________________
આજના વૈજ્ઞાનિકોને, શ્રીમંતોને અને શિક્ષિતોને. એ સહુને મોટા [GREAT] જ બનવું છે.
મહાન [GOOD] બનવાનું તો એમના સ્વપ્નમાં ય નથી. અને એનું જ આ દુષ્પરિણામ આવ્યું છે કે તેઓએ પશુઓને ખતમ કરતાં રાક્ષસી કતલખાનાંઓ ખોલ્યા છે.
સંપૂર્ણ દુનિયાનો પ∞ વખત નાશ કરી શકે એવાં જાલિમ શસ્ત્રોનાં સર્જન કર્યા છે. જંગલો અને વૃક્ષો કાપતા રહીને અમારા પંખીજગત માટે ય તેઓએ ખતરો ઊભો કરી દીધો છે. તેઓ માત્ર આટલું જ કરીને અટકી ગયા નથી.
તમારા જેવા નાનકડાં લાખો-કરોડો ભૂલકાંઓને પેટમાંથી જ પરલોકમાં રવાના કરી દેતા ગર્ભપાતનાં રાક્ષસી સાધનો પણ તેઓએ વિકસાવ્યા છે. જે વ્યભિચારની પશુજગતમાં કે
પંખીજગતમાં શક્યતા પણ નથી એ વ્યભિચારની સમસ્ત માનવજગતમાં એમણે બોલબાલા કરી દીધી છે. આજે તમો સહુ નાનાં છો એટલે વ્યભિચારની વાતને હું તમારી સમક્ષ વધુ વિસ્તારથી નથી કરતો પણ એટલું તો ચોક્કસ કહીશ કે આખું જગત આજે અનાચારનો, ભ્રષ્ટાચારનો, ખૂનામરકીનો અને કાવાદાવાનો અખાડો બની ગયું છે. શું કહું તમને ?
પશુજગત-પંખીજગતમાં આજે ય હજી એક બીજા પર વિશ્વાસ છે પણ માનવજગતમાં તો વિશ્વાસની જાણે કે સ્મશાનયાત્રા જ નીકળી ગઈ છે.
આ ત્રાસદાયક સ્થિતિમાંથી સમસ્ત જગતને
જો કોઈ ઉગારી શકે તેમ હોય તો એ તમે જ છો. તમો સહુ નિર્દોષ છો, સરળ છો અને પાછા પવિત્ર છો. એટલું જ કહીશ તમને કે તમે ઉંમરમાં ભલે મોટાં બનો
૯૯