SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લગ્ન સંબંધી’ ત્રણ ઉકરડા પર અને ચાર વૃક્ષ પર જેની માલિકી છે એવા કનુ કાગડા [વિધુર]ને ઘરકામ કરી શકે, પોતાનાં વૃદ્ધ મા-બાપને સાચવી શકે એવી એક રૂપવતી કન્યાની જરૂર છે. જ્ઞાતિબાધ નથી. ઉંમરબાધ નથી. જાહેરાતનો હેતુ યોગ્ય પસંદગી. તા.ક. પંખી જગતમાં આવી જાહેરાત એકવીસમી સદીનું એક ક્રાન્તિકારી પગલું હોવાના કારણે અમે સહુ કૉલેજીયન કબૂતરો-કાગડાઓ અને પોપટોએ કનુ કાગડાનું જાહેરમાં અભિવાદન કરવાનું આયોજન નક્કી કર્યું છે. તમામ પંખીઓને એ પ્રસંગે પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને હા, અન્ય વિધુર કે વિધવાઓને કનુ કાગડાના રસ્તે જવું હોય તો એ સહુને સહયોગ આપવાનો અમો સહુએ દઢ નિર્ધાર કર્યો છે.
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy