________________
૮૦
ગડરાજની અધ્યતામાં મળેલ મિટિંગમાં ગરુડરાજે આજે પ્રશ્નોત્તરીનો પ્રોગ્રામ રાખ્યો હતો !
‘તને સૌથી વધુ ડર કોનો ?’ કબૂતરને પૂછ્યું ‘બિલાડીનો’
‘તને ?’ કોયલને પૂછ્યું
‘કાગડાનો’
‘તને ?’ કાગડાને પૂછ્યું ગીધનો
‘તને ?’ માખીને પૂછ્યું ‘ગરોળીનો’
‘તને ?’ પોપટને પૂછ્યું ‘સમડીનો’
‘તને ?’ કાબરને પૂછ્યું ‘મોરનો’
‘તને ?’ મચ્છરને પૂછ્યું
‘કૂતરાનો’
‘રાજન્ ! આપને ડર કોનો ?' મોરે પૂછી લીધું.
‘મને ?
એક માત્ર માણસનો. શું કહું તમને ?
એ માત્ર મારા માટે જ ખતરનાક નથી.
આ જગતની તમામ જીવસૃષ્ટિ માટે એ ખતરનાક
છે. કારણ કે એણે વિકસાવેલાં શસ્ત્રો એક પણ જીવને બચવા દેવાનાં નથી.'