી પાછા વાળવા હોય તો એનો એક જ રસ્તો છે, એમને માનવવસાહતથી દૂર છેક જંગલનાં વૃક્ષો પર ગોઠવી દેવા. સહુની ડાગળી ઠેકાણે આવી જશે. ૩૭. Page #38 -------------------------------------------------------------------------- ________________ ‘મચ્છર માણસનું લોહી ચૂસે છતાં તમે એને એવોર્ડ આપો એ કેવું?' હંસને કાગડાએ પ્રશ્ન પૂછ્યો. ‘તારી વાત સાચી છે પરંતુ એનામાં એક ગુણ છે.' ‘કયો?' એ સૂર્યની આમન્યા રાખે છે. એટલે કે સૂર્યની હાજરીમાં એ લગભગ કોઈનું ય લોહી પીતો નથી. બસ, એના આ એક ગુણના કારણે જ એને એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘તો પછી માખીને શા માટે એવોર્ડ અપાયો?' ‘એ ચન્દ્રની આમન્યા રાખે છે. એટલે ! તે ક્યારેય માખીને રાતના ઊડતી જોઈ ખરી? ના. એ રાતના ચન્દ્રની હાજરીમાં ક્યારેય વિષ્ટા પર બેસતી નથી. એના એ મસ્ત ગુણના કારણે જ એને એવોર્ડ આપવામાં આવ્યો છે. બાકી કાગડાભાઈ, સાચું કહું ? મચ્છર અને માખી, માણસ કરતાં લાખ દરજ્જુ સારા છે કારણ કે માણસ નથી તો સૂર્યની આમન્યા રાખતો કે નથી તો ચન્દ્રની આમન્યા રાખતો ! એ ભરબપોરે ય કાળાં પાપ કરે છે તો પૂનમની ધવલ રાત્રિએ ય કાળાં પાપ કરે છે !' ૩૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૯) વૃક્ષની ઊંચી ડાળ પર સમડી અને ચકોર, બંને ભેગા થઈ ગયા. વાતમાં ને વાતમાં સમડીએ ચકોરને પૂછી લીધું. ‘મને હજી એ સમજાતું નથી કે માણસજાતે જે પણ કવિતાઓ બનાવી છે. એમાંની મોટા ભાગની કવિતાઓમાં તારી સ્તુતિ છે અને મારી નિંદા છે. કારણ શું છે?' ‘સાવ સીધુંસાદું કારણ છે. તમે આકાશમાં ભલે ગમે તેટલા ઉપર હો, તમારી નજર કાયમ નીચે જમીન તરફ જ હોય છે અને જમીન પર પણ તમારી નજર મડદાં જ શોધતી હોય છે. જ્યારે રાતોની રાતો હું ઘણી ય વાર ધરતી પર હોઉં છું પણ ત્યારે ય મારી નજર આકાશ તરફ જ હોય છે અને આકાશમાં મારી નજર ચન્દ્રને જ શોધતી હોય છે. સમડીબહેન આપણે ક્યાં છીએ એ જેટલું મહત્ત્વનું હોય છે એના કરતાં અનેકગણું મહત્ત્વ તો આપણી નજર ક્યાં હોય છે એ હોય છે ! નિંદા-સ્તુતિ પાછળનું કારણ સમજાઈ ગયું ને? ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ શહેરના મુખ્ય માર્ગના છેડે રહેલા એક વૃક્ષની ડાળ પર ‘બ્યુટી પાર્લર'ની જાહેરાતવાળું બોર્ડ ગરુડરાજના વાંચવામાં આવ્યું અને એ પળની ય વાર લગાડ્યા વિના આકાશમાંથી નીચે ઊતરી આવ્યા. ‘બ્યુટી પાર્લર’ના બોર્ડ પાસે બેઠેલ કાગડીની એમણે બોચી પકડી. ‘નીચ ! નાલાયક ! હલકટ ! માણસ જાતનો ચેપ તને લાગ્યો? વેશ્યાઓ, કોલગર્લો, મોડેલો અને અભિનેત્રીઓ પેદા કરવાનું કારખાનું તે આપણાં પંખીજગત માટે ખોલી નાખ્યું? તને ખબર છે ખરી, ‘બ્યુટી પાર્લર’ની શોધ માણસજાતે શા માટે કરી છે ? એ ઇચ્છે છે કે સ્ત્રીઓ બજારુ બની જાય, પુરુષો માટે સ્ત્રીઓ “માલ” બની જાય. સ્ત્રીઓ ઘરેણાંનું પ્રતિનિધિત્વ ન ધરાવતાં શેરડીનું પ્રતિનિધિત્વ ધરાવતી થઈ જાય. જે પણ ચૂસવા માગે એ ચૂસતા રહે અને પછી એને ફેંકી દે ! આ પાપ તું પંખીજગત માટે ખોલી બેઠી ?' ગરુડરાજના આ આક્રોશને જોઈને કાગડીએ બ્યુટી પાર્લર પર કાયમનાં તાળાં લગાવી દીધા ! Page #41 -------------------------------------------------------------------------- ________________ ‘મોબાઇલ' અને એ ય કાબરના માળામાં? ‘બ્રાઉન-સ્યુગર’ અને એ ય કાગડાની ચાંચમાં? ‘બ્લ્યુ ફિલ્મની કેસેટ અને એ ય ચકલીના ઘરમાં? ગંદુ સાહિત્ય” અને એ ય પોપટના હાથમાં? ગુપ્તચર વિભાગના વડા કલ્લુ ગીધે જ્યારે આ રિપોર્ટ ગરુડરાજ પાસે રજૂ કર્યો ત્યારે ગરુડરાજની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ‘આ દૂષણ આપણા રાજમાં ? કારણ શું છે?' ‘એક જ કારણ છે. પંખીઓને શિક્ષિત બનાવવા આપણે વડલાના વૃક્ષ પર જ કૉલેજ શરૂ કરી છે. એ કૉલેજમાં આવા બધા ગોરખધંધા સિવાય બીજું કાંઈ જ ચાલતું નથી. સાચે જ આપણે જો આપણા પ્રજાજનનાં બાળકોના સંસ્કારો સુરક્ષિત કરી દેવા માગીએ છીએ તો ગુંડાઓ અને વ્યભિચારીઓની આખી જમાતને પેદા કરતી આ કૉલેજ આજે ને આજે જ બંધ કરી દેવાની જરૂર છે. મગજ ખાલી રહે એ ચાલે પણ એમાં વિષ્ટા તો શું ભરાય ?' Page #42 -------------------------------------------------------------------------- ________________ ‘કોયલ” એની પાસે કંઠ સરસ, કબૂતર' એની પાસે હૈયું સરસ. ‘કાકાકૌઆ’ એની પાસે રૂપ સરસ. કાબર’ એની પાસ પાંખ સરસ. આ ચારેયને સાથે ને સાથે જ ફરતા જોઈને કાગડાના મનમાં વિચાર આવ્યો કે કોયલ, કબૂતર, કાકાકૌઆ અને કાબર આ ચારે ય જો ‘ક’ રાશિના કારણે દોસ્ત બની ગયા હોય તો મારી રાશિ પણ ‘ક’ જ છે ને? મને એ લોકો પોતાની દોસ્તીમાં સામેલ કેમ ન કરે ?' આ વિચાર કાગડાએ એ ચારે ય વચ્ચે રજૂ કર્યો. અને કોયલે એ સહુ વતી જવાબ આપી દીધો કે ‘કાગડાભાઈ ! એમ તો ગજરાજ અને ગર્દભરાજની રાશિ પણ સમાન જ હોય છે ને? અને છતાં એ બંને વચ્ચે દોસ્તી જો શક્ય નથી બનતી તો એ જ ન્યાય તમારે અહીં સમજી લેવાનો છે. અમારા ચારેયની દોસ્તીના કેન્દ્રમાં ‘રાશિ’ સમાન છે એ નથી ‘રૂચિ' સમ્યક્ છે એ છે ! તમે એના સ્વામી બનીને આવો. તમારી દોસ્તી કબૂલ છે. ૪૨ T Page #43 -------------------------------------------------------------------------- ________________ આકાશમાંથી હકાલપી કરવામાં આવી છે” કલ્લુ કાગડાની, એકલા એકલા ખાવાનું શરૂ કરવા બદલ. બલ્લુ પોપટની, વિષ્ટા પર બેસવાનું ચાલુ કરવા બદલ. ચીંકી કોયલની, રખડુ ચકલા સાથે મોડી રાત સુધી ફરવા બદલ. કીડી કાબરની. શહેરની કૉલેજમાં ભણવા જવાની જિદ્દ કરવા બદલ. મધમાખીની, ભૂંડની પીઠ પર સવારી કરવાનું ચાલુ કરવા બદલ. નટુ તેતરની, અપશબ્દો બોલવાનું શરૂ કરવા બદલ. ચીમન ગીધની, બિયર બારમાં જઈને દારૂ પી લેવા બદલ. આ તમામ પંખીઓને આકાશમાંથી દૂર ચાલ્યા જવાનો ઑર્ડર ગડરાજે કરી દીધો તો છે પરંતુ એ સહુએ ગરુડરાજ પાસે દયાની અરજી કરતા હાલ પૂરતો એ ઑર્ડરનો અમલ થોડાક સમય પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આમ છતાં તમામ પંખીઓને ચેતવણી આપવામાં આવે છે કે આમાંના એક પણ પંખી સાથે કોઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો નથી.' આકાશ સમાચાર તા. ૫૫ ૨૦૦૫ ૪૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભર બપોરે બાર વાગે ય જે ઘટાદાર વૃક્ષની ડાળીઓની આરપાર સૂર્યકિરણ પ્રવેશી શકે તેમ નહોતું એવા અંધારિયા વૃક્ષની ઓથમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર ગુપ્તચર વિભાગે છાપો મારતા જે વસ્તુઓ પકડાઈ એની યાદી નીચે મુજબ છે. ચલુ કાગડા પાસેથી બ્લ્યુ ફિલ્મની કેસેટો. પલ્લુ પોપટ પાસેથી ગંદુ સાહિત્ય. કલુ ચકલા પાસેથી દારૂની બૉટલો. ખલ્લુ કબૂતર પાસેથી હલકાં મેગેઝીનો. ગલ્લુ તેતર પાસેથી બ્રાઉન સુગર. છલુ તીડ પાસેથી વિદેશી સિગરેટો અને ભલ્લુ ગીધ પાસેથી એ.કે. ૪૭ ની રાઇફલો. આ તમામને રિમાન્ડ પર લેવામાં આવતા એ સહુએ પોતાનો ગુનો કબૂલી તો લીધો છે પરંતુ એ તમામ પાસેથી જાણવા મળ્યું છે કે એમને આવી બધી પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા મળી હતી શહેરની કૉલેજોમાં ભણી રહેલ યુવક-યુવતીઓ પાસેથી. આશ્ચર્યોનું આશ્ચર્ય તો એ સર્જાયું છે કે આ દરોડા દરમ્યાન વૃક્ષની નીચે જ રહેલા દસ-બાર કૉલેજના યુવક-યુવતીઓએ આ તમામ બદમાસ પંખીઓને બચાવવા ગુપ્તચર વિભાગના માણસો પર જબરદસ્ત પથ્થરમારો કર્યો છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પોપટ અને કબૂતર, બંનેનાં મુખ પર ગહરી ચિંતા હતી. પોપટ કબૂતરને કહી રહ્યો હતો. 'શું કરશું આ માનવજાતનું ? આપણા સમસ્ત પંખીજગતનું એક માત્ર આશ્રયસ્થાન છે વૃક્ષો અને આ માનવજાત દેશના વિકાસના નામે લાખો વૃક્ષોનો ખાત્મો રોજ બોલાવી રહી છે. એને રસ્તાઓ પહોળા કરવા છે. એ રસ્તાઓ પર એ ગાડીઓ અને ટ્રકો, સ્કૂટરો અને સાઇકલો દોડાવવા માગે છે. પોતાના વ્યભિચારોને પોષવા એ વૉટરપાર્કો-રિસોર્ટો અને હવાખાવાનાં સ્થળોની મુલાકાતો લેવા માગે છે અને એ માટે એને હાઈ-વે વધુ અનુકૂળ પડે છે. અને હાઈ બનાવતા રહેવા માટે એ લાખો વૃક્ષોની છાશવારે ને છાશવારે કત્લેઆમ કરતી રહે છે. કોણ સમજાવે એ માલસજાતને કે એક બંગલો તૂટે છે ત્યારે તમારું એક કુટુંબ જ બે-ઘર થાય છે પણ એક વૃક્ષ તૂટે છે ત્યારે તો પંખીઓનાં કેટલાંય કુટુંબો બે-ઘર થઈ જાય છે ! જો આમ જ વૃક્ષો કપાતાં રહેશે તો આપણા સહુના અસ્તિત્વનું થશે શું ? આપણે ઉપવાસ પર ઊતરી જઈએ તો કેમ ? ૪૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગરુડરાજ સાથે આજે ગીધસમાજના આગેવાનોની અગત્યની મિટિંગ હતી. ઔપચારિક વાતો કર્યા પછી ગરુડરાજે એ આગેવાનો સમક્ષ અગત્યનો પ્રસ્તાવ રજૂ કર્યો, ‘પશુજગતને ભલે આપણા પંખીજગત સાથે ખાસ કોઈ નાતો નથી પરંતુ એક બાબતમાં આપણે અને એ સહુ સમાન છીએ. આપણે અબોલ છીએ તો એ સહુ પણ અબોલ છે. એમની કઠિનાઈ આપણા કરતા વધુ એ છે કે તેઓ આપણી જેમ ઊડી શકતા નથી અને એના જ કારણે માણસો દ્વારા તેઓ જલદી પકડાઈ જાય છે. મારી તમને સહુને એક વિનંતિ છે કે હૂંડિયામણ મેળવવાના હડકવામાં હજારો-લાખો પશુઓને મોતને ઘાટ ઉતારવા માણસજાતે જે કતલખાનાંઓ ખોલ્યા છે, કમસે કમ તમારા સમાજે એ કતલખાનાંઓ પર ઊડવાનું તો બંધ કરી દેવું જ જોઈએ. પેટ ભરવા માટે તમારી પાસે બીજા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. માણસજાત દ્વારા આચરાતી ક્રૂરતામાંથી લાભ ઉઠાવવાનું તમે બંધ ન કરી શકો ?' આટલું બોલતા બોલતા ગરુડરાજનું ગળું રુંધાઈ ગયું. ૪૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ મોર, છે હંસ અને ગરુડ ! જમીન ક્ષેત્રનો વડો હતો મોર. જળ ક્ષેત્રનો વડો હતો હંસ અને આકાશ ક્ષેત્રનો વડો હતો ગરુડ. આ ત્રણે ય પાંખના વડાઓની મળેલ મિટિંગમાં સર્વાનુમતે એ નિર્ણય લેવાયો કે આપણે તમામ પંખીઓએ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અનુકરણ કરવું હોય તો પશુજગતનું કરવું પણ માણસજગતનું અનુકરણ તો ન જ કરવું. સિંહ ભલે કોક પશુનો શિકાર કરે પણ છે તો ય માત્ર પોતાનું પેટ ભરવા જ ! વાંદરો ભલે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદાકૂદ કરે છે પણ તો ય પોતાનું જીવન ટકાવવા જ ! એક ભેંસ બીજી ભેંસ સામે ભલે શિંગડાં ભરાવે છે પણ તો ય પોતાની જાતને સલામત રાખવા જ ! જ્યારે માણસજાત ?, મોજશોખ માટે, સંપત્તિ માટે, ભોગસુખો માટે જે કાવાદાવાઓ અને ખૂન-ખરાબાઓ કરે છે, યુદ્ધો લડે છે અને લોહીની નદીઓ વહેવડાવે છે એની ક્રૂરતા, કાતિલતા અને કુટિલતાનો તો કોઈ જોટો જડે તેમ નથી ! સાવધાન ! માણસજાતનો તો પડછાયો પણ આપણે લેવા જેવો નથી. T ૪૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ પાણી નદીનું જ પીધું હતું અને છતાં એક સાથે પ૦ કબૂતરો રામશરણ થઈ ગયા. ફળો વૃક્ષ પરનાં જ ખાધા હતા અને છતાં એક સાથે ૧OO પોપટો પરલોકમાં રવાના થઈ ગયા. ફિરવા મહાબળેશ્વર જ ગયા હતા અને છતાં ત્યાંની હવામાં એક સાથે સેકડો ચકલાઓ અને તેતરો મરી ગયા. ગરુડરાજના આદેશ હેઠળ એ તમામે પંખીઓના શબનાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા અને પોસ્ટમૉર્ટમનો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ ‘આકાશ સમાચાર'માં છપાતા પંખીજગતમાં ખળભળાટ મચી ગયો. રિપોર્ટમાં લખ્યું હતું કે ‘ફૅક્ટરીઓમાં પેદા થતો બધો જ ઝેરી કચરો નદીના પાણીમાં ઠાલવવામાં આવ્યો હતો, વૃક્ષને રાસાયણિક ખાતરથી જ મોટું કરવામાં આવ્યું હતું અને હવાખાવાના સ્થળની હવામાં સિગરેટના ધુમાડાઓનું બેહદ પ્રમાણ હતું. માનવસર્જિત આ પ્રદૂષણના કારણે જ પંખીઓનાં મોત થયાં છે. તમામ પંખીઓને જાણ કરવામાં આવે છે કે માનવસર્જિત વાતાવરણથી દૂર જ રહે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આંબાના વિશાળ વૃક્ષ પર ચાલી રહેલ નર્સરીમાં સ્કૂલનાં પંખીબાળોને ભણાવી રહેલ ક્લાસટીચર કોયલબહેને એક દિવસ સહુને સુંદર સલાહ આપી કે ‘જુઓ, આપણે ઊડતા ઊડતા થાકી જવાના કારણે ક્યારેક આકાશમાંથી ધરતી પર આવી પણ જઈએ છીએ તો ય નીચે જો અગ્નિ દેખાય છે તો આપણે તમામ તાકાત કેળવીને કાં તો પાછા ઊડી જઈએ છીએ અને કાં તો ધરતી પર બીજે ચાલ્યા જઈએ છીએ. તમને સહુને મારી ખાસ સલાહ છે કે તમારે આ રીતે ક્યારેક ધરતી પર આવવાનું બને તો ક્યારેય માણસે બનાવેલ મનોરંજનના એક પણ સ્થળ પર ઊતરશો નહીં, એક પળ માટે ય એ સ્થળ પર બેસશો નહીં. કારણ કે મનોરંજનનાં એણે બનાવેલ તમામ સ્થળો વિલાસ-વ્યભિચાર-વ્યસન અને વિકૃતિનાં જ વાહક છે. શક્ય છે કે તમે ત્યાં બેસો અને તમને એ સ્થળો પર રહેલ વાતાવરણની અસર થઈ જાય અને તમારામાં પણ એ તમામ દૂષણો આવી જાય કે જે દૂષણોથી આજે માનવજાત વ્યાપ્ત બની ગઈ છે. આખરે તમારા શિરે આપણા બાપ-દાદાના સંસ્કારો જાળવવાની જવાબદારી છે. અસાવધ રહો એ તો શું ચાલે ? ૪૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ ‘માનવો પાસે આજે જે કાંઈ પણ છે એમાં તમને સૌથી વધુ ભયંકર ચીજ કોઈ લાગી હોય તો એ શી છે? અને શા માટે ?' માત્ર બે લીટીમાં લખો. એમ.એ.ના કલાસમાં પરીક્ષામાં પુછાયેલ આ પ્રશ્નનો જવાબ સહુએ પોતપોતાની રીતે લખ્યો. એની આંખો ભયંકર છે. કારણ કે એમાં ઈર્ષાની આગ ભભૂકે છે.' કાગડાએ લખ્યું. ‘એની જીભ ભયંકર છે કારણ કે સંબંધોમાં આગ લગાડવા સિવાય એ બીજું કાંઈ જ કરતી નથી.' ચકલાએ લખ્યું. ‘એના હાથ ભયંકર છે. કારણ કે સતત હિંસામાં જ રોકાયેલા રહે છે, પોપટે લખ્યું ‘એના પગ ભયંકર છે. કારણ કે સતત ગલત સ્થાનો પર જ દોડતા રહે છે.' પતંગિયાએ લખ્યું. ‘એની બુદ્ધિ જ ભયાનક છે કારણ કે યુદ્ધનાં, વ્યભિચારોનાં, વ્યસનોનાં, વિકારનાં અને વિલાસનાં તમામ આયોજનો ત્યાંથી જ પેદા થાય છે.' હંસે લખ્યું. હંસને એના આ જવાબ બદલ યુનિવર્સિટી તરફથી સુવર્ણચન્દ્રક મળ્યો. પ0 Page #51 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં સૂનમૂન થઈને બેઠેલા હંસને જોઈને વૃક્ષની ડાળી પર બેઠેલ કોયલ સ્તબ્ધ થઈ ગઈ. ઊડીને એ તુર્ત નીચે આવી. આપ અહીં ?' ‘અહીં ન આવે તો બીજે જાઉં ક્યાં?' આપનું સ્થાન અહીં ન હોય, કાં તો માનસરોવર હોય અને કાં તો નિર્મળ જળથી ભરેલ સરોવર હોય. આ જંગલ તો અમારા જેવા પંખીઓ માટે છે.' ‘તારી વાત સાચી પણ હમણાં સત્તાસ્થાને જે પણ સરકારો આવે છે એ તમામને મત્સ્યોદ્યોગના વિકાસમાં જ રસ છે. જળનાં જે પણ સ્થાનો છે એ તમામ સ્થળોમાં અત્યાર સુધી માત્ર દરિયા અને નદીઓ જ હતી પરંતુ હવે એણે સરોવરો પર પણ નજર બગાડી છે. એનાં ટેન્ડરો એ મંગાવી રહી છે. તમામ સરોવરો હવે માછલાંઓથી ગંધાઈ રહ્યા છે. હું તો મોતીનો ચારો ચરનાર હંસ છું. માછલાંઓ વચ્ચે શું રહી શકે ? હવે તો જંગલ એ જ ઝિંદાબાદ છે ! કે કામ કરી Page #52 -------------------------------------------------------------------------- ________________ ‘ચાષ ! તારી પાસે શબ્દ નથી તો ય તું પ્રસન્ન છે. કારણ ?' હા. કારણ કે મારી પાસે રૂપ તો છે ને? ક્રૌંચ ! તારી પાસે રૂપ નથી તો ય તું મસ્ત છે, કારણ ? હા. મારી પાસે વસ્તૃત્વકળા તો છે ને ?' ભ્રમર ! તારી પાસે આકર્ષક રૂપ પણ નથી અને અસરકારક વક્તવ્ય નથી તો ય તું આનંદિત છે. કારણ ? હા, કારણ કે મારી પાસે સદ્ આચરણ તો છે ને? મોર ! તારું વર્તન જોઈએ તેવું સરસ નથી તો ય તું આનંદિત છે. કારણ ? હા. કારણ કે મારી પાસે રૂપ સુંદર છે તો શબ્દોનો વૈભવ પણ જોરદાર છે. હંસ ! તારા અવાજમાં એવું માધુર્ય નથી છતાં તું આટલો બધો મસ્ત છે. કારણ ? હો. કારણ કે મારી પાસે રૂપ સરસ છે તો વર્તન તો મારું સહુ માટે પ્રશંસનીય છે. ગરુડરાજ ! આમ છતાં અમારા સહુ પક્ષીઓમાં ધન્યવાદનો અધિકારી તો એક માત્ર પોપટ જ છે કે જેની પાસે રૂપનો વૈભવ છે, શબ્દોનું માધુર્ય છે અને સદ્વર્તનની બહુમૂલ્ય મૂડી છે. પરે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૩ બળદ અને ઘોડો, બંને રડી રહ્યા તો હતા જ પરંતુ બંને જણા એકબીજાનાં આંસુ પોતપોતાની જન્મ ારા લૂછી રહ્યા હતા. આકાશમાં ઊડી રહેલ કબુતરે આ કરણ દશ્ય જોયું અને એ સ્તબ્ધ થઈ ગયું. બંને દુઃખી ? લાવ, એમને પૂછ્યા તો દે એમનાં દુઃખનું કારણ ! કબૂતર એ બંને પાસે આવ્યું, ‘તમે બંને રો છો કેમ ?' ‘ભાઈ કબૂતર ! ખેડૂત જ્યારથી ખેતરમાં ટ્રેક્ટર લઈ આવ્યો છે એ દિવસથી અમારી સમસ્ત બળદ જાતિની પનોતી શરૂ થઈ છે. ટ્રૅક્ટરના કારણે અમે નકામા થઈ ગયા છીએ. અને કામ વિનાના થઈ ગયા હોવાના કારણે અમારી જ્ઞાતિના લાખો સભ્યોને માણસજીને કતલખાનામાં ધકેલીને કાપી નાખ્યાં છે. આવતી કાલે મારો નંબર પણ . . . ' આટલું બોલતા બળદ પુનઃ રડી પડ્યો. ‘રસ્તા પર ગાડી અને ટ્રકો આવી, માણસે અમને છૂટા કરી દીધા. અને અમે ય બળદના હસ્ત ધકેલાઈ રહ્યા છીએ.” રડતા રડતા ધોડો બોલ્યો. ‘માનવ ! આ બધાના નિઃસાસા લઈને તું શું સુખી થઈશ ?’ આટલું બોલીને કબૂતર ઊડી ગયું. ૫૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ બંગલાના કમ્પાઉન્ડમાં ચણ ચણી રહેલા ચકલીના બચ્ચાની તંદુરસ્તી અને મુખ પરની પ્રસન્નતા જોઈને આશ્ચર્યચકિત બની ગયેલા એ બંગલાના માલિકના દીકરા પિન્ટેએ ચકલીના બચ્ચાને પૂછ્યું. ‘તારી તંદુરસ્તી અને પ્રસન્નતાનું રહસ્ય શું છે ?” ‘પ્રથમ રહસ્ય એ છે કે મને ભોજન કાયમ માટે મારી મમ્મી જ કરાવે છે. માતૃરસ્તેન મોનનમ્' નું જે સૂત્ર તમારે ત્યાં પ્રચલિત છે એનો અમલ તમારે ત્યાં લગભગ થતો નથી અને એ સૂત્રનો અમારા પંખીજગતમાં ક્યારેય ભંગ થતો નથી. બીજું રહસ્ય એ છે કે “માતૃમુન શિક્ષણમ્' શિક્ષણ તો માતાના મુખે જ મળવું જોઈએ આ સૂત્રનો અમલ અમારા પંખીજગતમાં એકદમ બરાબર થઈ રહ્યો છે. ટૂંકમાં, મમ્મીના હાથે ભોજન, એ છે મારી તંદુરસ્તીનું રહસ્ય અને મમ્મીના મુખે શિક્ષણ, એ છે મારી પ્રસન્નતાનું રહસ્ય.’ ચકલીના બચ્ચાએ પિન્ટને હસતા હસતા જવાબ આપ્યો. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૫ શહેરની કૉલેજમાં ભણવા ગયેલ કાગડો ડૉક્ટર થઈ ગયાના સમાચાર વૃક્ષ પર મળેલ પંખીઓની સભામાં આવ્યા અને પંખીઓના ચહેરા પરની ચમક ઊડી ગઈ. ‘હવે આપણે ત્યાં ખોરાકમાં કોઈ નિયંત્રણ રહેવાનું નહીં કારણ કે ડૉક્ટરો ભોજન પરના નિયંત્રણમાં માનતા જ નથી’ મોરે પોતાની વેદના વ્યક્ત કરી. ‘હવે આપણે ત્યાં સદાચારની વાત રહેવાની નહીં કારણ કે ડૉક્ટરો સદાચારમાં માનતા જ નથી' હંસે પોતાની વ્યથા વ્યક્ત કરી. ‘આ બધું તો ઠીક છે પણ સૌથી મોટો ડર તો મને બીજો જ છે' કોયલ બોલી. ‘શેનો ડર છે ?’ પોપટે પૂછ્યું, ‘આટલાં વરસોના ઇતિહાસમાં એક પણ પંખી માતાએ પોતાના પેટમાં રહેલ બાળકની સામે ચડીને હત્યા કરી નથી. હવે એ ખતરનાક પાપ આપણે ત્યાં ચાલુ થઈ જવાનું. કારણ કે વસતિ નિયંત્રણની બોગસ દલીલો દ્વારા ડૉક્ટરો ગર્ભપાતની સતત હિમાયત કરતા રહે છે. ઓહ ! શું કરશું આપણે ?’ ‘એક કામ કરીએ. ડૉક્ટર બનીને કહ્યું કાગડો અહીં આવે ત્યારે એની ડૉક્ટરની ડિગ્રી જ આપણે આંચકી લઈએ.’ ૫૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ આકાશનો રાજા ગરુડ આજે વનના રાજા કેસરી સિંહને મળવા એની ગુફામાં પહોંચી ગયો હતો. અલબત્ત, સમસ્ત પંખીજગતમાં અને સમસ્ત પશુજગતમાં આ બંને રાજાઓની મુલાકાતે ગજબનાક આકર્ષણ જમાવ્યું હતું પરંતુ લગભગ એક કલાક જેટલી ચાલેલ મુલાકાત બાદ જે જાહેરનામું બહાર પડ્યું એ વાંચીને બધાએ રાહતનો દમ ખેંચ્યો. જાહેરનામામાં લખવામાં આવ્યું હતું કે સલામતી ચાહે પશુઓની હોય કે પંખીઓની હોય, એનાં કેન્દ્રસ્થાને વૃક્ષો જ છે. માણસજાતને હડકવા લાગ્યો છે ઔદ્યોગિક વિકાસનો અને એ માટે એણે શરૂ કર્યું છે લાખો વૃક્ષોનું નિકંદન કાઢવાનું. જો આપણે સહુએ ટકી રહેવું હોય તો વૃક્ષોને બચાવવા જ જોઈએ અને વૃક્ષોને બચાવી લેવા માટે માણસજાતને વૃક્ષો પાસે આવતા આપણે અટકાવી દેવો જ જોઈએ. અમે સમસ્ત પશુપંખીઓને આ જાહેરનામા દ્વારા જાણ કરીએ છીએ કે તમામ પ્રયાસોથી માણસજાતની જંગલ પ્રવેશ માટે નાકાબંધી કરી જ દો. એનો ઔદ્યોગિક વિકાસ આપણાં જીવનનો નાશ કરી દેનારો બને એ તો શું ચાલે? Page #57 -------------------------------------------------------------------------- ________________ એક જ વૃક્ષ નીચે કોયલ, ચકલી, મરઘી વગેરે પંખિણીઓના મહિલા મંડળની મિટિંગ ચાલી રહી હતી અને ત્યાં અચાનક એક કૉલેજીયન યુવતી આવી ચડી. હોઠે લિપસ્ટીક, પગે મહેંદી, વાળ કાપેલા. એને જોઈને કોયલે ઢેલને પૂછ્યું. ‘આ કોણ છે?' ‘કેમ, ઓળખી નહીં? કૉલેજીયન યુવતી છે !' ‘પણ એ આવી ડાકણ જેવી કેમ દેખાય છે?' ‘એ તો એવું છે ને કે એની પાસે સહજ સૌંદર્ય છે નહીં એટલે એને રોજ ‘બ્યુટી પાર્લર’ની મુલાકાત લેવી પડે છે અને બ્યુટી પાર્લરનું આ જ કામ છે. તમને એ એવા બનાવી દે કે તમારા સ્વજનો ખુદ તમને ઓળખે નહીં. આ આ તો કૉલેજીયન યુવતી છે. બાકી જો યુવતી પરણેલી હોય અને એ બ્યુટી પાર્લરમાંથી નીકળીને એના પતિને મળવા જાય તો એને જોઈને એનો પતિ ખુદ એને પૂછવા લાગે કે “બહેન, તમે કોણ છો?' Page #58 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષની ઘટાદાર છાયામાં એકઠાં થયેલ પંખીઓ ગામગપાટા લગાવી રહ્યા હતા પણ કેન્દ્રસ્થાને વિષય હતો. ‘માણસ માટે આપણે કેટલા ઉપયોગી છીએ ? ‘હું માણસની ગંદકી દૂર કરું છું’ કાગડો બોલ્યો. મારી ચરક માણસને પા-મુક્ત કરે છે. કબૂતર બોલ્યું. ‘મારું નૃત્ય માણસને આહ્વાદિત કરે છે’ મોર બોલ્યો. ‘મારો અવાજ પાછળ માણસ પાગલ છે' કોયલ બોલી. મને પાળવામાં માણસને મજા આવે છે’ પોપટ બોલ્યો. ‘પડ્યા રહેતાં મડદાંઓની દુર્ગંધથી હું માણસજાતને બચાવું છું’ ગીધ બોલ્યું. ‘હું સવારના માણસને ઉઠાડું છું' કૂકડો બોલ્યો. ‘નાનાં બાળકો મારા દર્શને પાગલ પાગલ બની જાય છે’ પતંગિયું બોલ્યું . ‘મારા રૂપને જોઈને માણસ આનંદિત થઈ જાય છે.' બતક બોલ્યું. ‘મારા વિવેકના વખાણ કરતા માણસ થાતો નથી' હંસ બોલ્યો, પણ સબુર | આમ છતાં માણસજાત એટલી કૃતઘ્ન છે કે એની પાસે આપણાં જીવનને સુરક્ષિત રાખવાનાં એક પણ આયોજનો નથી. એ વૃક્ષો કાપે છે, ગોફણ વાપરે છે, રસાયણો છાંટે છે, જમીન બગાડે છે, આકાશને પ્રદૂષિત કરે છે. એનાથી આપણે બને તેટલા દૂર જ રહેવું' સમડી બોલી. ૫૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ પંખીજગતમાં અવાજ કાગડાનો, રૂપ ઢેલનું. અલ્પતા આગિયાની, કમજોરી મચ્છરની, ક્ષુદ્રતા ચકલીની. ગતિમંદના પતંગિયાની, ૫૯ મંદબુદ્ધિ કબૂતરની આ બધાં ‘કલંક’ છતાં સહુ પોતપોતાની રીતે મસ્તીથી જીવન જીવતા હતા. એ સહુના આ મસ્તીસભર જીવનવ્યવહારને જોઇને અચાનક જંગલમાં જઈ ચડેલા એક કૉલેજીયન યુવકે પંખીઓના રાજા ગરુડને પૂછ્યું, ‘આ બધાં પંખીઓમાંના એક પણ પંખીને પોતાને કુદરત તરફથી થયેલ આ સજા બદલ કોઈ અસંતોષ કે ફરિયાદ નથી ?' ‘ના, સહુએ પોતાની આ અપતાનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરી જ લીધો છે. આમેય અમે સહુ આકાશમાં જ વસવાટ કરીએ છીએ ને ? અમે એવું સાંભળ્યું છે કે પ્રભુ આકાશમાં રહે છે. અમે જ્યારે પ્રભુના પાડોશી હોઈએ ત્યારે અમારે એના દાન અંગે ફરિયાદ કરવાની તો હોય જ શેની ?’ ૫૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ જમીન પર પડેલા ઉંદરના શબને ઉઠાવીને એક સમડી આકાશમાં ઊડી તો ખરી પણ એ સમડીના મોઢામાં રહેલ મરેલા ઉંદરને જોઈને અન્ય સમડીઓનાં મોઢામાં પાણી આવી ગયું. બધી જ સમડીઓ એ સમડીની પાછળ પડી ગઈ. પેલી સમડીએ તમામ તાકાત લગાવીને આકાશમાં ભાગવાનું ચાલુ તો કરી દીધું પણ એમ કાંઈ એ સમડીના મોઢામાં રહેલ મરેલા ઉંદરને છોડી દેવા અન્ય સમડીઓ તૈયાર નહોતી. એ બધી સમડીઓએ પણ પોતાની ઝડપ વધારી દીધી. આખરે પેલી સમડીએ પોતાના મોઢામાં પકડી રાખેલ મરેલ ઉંદર છોડી તો દીધો પણ જેવો એ ઉંદર બીજી સમડીએ પોતાના મોઢામાં ઝીલ્યો, બાકીની બધી જ સમડીઓ એ સમડી પાછળ પડી ગઈ. એ જોઈને એક વૃક્ષ પર બેસી ગયેલ પેલી સમડીએ પોતાની બાજુમાં બેઠેલ કાગડાને એટલું જ કહ્યું કે ‘દોસ્ત ! એવી એક પણ ચીજ પકડી રાખીશ નહીં કે જેના કારણે બીજાઓને આપણા દુશ્મન બનવાનું મન થઈ જાય !' Page #61 -------------------------------------------------------------------------- ________________ ભારતના આકાશનો રાજા ગરુડ અને અમેરિકાના જંગલનો રાજા સિંહ, એ બંને વચ્ચે ન્યૂયૉર્કના એક જંગલમાં અગત્યની મિટિંગ મળી ગઈ. સિંહે ગરુડને એટલું જ પૂછ્યું, ‘ભારતમાં તમને સૌથી વધુ ડર કોનો? સમડીનો? કાગડાનો? ગીધનો? બગલાનો ?' ના. ડર એક માત્ર ભારતના સત્તાધીશોનો. તેઓ એવાં આયોજનો કરી રહ્યા છે કે જેના કારણે અમારા અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે. પણ અમેરિકામાં તમને સૌથી વધુ ડર કોનો? વાઘનો? ગેંડાનો? શિયાળનો? વરુનો ?' “ના. ડર એક માત્ર અમેરિકાના સત્તાધીશોનો. તેઓ બૉમ્બ બનાવી રહ્યા છે. મિસાઇલ્સ બનાવી રહ્યા છે. એના કારણે જંગલોનાં જંગલો સાફ થઈ રહ્યા છે. અમે રહેણું ક્યાં ?' ‘આપણે બંને એક કામ કરીએ તો ?' શું ?' ‘તમારા જંગલમાં તમે જાહેર કરી દો, અમારા ભારતના આકાશમાં અમે જાહેર કરી દઈએ કે આપણે સહુએ કોઈ ચોક્કસ કારણ વિના માણસજાતના પરિચયમાં ય આવવું નહીં અને બને ત્યાં સુધી એનો પડછાયો પણ લેવો નહીં.' Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ‘બિલાડીનું અસ્તિત્વ જ ન હોત તો મ અકાળે મરણની સંભાવના અમારા લમણે ની કાઈ ન હોત' પંખીઓની વિરાટ સભામાં કબૂતરોના સમાજ વતી કલ્લુ કબૂતરે પોતાનું બયાન રજૂ કર્યું. ‘કાગડાનું અસ્તિત્વ ન હોત તો અમે ય નિર્ભય હોત’ પતંગિયું બોલ્યું, ‘ગીધ ન હોત તો અમારે શિરે ય કોઈ ચિંતા ન હોત' કોયલ બોલી. ‘કાબર ન હોત તો અમે ધ નિશ્ચિંત હોત તીડ બોલ્યું. ‘સમડી ન હોત તો અમે ય મજામાં હોત’ પોપટ બોલ્યો. ‘ઘુવડ ન હોત તો અમે ૫ લીલાલહેર કરતા હોત આગિયો બોલ્યો. બધાયના વક્તવ્ય પૂર્ણ થયા બાદ પ્રમુખસ્થાને રહેલા ગરુડરાજ પોતાના વક્તવ્યમાં એટલું જ બોલ્યા કે. ન ‘આપણે એકબીજાથી તો પ્રયત્નો કરીને ય બચતા રહેશું પરંતુ હકીકત એ છે કે જો માણસજાતનું જ અસ્તિત્વ ન હોત તો આપણે બધા કાયમ માટે નિર્ભયતા અનુભવતા હોત. ઇતિહાસ તપાસી જાઓ માણસજાતનો. એણે આપણને બચાવવાના પ્રયત્નો આટલાં વરસોમાં એક પણ વાર લગભગ કર્યા નથી. અને મારવાના પ્રયત્નો ક્યારે નથી કર્યા એ પ્રશ્ન છે.’ ગરુડરાજની આંખમાં આંસુ આવી ગયા. ૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ 93 ‘કબૂલ, આપણે બધા શહેરના આકાશનાં પંખીઓ છીએ. ભોજન માટે આપણે માનવવસાહતમાં જઈએ જ છીએ અને આપણે ત્યાં જ જવું પડવાનું છે પરંતુ એક બાબતમાં આપણે સહુએ ખુબ સાવધ રહેવાનું છે. શહેરમાં રહેતા માણસોએ પોતાનાં જીવનમાં સ્વચ્છંદાચારની જે હદે પ્રતિષ્ઠા કરી દીધી છે એની કલ્પના કરતા ય થથરી જવાય છે. વ્યભિચારને જે છુટ્ટો દોર આપી દીધો છે. એની વિચારણા કરતા ય સ્તબ્ધ થઈ જવાય છે. મર્યાદાના જે હદે લીરેલીરા ઉડાવ્યા છે એની કલ્પના કરતાં ય વ્યથિત થઈ જવાય છે. ધ્યાન આપણે એટલું જ રાખવાનું છે કે એના આ સ્વેચ્છાચારનો, વ્યભિચારનો અને પાપાચારનો ચેપ આપણાં બાળકોને ન લાગી જાય. આજે આપણું આખું ય પંખીજગત પવિત્ર રહી શક્યું છે. એનું એક માત્ર કારણ આ છે કે આપણે હજી માનવોમાં રહેલાં દૂષણોથી દૂર રહી શક્યા છીએ.’ આટલું બોલતા બોલતા ગરુડરાજ ગંભીર બની ગયા. ૬૩. Page #64 -------------------------------------------------------------------------- ________________ ‘તમે બધા ય ઘરડાંઓ અહીં એક જ જગાએ શું ભેગા થઈ ગયા છો? અને તમારા કોઈના ય ચહેરા પર ચમક કેમ દેખાતી નથી ? વળી, આ સ્થળ મને સાવ અજાણ્યું કેમ લાગે છે?' ઘટાદાર વૃક્ષની બે-પાંચ ડાળીઓ પર ઘરડાં પંખીઓને જોઈને મોરે એક વૃદ્ધ પોપટને પૂછયું. ‘એવું છે ને કે મારો દીકરો બે વરસથી શહેરના એક શ્રીમંતને ત્યાં રહેતો હતો. પછી એ શ્રીમંતને ત્યાં એણે જોયું કે અહીંનાં તમામ ઘરોમાં કોઈને ય ત્યાં એમનાં મા-બાપ છે જ નહીં. એ ઘરના માલિકને એણે પૂછ્યું. એણે જવાબ આપ્યો કે ‘વૃદ્ધાવસ્થાએ પહોંચેલા આપણાં મા-બાપ પાછલી વયમાં શાંતિથી જીવી શકે કિ મરી શકે ?] એ માટે એમને ઘરડા ઘરમાં જ મૂકી આવવા. એ ત્યાં મજામાં અને આપણે અહીં મજામાં !” મારો દીકરો આ જવાબ સાંભળીને ઊડીને સીધો અહીં આવ્યો અને આ વૃક્ષ પર એણે વૃદ્ધાશ્રમ ખોલી દીધો ! શું કહીએ? અમે બધા ય ઘરડાંઓ અહીં પ્રસન્નતાથી આવ્યા નથી પણ અમારા દીકરાઓ અમને પરાણે અહીં મૂકી ગયા છે. પ્રાર્થીઓ છીએ ભગવાનને કે એ અમને જલદી પોતાની પાસે બોલાવી લે !' ૬૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ કેળું કાગડાના માળા પર સી.બી.આઈ. ના અધિકારીઓએ પાડેલા દરોડા દરમ્યાન જે કાંઈ વાંધાજનક ચીજો મળી છે એણે સમસ્ત પંખીજગતને સ્તબ્ધ કરી દીધું છે. ‘દારૂની બૉટલો, હલકું સાહિત્ય, બીભત્સ ફોટાઓ, નશાકારી પદાર્થો, કાંટાઓ, ખીલાઓ અને પથરાઓ, ગંદી કેસેટો. અધિકારીઓની કડક પૂછપરછમાં ભાંગી પડેલા કલ્યુ કાગડાએ કબૂલાત કરી દીધી છે કે આ તમામ ચીજો એને શહેરના એક કૉલેજીયન યુવકે ભેટમાં આપી છે. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ બહાર આવી છે કે કલ્યુ કાગડાએ જંગલના વૃક્ષ વૃક્ષે આવી કૉલેજો ખોલીને પંખીજગતના યુવક-યુવતીઓને જિંદગીભર જલસાઓ કરાવવાનાં આયોજનો શહેરના એ કૉલેજીયન યુવકના સહકારથી નક્કી કરી દીધા હતા. કલ્યુ કાગડાની ધરપકડ કરીને એને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે' - આકાશ સમાચાર. Page #66 -------------------------------------------------------------------------- ________________ ‘તેં માંસ ન ખાવાની પ્રેરણા કોની પાસેથી મેળવી?' ગરુડરાજે કબૂતરને પૂછ્યું, ‘હાથી પાસેથી” કબૂતરે જવાબ આપ્યો. ‘તને નૃત્ય કરવાનું કોણે શીખવાડ્યું?' ગધેડાએ” મોરે જવાબ આપ્યો. ‘મીઠું જ બોલવાનું તું કોની પાસેથી શીખી ?' ગાય પાસેથી” કોયલે જવાબ આપ્યો. સંયમી રહેવાની કળા તને કોણે શીખવાડી ?' સિંહ” હંસે જવાબ આપ્યો. ‘તું કપટી બનવાનું ક્યાંથી શીખ્યો ?' બગલાને પૂછ્યું, ‘તું બદમાસ બનવાનું ક્યાંથી શીખી લાવ્યો ?' કાગડાને પૂછ્યું, ‘તું માંસ ખાવાનું ક્યાંથી શીખી ?' સમડીને પૂછ્યું ‘તું ચાલાકી કરવાનું ક્યાંથી શીખ્યો?' ગીધને પૂછ્યું ‘ખેતરો પર આક્રમણ કરવાનું તું ક્યાંથી શીખ્યો?' તીડને પૂછ્યું. અને એકી અવાજે બગલો-કાગડો-સમડી-ગીધ અને તીડ બોલી ઊઠ્યા, ‘માણસો પાસેથી. કારણ કે આ દુનિયામાં એમની પાસે જે ગંદવાડ છે એ બીજા કોઈની ય પાસે નથી.” Page #67 -------------------------------------------------------------------------- ________________ કોયલના ગળામાં કાગડાનો અવાજ ? કબૂતરના વર્તનમાં શિયાળની લુચ્ચાઈ ? મોરના નૃત્યમાં ડિસ્કોની છાંટ ? હંસના વ્યવહારમાં કૂતરાની તુચ્છતા ? ચાતકની દૃષ્ટિમાં ડુક્કરની ગંદકી ? ભ્રમરની ઉડાનમાં વાઘની આક્રમકતા? કાગડીની ચાલમાં કૂતરીની માદકતા? ચકલીની જીવનપદ્ધતિમાં ભેંસની ગંદકી પ્રિયતા? આ તમામ વિસંવાદિતાનો તાગ મેળવવાનો પ્રયાસ કરવા માટે નિમાયેલા એક જ પંખીના તપાસપંચે છ મહિના બાદ ગરુડરાજના ટેબલ પર મૂકેલ રિપોર્ટમાં લખ્યું હતું કે ‘શહેરમાં ખૂલેલ કોન્વેન્ટ સ્કૂલમાં આ તમામ પંખીઓએ લીધેલ શિક્ષણના પ્રતાપે એમના સહુનાં જીવનમાં આ ગંદવાડ પ્રવેશી ચૂક્યો છે ૬૭ Page #68 -------------------------------------------------------------------------- ________________ પંખીજગતની કોર્ટમાં આજે એક પગલું મૂકવાની ય જગા નહોતી. આરોપીના પિંજરમાં દેશના સંરક્ષણ પ્રધાન હતા. ફરિયાદીના પિંજરમાં ગરુડરાજ હતા. ન્યાયાધીશની ખુરશી પર હંસરાજ હતા. ટાંચણી પડે તો ય અવાજ સંભળાય એવી નીરવ શાંતિ વચ્ચે ગરુડરાજે બોલવાનું શરૂ કર્યું. માનવજાતના પ્રતિનિધિ તરીકે આપણી સામે ઊભેલા આ સંરક્ષણ પ્રધાને આ દેશની જમીનને શસ્ત્રોનાં કારખાનાંઓથી અને યુદ્ધોથી અભડાવી નાખી છે. દરિયાનાં જળને અને નદીઓનાં નીરને બૉમ્બના અખતરાઓ કરીને ડહોળી નાખ્યા છે. તેલના કડદાઓ વહેવડાવવા દ્વારા લાખો જળજંતુઓને ખતમ કરી નાખ્યા છે. એટલાથી ય સંતોષ ન થતા એમણે આકાશમાં ઉપગ્રહો તરતા મૂકવાનું શરૂ કર્યું છે. રૉકેટો અને વિમાનો ઉડાડવાનું ચાલુ કર્યું છે જેના દુશ્મભાવે આપણાં સેંકડો પંખીઓને દમ-શ્વાસ-કૅન્સર વગેરેની તકલીફો શરૂ થઈ ચૂકી છે. ગરુડરાજ આગળ કાંઈ બોલે એ પહેલાં ન્યાયાધીશ હંસરાજે ચુકાદો આપી દીધો કે “આપણી હૉસ્પિટલમાં સંરક્ષણ પ્રધાનને દાખલ કરી દઈને તાત્કાલિક એમનું, મગજ કાઢી લઈને એમને શહેરમાં રવાના કરી દેવામાં ૬૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત જંગલમાં આજે ઉત્સાહનું વાતાવરણ હતું. વનરાજ કેસરીના અધ્યક્ષપણા હેઠળ જંગલનાં તમામ પશુઓ એકઠા થયા હતા. નિમિત્ત હતું, આકાશનાં કેટલાંક પંખીઓનું વનરાજ કેસરીના હાથે બહુમાનનું. ‘આપણા જંગલમાં ક્યાંય પણ કોઈ પણ પશુ મરે છે, એના શબની દુર્ગધ ફેલાય અને જંગલમાં રોગચાળો ફાટી નીકળે એ પહેલાં ગીધો આકાશમાંથી નીચે આવીને એ પશુશબનો નિકાલ કરી દઈને આપણા જંગલને રોગચાળામુક્ત અને દુર્ગધમુક્ત રાખે છે. એ બદલ હું ગીધ સમાજના પ્રમુખનું સુવર્ણચન્દ્રકથી બહુમાન કરું છું. અને હા, આ કોયલબહેન હંમેશાં મધુર ટહુકાઓથી સમસ્ત જંગલના વાતાવરણને પ્રસન્નતાથી તરબતર રાખે છે જે બદલ એનું રજતચન્દ્રકથી બહુમાન કરવાની હું જાહેરાત કરું છું. તો આપણા સહુને માટે જેનું જીવન આદર્શરૂપ છે, જેની વિવેકદૃષ્ટિ આપણા સહુને માટે અનુકરણીય છે, એ હંસનું કાંસ્યચન્દ્રકથી બહુમાન કરવાનું હું જાહેર કરું છું' વનરાજ કેસરીની આ જાહેરાતને એટલી તાળીઓ મળી કે જેના અવાજથી શહેરમાં વસતા માણસોએ ગભરાઈ જઈને પોતાના ઘરના દરવાજાઓ બંધ કરી દીધા. Page #70 -------------------------------------------------------------------------- ________________ ७० વડલાના વિરાટ વૃક્ષની છાયામાં આજે ગરુડ, સમડી, કાગડો, પોપટ, મોર, કાબર, કબૂતર, ચકલો, તેતર, તીડ, માખી, મચ્છર વગેરે તમામ પંખીજગતનાં પક્ષીઓ ભેગા થયા હતા. નિમિત્ત શું હતું એની કોઈને ય ખબર નહોતી. અને અચાનક વનરા જ કેસરીની ત્રાડ સંભળાઈ. એ અવાજ સાંભળીને પંખીઓ ઊડી જાય એ પહેલાં ગડરાજે સહુને ઉદ્દેશીને શાંતિથી બેસી જવા વિનંતિ કરી. 'આપણા સહુ વતી મેં પોતે જ વનરાજ કેસરીને અત્રે પધારવાનું આમંત્રણ આપ્યું છે.’ ગરુડરાજ આગળ કાંઈ બોલે એ પહેલાં તો વનરાજ કેસરીએ પંખીઓના સમૂહ વચ્ચે પ્રવેશ કર્યો અને નક્કી કરેલ જગા પર એમણે આસન જમાવ્યું. માણસો ભલે જંગલના રાજા સિંહને ક્રૂર માનતો હોય પણ આ એ વનરાજ કેસરી છે કે જેણે પોતાના જીવનમાં ક્યારેય પેટ ભરાયા પછી કોઈનો ય શિકાર નથી કર્યો. જે જીવનમાં ક્યારેય કામાંધતાના શિકાર નથી બન્યા. જેણે ક્યારેય અસાવધ પશુ પર પાછળથી શિકાર નથી કર્યો. માણસો કરતા અનેક બાબતમાં તેઓ આગળ હોવાથી પંખીજગત વતી હું અત્યારે એમનું સન્માન કરું છું” ગરુડરાજના આ વક્તવ્યને સહુ પંખીઓએ હર્ષની કીકીયારીઓથી વધારી લીધું. ७० Page #71 -------------------------------------------------------------------------- ________________ ‘તને રૂપ નથી મળ્યું એ બદલ કોઈ વેદના?’ કાગડીને હંસે પૂછ્યું. ‘બિલકુલ નહીં. આકર્ષક રૂપ મળ્યા બદલ આજની યુવતીઓ પોતાના શરીરને બજારુ બનાવવા જે હદે નિર્લજ્જ બની રહી છે એ જોયા પછી મને આકર્ષક રૂપ ન મળ્યા બદલ દુ:ખ તો નથી થતું પણ અપાર આનંદ થાય છે” કાગડીએ જવાબ આપ્યો. ‘તને દિવસે દેખાતું જ નથી એ બદલ કોઈ ફરિયાદ ?' ઘુવડને ગરુડે પૂછ્યું. ‘ભર બપોરે બાર વાગે ય કાળી રાતને શરમાવે એવાં દશ્યો ટી.વી. સામે બેસીને માણસો જોઈ રહ્યા છે એવા સમાચાર પોપટ તરફથી જ્યારથી મને સાંભળવા મળ્યા છે ત્યારથી દિવસનો અંધાપો મારા માટે ત્રાસરૂપ બનતો બંધ થઈ ગયો છે... ઘુવડે જવાબ આપ્યો. ‘જિંદગીભર તારે મડદાં જ ચૂંથતા રહેવું પડે છે એ બદલ તને કોઈ અકળામણ ખરી ?’ ગીધને મોરે પૂછ્યું. ‘ગરીબ-લાચાર-સરળ-કમજોર એવા જીવતા માણસોને ચીરી રહેલા શિક્ષિતો જ્યારથી મારી નજરે ચડ્યા છે ત્યારથી મડદાં ચૂંથવાના મારા લમણે ઝીંકાયેલા દુર્ભાગ્ય બદલ રડવાનું મારે બંધ થઈ ગયું છે” ગીધે જવાબ આપ્યો. ૭૧ Nી Page #72 -------------------------------------------------------------------------- ________________ આ શું ? તું ઊડી રહ્યો છે? મેં તો આખી જિંદગીમાં કોઈ સાપને ઊડતો જોયો નથી. ખબર નથી પડતી કે જમીન પર જ ચાલનારા અને જીવનારા તને જમીન છોડીને આકાશમાં ઊડવાનું મન કેમ થયું છે?' સાપને ઊડતો જોઈને ગરુડરાજે એને પૂછ્યું, શું કહું તમને ? જમીન પર જીવવું હવે દિવસે દિવસે અમારી સમસ્ત જાતિ માટે મુશ્કેલ બની રહ્યું છે. આ માણસજાત અમારું લોહી પી રહી છે. અમને ખાઈ રહી છે. સંશોધનના નામે અમને રિબાવી રિબાવીને મારી રહી છે. અમારા શરીરમાં રહેલ ઝેરને નિચોવી નિચોવીને બહાર કાઢી રહી છે. અમે એટલા ખરાબ અને ખતરનાક નથી છતાં અમને જોતાવેંત એ અમને ખતમ કરી નાખવા તમામ પ્રકારના ક્રૂરતમ પ્રયાસો કરતી રહે છે. આ તમામ ત્રાસથી બચી જવા જમીન છોડીને આકાશમાં ઊડવાનું મેં શરૂ કરી દીધું છે” સાપે ગરુડને જવાબ આપી દીધો. | મારા ૭૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ ‘ભાઈ કલ્લુ બંદર ! તારું મૂળ સ્થાન કયું? કારણ કે ક્યારેકજ તું જમીન પર દેખાય છે. બાકી મોટે ભાગે તો તું કાં તો વૃક્ષો પર અને કાં તો મકાનોની અગાસીઓ પર જ દેખાતો હોય છે. અમે તને લગભગ કૂદતો જ જોયો છે. ચાલતો તો તું ખાસ દેખાતો જ નથી. અમારે તને જમીનવાસી માનવો કે પછી આકાશવાસી?” મોરે કલુ બંદરને પૂછ્યું શું કહું તને ? છું હું જમીનવાસી પણ જમીન પર રહેવાનું મને હવે બિલકુલ મન થતું નથી. કારણ એક માત્ર માનવજાતની ક્રૂરતા ! એણે અમારી સમસ્ત વાનરજાતિનું નિકંદન કાઢી નાખવાનું અભિયાન આદર્યું છે. આમાં પાછી કમાલની કરુણતા તો એ છે કે પોતાની ઉત્પત્તિના મૂળમાં એ અમને માની રહી છે. આ ક્રૂર, કૃતજ્ઞ અને કાતિલ માનવજાતની ઉત્પત્તિ અમારામાંથી ? એણે ચલાવેલા આવા હડહડતા જૂઠાણાથી ત્રાસી જઈને મેં જમીન છોડીને વૃક્ષો પર અને અગાસીઓ પર રહેવાનું પસંદ કર્યું છે... વાંદરાએ જવાબ આપ્યો. ૭૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ ‘પંખીજગતના જુદાં જુદાં પંખીમાં રહેલા જુદા જુદા દુર્ગુણો એક જ જગાએ જોવા હોય તો ક્યાં જોવા મળે? સમજાવો’ પરીક્ષામાં પુછાયેલ આ પ્રશ્નનો જવાબ આપતા ભમરાએ પોતાના ઉત્તરપત્રમાં લખ્યું કે માણસમાં તમને પંખીજગતના તમામ દુર્ગુણો જોવા મળશે? માખી જેમ મીઠાઈ પર પણ બેસે છે અને વિષ્ટા પર પણ બેસે છે તેમ માણસ ધર્મ પણ કરે છે અને સાથોસાથ પાપ પણ કરે છે. મચ્છર જેમ સજ્જનોનું અને સાધુઓનું પણ લોહી પીએ છે તેમ માણસ સજ્જનોને અને સાધુઓને પણ ત્રાસ આપતો રહે છે. આ સિવાય કાગડામાં રહેલ લુચ્ચાઈ માણસે બરાબર અપનાવી લીધી છે. ગીધ તો કદાચ મડદાં જ ચૂંથે છે પણ માણસ તો જીવતાં માણસોને - પશુઓને અને પંખીઓને મડદાં બનાવે છે. તીડ જેમ હરિયાળાં ખેતરો પર આક્રમણ કરે છે તેમ માણસ હરિયાળાં જીવનોને ખતમ કરતો રહે છે? ભ્રમરને આવો જવાબ લખવા બદલ સુવર્ણચન્દ્રક એનાયત થયો. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ ગડરાજની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની મિટિંગમાં ગરુડરાજે એક અગત્યનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું કે ‘કબૂલ, સિંહ ક્રૂર છે, શિયાળ લુચ્ચું છે, વાઘ ખતરનાક છે, દીપડો ખૂંખાર છે, બિલાડી આક્રમક છે તો પણ હવે પછી આપણે એ સહુના બચાવમાં રહેવાનું છે કારણ કે એ સહુનો અને આપણા સહુનો એક જ દુશ્મન છે, માણસ. એણે આપણને અને પશુઓને ખતમ કરી નાખવાનું જાણે કે અભિયાન જ આદર્યું છે. કતલખાનાંઓ ખોલવા દ્વારા એ પશુઓને ખતમ કરી રહ્યો છે તો જંગલો-વૃક્ષો કાપવા દ્વારા, પ્રદૂષણ ફેલાવવા દ્વારા એ આપણને ખતમ કરી રહ્યો છે. કૌરવો અંદર અંદર ભલે ઝઘડતા હતા પણ પાંડવો સામે એ સહુ જો એક જ થઈ ગયા હતા તો એ જ ન્યાયે પશુઓ સામે આપણે ક્યારેક ભલે ઝઘડી પડતા હોઈએ પણ માણસ સામે લડવાની વાત આવે ત્યારે તો આપણે એક જ થઈ જવાનું છે.’ ૭૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ - - ભ્રમર વિષ્ટા પર ? કોયલ લીમડાની ડાળે ? હંસ ગટર પાસે ? બુલબુલ ઉકરડે ? મોરની દોસ્તી કાગડા સાથે ? કબૂતરનું બેસવા-ઊઠવાનું ગીધ સાથે ? આવો વિસંવાદ પંખીજગતમાં લાખો વરસમાં પહેલી જ વાર સર્જાયો હતો. એનાથી વ્યથિત થઈ ગયેલા ગૃહપ્રધાન બલુરાજ જટાયુએ એક તપાસપંચ નીમ્યું. તપાસ પંચ છ મહિના બાદ ગૃહપ્રધાનને આપેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે ‘આ તમામ પંખીઓ શહેરમાં ચાલતી કૉલેજોમાં જ પડ્યા-પાથર્યા રહેતા હતા. એ કૉલેજોમાં ભણી [2] રહેલા યુવાન-યુવતીઓના આચરણને જોતાં જોતાં એમનામાં આ વિકૃતિઓ પ્રવેશી ગઈ છે. હવે એનાથી તેઓને મુક્ત કરી શકાય તેમ નથી.' ૭૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ બીમાર પડેલા કબૂતરની સારવારમાં કૂતરો ગોઠવાઈ ગયો હતો તો અશક્ત બની ગયેલ ગાયની પાસે પાણી લાવીને મૂકતા રહેવાનું કામ પોપટ કરી રહ્યો હતો. પારધીના બાણથી ઘાયલ થયેલા હરણના શરીર પર મલમ કાગડો લગાડી રહ્યો હતો માળામાંથી પડી જવાના કારણે ઈજાગ્રસ્ત બની ગયેલ ચકલીના બચ્ચાની સારવાર વાંદરી કરી રહી હતી. આવું વિરલ દૃશ્ય જોઈને એ રસ્તેથી પસાર થઈ રહેલ માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે જંગલના રાજા સિંહને અને આકાશના રાજા ગરુડને પૂછ્યું, આ શું સંભવિત બન્યું?' અમારી વેદનાને પ્રગટ ન કરી શકવાની બાબતમાં અમે સહુ સમાન છીએ. આમે ય સમદુઃખિયાઓને અરસપરસ સહાનુભૂતિ હોય જ છે ને? બસ, અમારી સહકારવૃત્તિ પાછળ આ જ વાસ્તવિકતા કામ કરી રહી છે” બંનેએ જવાબ આપ્યો. ૭૭ A મા છે , Page #78 -------------------------------------------------------------------------- ________________ કાગડાભાઈ ! છેલ્લાં બે વરસથી હું જોઈ રહ્યો છું કે મહેલના જે શિખર પર વરસોથી ગરુડરાજ બેસી રહ્યા છે એ શિખર પર બેસી જવા તમે તમામ પ્રકારના કાવાદાવા આચરી રહ્યા છો પણ એક વાત તમે કાન ખોલીને સાંભળી લો કે તમારા એ પ્રયત્નોમાં તમને સફળતા મળવાની નથી જ પણ ધારી લો કે એમાં તમે કદાચ સફળ બની પણ ગયા તો ય તમે ‘તમે' જ રહેવાના છો, કાળા અને કર્કશ, અપ્રિય અને અળખામણાં ! તમારામાં ‘ગરુડ બનવાનાં કોઈ લક્ષણ હોવા તો જોઈએ ને? મારું માનો. તમે ‘સ્થાન મેળવવાના પ્રયત્નો છોડીને જે છો એમાં સંતુષ્ટ બની જાઓ. જીવનમાં તમને શાંતિનો અનુભવ થઈને જ રહેશે” હંસની આ વાતનો કાગડાભાઈ પાસે કોઈ જવાબ નહોતો. Page #79 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ જાતના વાજબી કારણ વિના ચકલી પર હુમલો કરીને ગીધ ભાગી છૂટ્યું છે એવા સમાચાર કાને પડતાંની સાથે જ જટાયુ એ ગીધને પડકારવા વૃક્ષ પરથી ઊડ્યું તો ખરું અને ગીધની નજીક પહોંચી ગયું પણ ખરું પણ ગીધની સામે ટક્કર લેવા જતાં ગીધે એને ઈજાગ્રસ્ત કરી નાખ્યું. લોહીલુહાણ હાલતમાં જટાયુને જમીન પર પડેલું જોઈને એની ખબર પૂછવા આકાશમાંના પંખીઓ નીચે ઊતરી પડ્યા, જટાયુભાઈ ! તમારી હેસિયત જોયા વિના ગીધની સામે પડવાની હિંમત કરી બેઠા?' તેતરે પૂછ્યું, ‘વાત તારી સાચી પણ મારી આંખ સામે મારા એ વડદાદા હતા કે જે પોતાની તાકાત જોયા વિના સીતાનું અપહરણ કરી જતા રાવણને પડકારી બેઠા હતા ! મારી આ કમજોરી છે કે હું અન્યાય કરનારને સહન કરી શકતો નથી” જટાયુએ જવાબ આપ્યો. ૭૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ગડરાજની અધ્યતામાં મળેલ મિટિંગમાં ગરુડરાજે આજે પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ રાખ્યો હતો ! ‘તને સૌથી વધુ ડર કોનો ?’ કબૂતરને પૂછ્યું ‘બિલાડીનો’ ‘તને ?’ કોયલને પૂછ્યું ‘કાગડાનો’ ‘તને ?’ કાગડાને પૂછ્યું ગીધનો ‘તને ?’ માખીને પૂછ્યું ‘ગરોળીનો’ ‘તને ?’ પોપટને પૂછ્યું ‘સમડીનો’ ‘તને ?’ કાબરને પૂછ્યું ‘મોરનો’ ‘તને ?’ મચ્છરને પૂછ્યું ‘કૂતરાનો’ ‘રાજન્ ! આપને ડર કોનો ?' મોરે પૂછી લીધું. ‘મને ? એક માત્ર માણસનો. શું કહું તમને ? એ માત્ર મારા માટે જ ખતરનાક નથી. આ જગતની તમામ જીવસૃષ્ટિ માટે એ ખતરનાક છે. કારણ કે એણે વિકસાવેલાં શસ્ત્રો એક પણ જીવને બચવા દેવાનાં નથી.' Page #81 -------------------------------------------------------------------------- ________________ પંખીઓની વિરાટ સભામાં જ્યારે ચલુ ચકલાનું ‘જગતનું વિચિત્ર પ્રાણી માનવ” એ વિષય પર પી.એચ.ડી કરવા બદલ કલ્લ પોપટની ચાંચ દ્વારા બહુમાન થયું ત્યારે આખું વૃક્ષ પંખીઓના હર્ષનાદથી વ્યાપ્ત તો બની ગયું પણ કલ્લ પોપટે એ નિબંધના કેટલાક અંશો પંખી વચ્ચે વાંચી સંભળાવ્યા ત્યારે તો વાતાવરણમાં સન્નાટો છાઈ ગયો. આ રહ્યા એ અંશોમાનવ ! આંખોને નિર્વિકારી બનાવતાં મંદિરોના નિર્માણ પણ એ કરે છે તો આંખોને વિકારોથી ખદબદતી બનાવી દેતાં થિયેટરો પણ એ જ ઊભા કરે છે. પશુઓની નિર્મમ હત્યા કરતાં રાક્ષસી કતલખાનાંઓ પણ એ ખોલે છે તો પશુઓને બચાવતી પાંજરાપોળો પણ એ જ ખોલે છે. અનાથ બાળકોને જીવાડવા અનાથાશ્રમો પણ એ ખોલે છે તો કરોડો બાળકોને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી દેતા ગર્ભપાતનાં ઑપરેશનો પણ એ જ કરે છે. તમે આગને, વાઘને કે સાપને સમજી શકશો પણ “માનવ’ એ તો ક્યારેય ન સમજી શકાય તેવું આ જગતનું વિચિત્ર પ્રાણી છે.” ૮૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ ‘આકાશ સમાચાર'ના આજના વર્તમાનપત્રમાં છપાયેલ સમાચારની ચર્ચા વૃક્ષની ડાળીએ ડાળીએ પંખીઓ કરી રહ્યા હતા. ‘માનવોની ઉત્પત્તિ વાનરમાંથી થઈ છે’ આવાં જૂઠાણા ફેલાવા બદલ ગળુ વાંદરાએ શિક્ષણપ્રધાન ગાંડાલાલ પર કોર્ટમાં બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. ‘સાલા, તું કૂતરા જેવો છે' પોતાના પુત્રને આવા શબ્દોથી નવાજી રહેલા એના પિતા પાગલદાસને છલ્લુ કૂતરાએ બટકું ભરી દીધું છે. ‘સિંહથી સો ગાઉ દૂર જ રહેવું. એ ક્યારે હુમલો કરીને આપણને ફાડી નાખે એ કહેવાય નહીં' વૈજ્ઞાનિકોની સભામાં વક્તવ્ય આપી રહેલા ખ્યાતનામ ખોપરીદાસ વૈજ્ઞાનિકના આ વક્તવ્યના સમાચાર મળતાંની સાથે જ સિંહે ખોપરીદાસની ખોપરી ઠેકાણે લાવી દેવા અને એ શબ્દો પાછા ખેંચાવી લેવા પોતાના પ્રતિનિધિ પલ્લુ વાઘને વૈજ્ઞાનિકોના સભાસ્થળ તરફ રવાના કર્યો છે. મળેલા છેલ્લા સમાચાર મુજબ પશુઓના આ આક્રોશને જોઈને વડાપ્રધાન ગંજેરીદાસે તમામ માનવો વતી સમસ્ત પશુજગતની માફી માગી લીધી છે” ૮૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ‘આપણે તો વ્યોમવિહારી છીએ. સમસ્ત માનવજાત ત્રસ્ત છે એની આપણામાંથી કોને જાણ નથી એ પ્રશ્ન છે. તો પછી આપણે એ માનવોને પ્રસન્ન રાખવા ગંભીરતાપૂર્વક શા માટે પ્રયાસો શરૂ કરી દેવા ન જોઈએ ?' ગરુડરાજની ગેરહાજરીમાં અધ્યક્ષસ્થાને બેઠેલા ગીધરાજે પંખીઓ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. ‘હું માનવવસતિમાં સર્જાતી ગંદકી દૂર કરીને શહેરોને-ગામડાંઓને સ્વચ્છ રાખતો રહીશ’ કાગડો બોલ્યો, ‘મીઠું બોલતા રહીને માણસોને હું પ્રસન્ન રાખવા પ્રયત્નો કરતી રહીશ” કોયલ બોલી. ‘ગાઢ નિદ્રામાં સૂતેલા માનવોને સમયસર જગાડી દેવાની જવાબદારી હું નિભાવતો રહીશ’ કૂકડો બોલ્યો. ‘વ્યભિચાર માટે ઉત્તેજિત કરતા યુવતીઓનાં નગ્ન નૃત્યોને જોવાનું માનવો બંધ જ કરી દે એ માટે હું માનવો સમક્ષ વધુ ને વધુ વાર નૃત્યો કરતો રહીશ’ મોર બોલ્યો. માનવ બાળોમાં નિર્દોષતાના સંસ્કારો દઢ થતા રહે એ માટે એમની સાથે સ્કૂલોમાં અમે પણ જતા રહેશું” કબૂતરજગત વતી કબૂતર બોલ્યું. પંખીઓની આ પરગજુ વૃત્તિને જોઈને ગીધરાજની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ચણ લેવા માટે તમે શહે૨માં જાઓ એમાં તો કોઈ વાંધો નથી પણ એક બાબતમાં મારે તમને ખાસ ચેતવવા છે..’ વયોવૃદ્ધ પિલ્લુ ચકલાએ પોતાની આજુબાજુમાં ગોઠવાયેલાં પંખીબાળો સમક્ષ વાત રજૂ કરી. જુઓ, આપણે સહુ તો ‘માળા' બનાવીએ છીએ કે જેમાં દાખલ થતાંની સાથે જ આપણને સુરક્ષિત બની ગયાની લાગણી અનુભવાય છે પણ શહેરમાં માણસોએ 'પિંજર' બનાવવાનાં શરૂ કર્યા છે. એમાં તેઓ જાતજાતનાં ફળો મૂકે છે. ઠંડું પાણી રાખે છે. ભલું હોય તો 'હીંચકા' પણ રાખે છે. પણ જો એ જોઈને તમે એમાં દાખલ થવા લલચાયા અને અંદર દાખલ થઈ ગયા તો યાદ રાખજો કે જિંદગી આખી તમારે એમાં જ પૂરી કરી દેવી પડશે. એટલું જ કહીશ કે આકાશમાં ઊડતા રહેવાની સ્વતંત્રતા પર તરાપ લગાવતા અને સગવડોની વણઝાર આપતા એ ‘પિંજર’ તરફ ક્યારેય ફરકવાની ભૂલ પણ કરશો નહીં' ૮૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં સૌથી વધુ નસીબદાર કોણ? માનવ ? પશુ? કે પંખી ?' આ વિષય પર પ્રશ્નપત્રમાં પુછાયેલ નિબંધમાં સલ્લુ પોપટે લખ્યું કે માનવ નસીબદાર લાગે ખરો પણ એની પાસે માત્ર પગ જ છે અને ચાલવા માટે જમીન છે. પશુઓ પણ નસીબદાર લાગે ખરા પણ એમની પાસે માત્ર સ્વબચાવની જ તાકાત છે અને એમાં ય સફળતા સંદિગ્ધ છે જ્યારે પંખીઓ સૌથી વધુ નસીબદાર છે કારણ કે એમની પાસે પાંખ છે અને ઊડવા માટે વિરાટ આકાશ છે. શું લખું? માનવોએ બનાવેલ ગીતો અને કવિતાઓ પર નજર ફેરવી જોવી હોય તો ફેરવી જોજો. એમાં તમને પાંખનાં અને આકાશનાં જેટલાં ગુણગાન થયેલા જોવા મળશે એટલા સંપત્તિનાં કે સત્તાનાં ગુણગાન થયેલા જોવા નહીં મળે. આખરે પરમાત્માનું નિવાસસ્થાન પણ આકાશ જ છે ને ? તમે જ કહો. પંખીઓ બધા કરતાં વધુ નસીબદાર ખરા કે નહીં ?' ૮૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મી જાન્યુઆરી, મકર સંક્રાન્તિ. એ દિવસે રાતના વૃક્ષની ડાળ પર બેઠેલ છલ્લુ પોપટ કલ્યુ કાગડા સાથે વાત કરી રહ્યો હતો. બીજું બધું તો ઠીક છે પણ માનવના મનને સમજવું સાચે જ મુશ્કેલ છે” ‘કેમ, શું થયું?” ‘જોયું નહીં તે આજે? સવારથી સાંજ સુધી આજે આકાશ આખું ય પતંગોથી છવાયેલું રહ્યું પણ દુ:ખદ હકીકત એ રહી કે માનવોને પતંગો ચગાવવાનો આનંદ એટલો ન રહ્યો કે જેટલો એકબીજાની પતંગો કાપવાનો ! અનંત અનંત પતંગોને પોતાનામાં સમાવી શકે એવું વિરાટ આકાશ ! અને છતાં માનવે આખો દિવસ એક જ કામ કર્યું, બીજાઓની પતંગો કાપતા રહેવાનું ! ‘મારા કરતાં બીજો કોઈ પણ આગળ ન જ નીકળવો જાઈએ’ માનવનું આવું કનિષ્ટ માનસ જોઈને મને તો એની દયા આવે છે. બિચારો ! ઉત્તમ એવું માનવજીવન હારી ગયો !' ૮૬ Page #87 -------------------------------------------------------------------------- ________________ ‘ગરુડરાજ ! ધરતી પર ચાલી રહેલ અત્યાચારોની પરંપરા દેખાવા છતાં ય તમે મુખ પર જે ગજબનાક સ્વસ્થતા ટકાવી શકો છો એનું અમને સહુને ભારે આશ્ચર્ય થાય છે. તમારી આ સ્વસ્થતા પાછળનું રહસ્ય શું છે? અમારે જાણવું છે? ગરુડરાજની મુલાકાતે આવેલા પંખીઓના પ્રતિનિધિ મંડળમાંથી ચમન ચકલાએ ગરુડરાજને પૂછ્યું, ‘રહસ્ય એક જ છે. આકાશમાં એ ઊંચાઈએ હું ઊડતો રહું છું કે ધરતી પર ચાલી રહેલ અત્યાચારો મને દેખાતા જ નથી. વિરાટ ઊંચાઈને સ્પર્શવાની આ જ તો મજા હોય છે કે નીચાણવાળા સ્થાન પર બનતા પ્રસંગો તમારી આંખ સામે આવતા જ નથી. મારી તો તમને સહુને પણ આ જ સલાહ છે કે મનની પ્રસન્નતા જો તમારે કાયમની બનાવી દેવી હોય તો મનને એ ઊંચાઈએ લઈ જાઓ કે જ્યાંથી નબળા પ્રસંગો મનના ચોપડે નોંધાય જ નહીં' ગરુડરાજના આ વક્તવ્યથી પંખીઓનું પ્રતિનિધિમંડળ પ્રસન્ન પ્રસન્ન બની ગયું. Page #88 -------------------------------------------------------------------------- ________________ પવન પોપટે આજે સલ્લુ કાગડા પાસે એક પ્રસ્તાવ રજૂ કર્યો. ‘આજે હું જમરૂખ ખાવા શહેરમાં ગયો હતો. ત્યાં મેં જોયું કે શહેરની મોટા ભાગની યુવતીઓનાં શરીર પર વસ્ત્રો ખૂબ ઓછા હતા. ઓછાં એટલે? એ યુવતીઓ સામે જોતાં આપણે શરમથી આંખ નીચી ઢાળી દેવી પડે એટલાં ઓછાં ! મને એમ લાગે છે કે કાળઝાળ મોંઘવારીના કારણે એ યુવતીઓ પોતાના શરીરને ઢાંકી શકે એવડાં વસ્ત્રો ખરીદી નહીં શકતી હોય ! આપણે એક કામ ન કરીએ? કેળનાં પાંદડાં અને નાળિયેરનાં પાંદડાં બહુ મોટાં હોય છે. આપણે એ વૃક્ષોનાં પાંદડાંઓ તોડી તોડીને શહેરના રસ્તાઓ પર નાખતા જઈએ. સહુ યુવતીઓ એ પાંદડાંઓ લેતી રહેશે અને પોતાના શરીરને ઢાંકતી રહેશે.” ‘તારી વાત તો બરાબર છે પણ મોટા ભાગની ઓછાં વસ્ત્રો પહેરતી યુવતીઓ તો ગાડીઓમાં ફરતી હોય છે. રસ્તા પર નાખેલાં પાંદડાંઓ લેવા એ ગાડીમાંથી ઊતરશે ખરી ?' સલુ કાગડાના આ પ્રશ્નનો પવન પોપટ પાસે કોઈ જવાબ નહોતો. Page #89 -------------------------------------------------------------------------- ________________ ‘તું આવી જા મારી સામે. તને દેખાડી ન દઉં તો મારું નામ દલ્લુ ચકલો નહીં? ચકલાના મુખમાંથી નીકળેલા આ શબ્દો સાંભળીને પવન પોપટ સ્તબ્ધ થઈ ગયો. ‘તારી બૈરીને મોકલી આપજે મારી પાસે . નહિતર તારી ખેર નથી' કાણા કાગડાએ ગરુડરાજને ફેંકેલા આ પડકારને સાંભળીને ગરુડરાજ ભળભળી ઊઠ્યા. ‘તું ગુફામાંથી બહાર નીકળ. તને પછાડી ન દઉં તો મારું નામ ગલ્લુ તેતર નહીં? તેતર સિંહની ગુફા આગળ આવો લવારો કરવા લાગ્યું. ગરુડરાજે દલુ ચકલાને, કાણા કાગડાને અને ગલુ તેતરને પકડીને ગાંડાની હૉસ્પિટલમાં દાખલ તો કરી દીધા પણ એમનાં લોહીનો જે રિપોર્ટ આવ્યો એમાં લખ્યું હતું કે શહેરની ફાઇવ-સ્ટાર હૉટલોમાં અચાનક પહોંચી ગયેલા આ ત્રણેય જણાંએ પાણીને બદલે ભૂલમાં દારૂ પી લીધો હતો અને એના કારણે જ તેઓ જેમતેમ લવારાઓ કરવા લાગ્યા હતા. ગરુડરાજે ત્રણેયને ઊલટી કરાવી દેતાં ત્રણેયનું ઠેકાણે આવી ગયું. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ‘આકાશ સમાચાર'માં આજે તંત્રીલેખમાં ચેતવણી આપતા તંત્રીશ્રી કમન ચકલાએ લખ્યું હતું કે ‘તમામ પંખીઓએ બને ત્યાં સુધી શહેરનો ખોરાક ખાવાથી દૂર જ રહેવું કારણ કે માણસજાતે તમામ પ્રકારના ખોરાકને એ હદે દૂષિત બનાવી દીધો છે કે એ ખોરાકના સેવનથી શરીર અસાધ્ય રોગોનું શિકાર પણ બની શકે છે પાવ જીવન પણ સમાપ્ત થઈ શકે છે . પી.ટી.આઈ. તરફથી અમને મળેલ સમાચાર મુજબ છેલ્લા એક અઠવાડિયામાં શહેરનો ખોરાક ખાવાથી પોપટને સખત ઝાડા થઈ ગયા છે. મોરને બી.પી. ની તકલીફ વધી ગઈ છે. કાગડાને એટેક આવ્યો છે. કબૂતરનું કોલસ્ટ્રોલ વધી ગયું છે. નીડને મેલેરિયા થઈ ગયો છે. કાબરને પેરેલિસિસનો એટેક આવ્યો છે અને કલ્લુ મચ્છર માણસનું લોહી પીવા ગયો ત્યાં એનું તો મોત જ થઈ ગયું છે.’ ૯૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ ‘શહેરમાં ખૂલી રહેલ બાળકોની સ્કૂલમાં ક્લાસ લેવાનું આપણને આમંત્રણ મળ્યું છે. તમારામાંથી એ સ્કૂલમાં ક્લાસ લેવા જવા કોણ તૈયાર છે? અને બાળકોને એ શું શીખવશે? જવાબ આપો' ગરુડરાજે પંખીઓની સભામાં આ વાત મૂકી. ‘નૃત્ય હું શીખવાડીશ” મોરે જવાબ આપ્યો. ‘અવાજના માધુર્યની સમજણ હું આપીશ” કોયલ બોલી. ‘સમયની ચોક્કસાઈના પાઠ હું આપીશ” કૂકડો બોલ્યો. ‘નિર્દોષતાના સંસ્કારો હું આપીશ” કબૂતર બોલ્યું. ‘હળવાફૂલ રહેવાનું હું શીખવાડીશ'' પતંગિયું બોલ્યું. ‘વાતાવરણને સ્વચ્છ રાખવાનો પાઠ હું આપીશ” ‘કાગડો બોલ્યો.' ‘માંસાહારથી દૂર રહેવાનું શિક્ષણ હું આપીશ” પોપટ બોલ્યો. ‘આવી ઉત્તમ સેવા બદલ તમને સહુને ઇનામ હું આપીશ” ગરુડરાજ બોલ્યા. Page #92 -------------------------------------------------------------------------- ________________ દુનિયાભરનાં પંખીઓના પ્રતિનિધિઓની હિંદુસ્તાનમાં મળેલ મિટિંગમાં એક અગત્યનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આપણા સહુના અસ્તિત્વનો સંપૂર્ણ આધાર છે આકાશ, વૃક્ષ અને જળ. આકાશ તો વિરાટ છે એટલે સલામત જ છે. પણ જે પ્રશ્ન છે તે વૃક્ષનો છે અને જળનો છે. આ બંનેને સાચે જ જો આપણે બચાવી લેવા માગીએ છીએ તો આપણે સહુએ એક જ કામ કરવાની જરૂર છે. એ બંનેને આપણે માણસોથી બચાવવાનાં છે અને માણસોમાં ય શ્રીમંતોથી અને સત્તાધીશોથી બચાવી લેવાનાં છે. એમાં આપણને સફળતા મળી નથી અને આપણાં અસ્તિત્વ પરનો ખતરો દૂર થયો નથી !' ૯રે Page #93 -------------------------------------------------------------------------- ________________ આજરોજ પંખીઓની મળેલ વિરાટ સભામાં ‘ભ્રમર'ના બહુમાનના યોજાયેલા સમારંભના અધ્યક્ષસ્થાનેથી હંસે જે વક્તવ્ય આપ્યું એ વક્તવ્ય તો ઉપસ્થિત સર્વે પંખીઓને સ્તબ્ધ કરી દીધા. ‘આકાશ સમાચાર” પેપરમાં આવેલ એ વક્તવ્યના કેટલાક અંશો‘પંખીજગતમાં એક ભ્રમર જ એવો છે કે જેની સમસ્ત જાતિ “પીડા વિના પ્રાપ્તિ’ ના સિદ્ધાંતને સ્વજીવનમાં અમલી બનાવે છે. આનો અર્થ ? આ જ કે ભમરાઓ બગીચાઓમાં જઈને પુષ્પોમાંથી રસ તો ચૂસે જ છે. પરંતુ એ રસ ચૂસતા પુષ્પોને અલ્પ પણ પીડા ન થાય એની ખાસ તકેદારી રાખે છે. આવી સુંદર જીવનપદ્ધતિ તો મારી પણ નથી કે પોપટ, કબૂતર, તેતર, મેના વગેરે કોઈની ય નથી. હું તો ઇચ્છું છું કે આપણે સહુએ સમસ્ત ભ્રમર જાતિના આ સગુણને સ્વજીવનમાં અપનાવી લેવો જોઈએ. આખરે, આપણે માણસોથી જુદા છીએ એની પ્રતીતિ કમ સે કમ માણસોને તો કરાવવી જ જોઈએ ને? ૯૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ કલ્યુ કબૂતરના લગ્ન પ્રસંગે બહાર પડેલ પત્રિકામાં એના પપ્પા જલુ કબૂતરે સ્વહસ્તાક્ષરમાં લખ્યું હતું કે મારા દીકરાના લગ્ન પ્રસંગે યોજાયેલ જમણવારમાં નીચે જણાવેલ પંખીઓએ ખાસ ન આવવું. માંસ ખાનાર સમડીઓએ. માછલી ખાનાર બગલાઓએ. કીડાઓ ખાનાર મરઘાઓએ. લોહી પી રહેલા મચ્છરોએ. સર્પો પર આક્રમણ કરતા મોરોએ. ગંદવાડ ખાતા કાગડાઓએ. મડદાંઓ ચૂંથતા ગીધોએ. આખરે અમારા આખા ખાનદાનમાં જ્યારે કોઈએ ક્યારેય માંસાહાર કર્યો જ નથી અને કોઈને ય કરાવ્યો જ નથી ત્યારે એ ભવ્ય પરંપરાને જાળવી રાખવાનો અમારા સમસ્ત પરિવારે સંકલ્પપૂર્વક દઢ નિર્ણય કર્યો છે. હું ઇચ્છું છું કે અમારા સમસ્ત પરિવારની આ ભાવનાને માંસાહારી પંખીઓ સારી રીતે સમજી શકશે.’ Page #95 -------------------------------------------------------------------------- ________________ ‘આકાશ સમાચારમાં આવતા ‘અવસાન નોંધ’ વિભાગમાં એક ગજબનાક સમાચાર છપાયા હતા. ‘પોતાના માળામાં એકલા રહેતા ગબ્બે પોપટનું બે દિવસ પહેલાં હાર્ટ-ફેઈલથી મોત તો થઈ ગયું પણ એના પોસ્ટમૉર્ટમનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં ડૉક્ટર પવન કાગડાએ લખ્યું છે કે ‘ગબ્બે પોપટનું મોત હાર્ટ-ફેઈલથી થઈ ગયાનું ભલે દેખાતું હોય પણ એના લોહીમાં દારૂનો અંશ ભળેલો હોવાનું સ્પષ્ટ દેખાતાં એની પાકી તપાસ કરવામાં આવી છે. અને એ તપાસનું તારણ એ આવ્યું છે કે મોતના આગલા દિવસે ગબ્બ પોપટે શહેરના એના શેઠના ઘરની મુલાકાત લીધી હતી અને એ ઘરમાં રાતના સમયે શેઠના યુવાન દીકરાએ ગબ્બે પોપટને પાંજરામાં પાણીને બદલે દારૂ પીરસી દીધો હતો. તમામ પંખીઓને તાકીદ કરવામાં આવે છે કે શહેરનાં યુવાન-યુવતીઓ તમને કાંઈ પણ ખાવાપીવાનું આપે તો એને પેટમાં પધરાવવું નહીં. ૯૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ CS કાગડાના મુખે આજે બગીચાના સમાચાર સાંભળવા મળ્યા ? કમાલ ! ગીધ આજે આંબાના વૃક્ષ પર બેસીને કેરી ખાતું જોવા મળ્યું ? કમાલ ! મરેલા ઉંદર પર નજર પડવા છતાં સમડીએ એની સામે જોયું પણ નહીં ? માલ સર્પને જોવા છતાં મોરે પોતાનું નાચવાનું ચાલુ જ રાખ્યું ? કમાલ ! અનાજનાં લહેરાતાં ખેતરો પરથી પસાર થવા છતાં તીડોએ એ ખેતરો પર આક્રમણ ન કર્યું ? કમાલ ! સર્જાયેલ આ ચમત્કારોની તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કાગડો, ગીધ, સમડી, મોર અને તીડ એ બધાય થોડાક દિવસ પહેલાં માન સરોવરની યાત્રાએ ગયા હતા અને ત્યાં હંસના સાંનિધ્યમાં એમણે સાતેક દિવસ સત્સંગ કર્યો હતો ! યાત્રાની અને સત્સંગની આટલી અસર તો થાય જ ને ? ૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ આકાશના રાજા ગરુડરાજ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા. આંખ ગમે ત્યારે બંધ થઈ જવાની શક્યતા એમને જણાતાં એમણે પોતાના વફાદાર મંત્રીશ્વર સુમન હંસ પાસે પોતાની એક અંતરેચ્છા વ્યક્ત કરી. ‘જીવન સમાપ્ત થઈ જાય એ પહેલાં મારી એક ઇચ્છા છે, માનવબાળો સમક્ષ એક વક્તવ્ય આપવાની. તમામ ધર્મનાં, તમામ રાષ્ટ્રનાં, તમામ કોમનાં, તમામ સમાજનાં, તમામ બાળકોને એક જ જગાએ એકઠા કરવાનું શક્ય ન જ બને એ હું સમજી શકું છું છતાં એ સહુના પ્રતિનિધિ બની શકે એટલાં બાળકોને તમે આમંત્રણ આપીને વિરાટ આકાશ નીચે એકઠાં કરો. મારે એમને કેટલીક વાતો કરવી છે.' ગરુડરાજની ઇચ્છા હોય અને હંસ એની અવગણના કરે એ તો બને જ શી રીતે ? યુદ્ધનાં ધોરણે એણે પોતાના પ્રધાન મંડળના સાથીઓને સાથે રાખીને આ પડકાર ઝીલી લીધો અને બરાબર નૂતન વરસના પ્રારંભે લગભગ પાંચ લાખ બાળકોને એણે ખુલ્લા વિશાળ મેદાનમાં એકઠા કરી દીધા. ગરુડરાજ માટે વિશાળ મંચ પર ખુરસીની વ્યવસ્થા એણે કરી હતી. સમયસર ગરુડરાજ આકાશમાંથી નીચે ધરતી પર આવ્યા અને મંચ પર ગોઠવાયેલ ખુરસી પર બેસીને એમણે વક્તવ્ય આપવાની શરૂઆત કરી. માઇકની વ્યવસ્થા વરસોના અનુભવી ચમન ચકલાના હાથમાં હતી એટલે ગરુડરાજનો ધીમો પણ અવાજ સર્વત્ર પહોંચવામાં કોઈ જ તકલીફ પડતી નહોતી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ‘પ્યારાં બાળકો, તમને સહુને આવકારતા હું અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું. એક વાતનો ખુલાસો કરી દઉં કે તમારાં મમ્મી-પપ્પાઓને અત્રે ન બોલાવતા મેં તમને જ એટલા માટે બોલાવ્યા છે કે તમારાં પાઠ્યપુસ્તકોના કેટલાક પાઠો મેં વાંચ્યા પણ છે અને મને એ પાઠો ખૂબ ગમ્યા પણ છે. ‘મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. ઘી ખાય, દહીં ખાય, દૂધ તો ચપચપ ચાટી જાય’ આ પાઠ વાંચ્યો તો આના જેવો એક બીજો પાઠ પણ વાંચ્યો. ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાબરા ને ચાર ભૂરિયા રે, હાલો ગલૂડિયાં રમાડવા જઈએ” મને એમ લાગ્યું કે આવું ભણી રહેલાં બાળકો પાસે જ સરળતા, નિર્દોષતા અને પવિત્રતાની મૂડી અકબંધ હોઈ શકે. બસ, આ ખ્યાલે મેં તમને જ અત્રે બોલાવ્યા છે. એટલું જ કહેવું છે મારે તમને કે તમે તમારા જીવનમાં ‘મહાન’ બનવાના લક્ષ્યને આંબવા જ પ્રયત્નશીલ બનજો. ‘મોટા’ બનવાનું લક્ષ્ય તમે રાખશો ય નહીં અને એ દિશા તરફ તમે કદમ પણ માંડશો નહીં. તમને મનમાં એ પ્રશ્ન ઊઠે કે ‘મહાન’ અને ‘મોટા બનેવા વચ્ચે ફરક શું છે, તો જવાબ એનો એ છે કે મોટા’ જ બનવા ઇચ્છનારો સતત બીજાઓને દબાવતો જ રહે છે યાવત મારતો રહે છે જ્યારે ‘મહાન' બનવા ઇચ્છનારો પ્રાણના ભોગે ય સહુને સાચવતો રહે છે યાવતું બચાવતો રહે છે. તમે ખોટું ન લગાડશો પણ જોઈ લો તમારા પપ્પાઓને, Page #99 -------------------------------------------------------------------------- ________________ આજના વૈજ્ઞાનિકોને, શ્રીમંતોને અને શિક્ષિતોને. એ સહુને મોટા [GREAT] જ બનવું છે. મહાન [GOOD] બનવાનું તો એમના સ્વપ્નમાં ય નથી. અને એનું જ આ દુષ્પરિણામ આવ્યું છે કે તેઓએ પશુઓને ખતમ કરતાં રાક્ષસી કતલખાનાંઓ ખોલ્યા છે. સંપૂર્ણ દુનિયાનો પ∞ વખત નાશ કરી શકે એવાં જાલિમ શસ્ત્રોનાં સર્જન કર્યા છે. જંગલો અને વૃક્ષો કાપતા રહીને અમારા પંખીજગત માટે ય તેઓએ ખતરો ઊભો કરી દીધો છે. તેઓ માત્ર આટલું જ કરીને અટકી ગયા નથી. તમારા જેવા નાનકડાં લાખો-કરોડો ભૂલકાંઓને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી દેતા ગર્ભપાતનાં રાક્ષસી સાધનો પણ તેઓએ વિકસાવ્યા છે. જે વ્યભિચારની પશુજગતમાં કે પંખીજગતમાં શક્યતા પણ નથી એ વ્યભિચારની સમસ્ત માનવજગતમાં એમણે બોલબાલા કરી દીધી છે. આજે તમો સહુ નાનાં છો એટલે વ્યભિચારની વાતને હું તમારી સમક્ષ વધુ વિસ્તારથી નથી કરતો પણ એટલું તો ચોક્કસ કહીશ કે આખું જગત આજે અનાચારનો, ભ્રષ્ટાચારનો, ખૂનામરકીનો અને કાવાદાવાનો અખાડો બની ગયું છે. શું કહું તમને ? પશુજગત-પંખીજગતમાં આજે ય હજી એક બીજા પર વિશ્વાસ છે પણ માનવજગતમાં તો વિશ્વાસની જાણે કે સ્મશાનયાત્રા જ નીકળી ગઈ છે. આ ત્રાસદાયક સ્થિતિમાંથી સમસ્ત જગતને જો કોઈ ઉગારી શકે તેમ હોય તો એ તમે જ છો. તમો સહુ નિર્દોષ છો, સરળ છો અને પાછા પવિત્ર છો. એટલું જ કહીશ તમને કે તમે ઉંમરમાં ભલે મોટાં બનો ૯૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ પણ હૃદયથી તો કાયમ નાનાં જ બન્યા રહેજો. ધર્મના નામે કે કોમના નામે એક-બીજા સાથે સંઘર્ષમાં ઊતરશો નહીં. હિંસાથી તમારા હાથને ખરડાવા દેશો નહીં. તમારા કરતાં જે પણ જીવો કમજોર હોય એવા જીવોના જીવન માટે તમે યમદૂત કાર્ય કરશો નહીં. સદ્ગુણોને ક્યારેય મૂલ્યહીન માનશો નહીં. અપવિત્રતાને જીવનમાં ક્યારેય સ્થાન આપશો નહીં. અકાર્યને જીવનમાં આચરશો નહીં. અને એક અગત્યની વાત કરું ? પરમાત્મા બનવાની જે સંભાવના તમારામાં પડી છે એ સંભાવના નથી તો પશુજગતમાં કે નથી તો પંખીજગતમાં ! જો તમે ‘પરમાત્મા’ બનવાની સંભાવનાને સાચે જ વાસ્તવિક બનાવવા માંગો છો તો વચન આપી દો મને કે “અમો સહુ મહાન બનવા જ પ્રયત્નશીલ બનશું, મોટા બનવા નહીં” અને ગરુડરાજ આગળ કાંઈ પણ બોલે એ પહેલાં પાંચ લાખ બાળકોએ એકી સાથે નારો લગાવ્યો કે “અમે મહાન જ બનશું. પવિત્ર જ રહેશે. નિર્દોષ જ રહેશું. સરળ જ રહેશું' અને તમામ રાષ્ટ્રનાં, તમામ કોમનાં તમામ બાળકોના મુખેથી આ નારો સાંભળવા મળતાં ગરુડરાજ એટલા બધા હર્ષમાં આવી ગયા કે એમનું કમજોર હૃદય આ હર્ષને જીરવી ન શક્યું. એમનું હૃદય બંધ પડી ગયું. ખુરસી પરથી એમનો નિશ્ચષ્ટ દેહ નીચે ઢળી પડ્યો. પોતાના હિતકાંક્ષી ગરુડરાજની આ આકસ્મિક વિદાયથી વ્યથિત થઈ ગયેલાં એ બાળકો એટલું રડ્યા કે ખુલ્લી એ જમીન પર જાણે કે આંસુઓનો મહાસાગર પેદા થઈ ગયો ! 100