SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ‘તને રહેવા માટે સુવર્ણનું સરસ પિંજરું મળ્યું છે. બેસવા માટે હીંચકો મળ્યો છે. ખાવા માટે લાલ મરચાં અને જમરુખ તારી સામે જ પડયા છે. ઠંડું પાણી પણ તને જોઈએ ત્યારે મળી રહે છે અને છતાં તારી આંખમાં આંસુ કેમ ?’ ‘પિંજરામાં પુરાયેલ પોપટને એના માલિક શેઠે પ્રશ્ન પૂછ્યો. ‘એક જ કારણ. મને આકાશ દેખાઈ ગયું છે. અહીં પિંજરમાં સલામતી છે, સગવડો છે પણ સ્વતંત્રતા તો આકાશમાં જ છે ને ? શેઠ ! સાચે જ તમે મને જો પ્રસન્ન જોવા માગો છો તો અત્યારે ને અત્યારે જ આ પિંજરમાંથી મને મુક્ત કરીને આકાશમાં ઊડી જવા દો. અને સાચું કહું તો શેઠ, તમે પોતે ય સુખ-સગવડવાળા આ સંસારના પિંજરમાંથી મુક્ત થઈને સ્વતંત્રતાનો અનુભવ કરાવતા ધર્મના ગગનમાં ઊડવા લાગો. વન તમારું સાર્થક બની જશે.' ૧૯
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy