________________
૯૦
‘આકાશ સમાચાર'માં આજે
તંત્રીલેખમાં ચેતવણી આપતા તંત્રીશ્રી કમન ચકલાએ લખ્યું હતું કે ‘તમામ પંખીઓએ
બને ત્યાં સુધી શહેરનો ખોરાક ખાવાથી દૂર જ રહેવું કારણ કે
માણસજાતે તમામ પ્રકારના ખોરાકને
એ હદે દૂષિત બનાવી દીધો છે કે એ ખોરાકના સેવનથી શરીર અસાધ્ય રોગોનું શિકાર પણ બની શકે છે પાવ
જીવન પણ સમાપ્ત થઈ શકે છે .
પી.ટી.આઈ. તરફથી અમને મળેલ સમાચાર
મુજબ છેલ્લા એક અઠવાડિયામાં
શહેરનો ખોરાક ખાવાથી
પોપટને સખત ઝાડા થઈ ગયા છે.
મોરને બી.પી. ની તકલીફ વધી ગઈ છે.
કાગડાને એટેક આવ્યો છે.
કબૂતરનું કોલસ્ટ્રોલ વધી ગયું છે.
નીડને મેલેરિયા થઈ ગયો છે. કાબરને પેરેલિસિસનો એટેક આવ્યો છે અને
કલ્લુ મચ્છર માણસનું લોહી પીવા ગયો
ત્યાં એનું તો મોત જ થઈ ગયું છે.’
૯૦