________________
કોઈ પણ જાતના વાજબી કારણ વિના ચકલી પર હુમલો કરીને ગીધ ભાગી છૂટ્યું છે એવા સમાચાર કાને પડતાંની સાથે જ જટાયુ એ ગીધને પડકારવા વૃક્ષ પરથી ઊડ્યું તો ખરું અને ગીધની નજીક પહોંચી ગયું પણ ખરું પણ ગીધની સામે ટક્કર લેવા જતાં ગીધે એને ઈજાગ્રસ્ત કરી નાખ્યું. લોહીલુહાણ હાલતમાં જટાયુને જમીન પર પડેલું જોઈને એની ખબર પૂછવા આકાશમાંના પંખીઓ નીચે ઊતરી પડ્યા,
જટાયુભાઈ ! તમારી હેસિયત જોયા વિના ગીધની સામે પડવાની હિંમત કરી બેઠા?' તેતરે પૂછ્યું, ‘વાત તારી સાચી પણ મારી આંખ સામે મારા એ વડદાદા હતા કે જે પોતાની તાકાત જોયા વિના સીતાનું અપહરણ કરી જતા રાવણને પડકારી બેઠા હતા ! મારી આ કમજોરી છે કે હું અન્યાય કરનારને સહન કરી શકતો નથી” જટાયુએ જવાબ આપ્યો.
૭૯