________________
‘શહેરમાં ખૂલી રહેલ બાળકોની સ્કૂલમાં
ક્લાસ લેવાનું આપણને આમંત્રણ મળ્યું છે. તમારામાંથી એ સ્કૂલમાં ક્લાસ લેવા જવા કોણ તૈયાર છે? અને બાળકોને એ શું શીખવશે? જવાબ આપો' ગરુડરાજે પંખીઓની સભામાં આ વાત મૂકી. ‘નૃત્ય હું શીખવાડીશ” મોરે જવાબ આપ્યો. ‘અવાજના માધુર્યની સમજણ હું આપીશ” કોયલ બોલી. ‘સમયની ચોક્કસાઈના પાઠ હું આપીશ” કૂકડો બોલ્યો. ‘નિર્દોષતાના સંસ્કારો હું આપીશ” કબૂતર બોલ્યું. ‘હળવાફૂલ રહેવાનું હું શીખવાડીશ'' પતંગિયું બોલ્યું. ‘વાતાવરણને સ્વચ્છ રાખવાનો પાઠ હું આપીશ” ‘કાગડો બોલ્યો.' ‘માંસાહારથી દૂર રહેવાનું શિક્ષણ હું આપીશ” પોપટ બોલ્યો. ‘આવી ઉત્તમ સેવા બદલ તમને સહુને ઇનામ હું આપીશ” ગરુડરાજ બોલ્યા.