________________
‘તમે મને અગત્યના કામ માટે શહેરમાં મોકલ્યો અને હું જઈ પણ આવ્યો પણ એક વિનંતી કરું છું આપને કે આજ પછી આપ મને ક્યારેય શહેરમાં જવાની આજ્ઞા ન કરશો' કાગડો સિંહ પાસે વાત રજૂ કરી રહ્યો હતો. કેમ શું થયું?' થાય શું ?' ' ‘એક ભવ્ય બંગલાની બારી પર હું બેઠો હતો અને મારા કાને એ બંગલાની શેઠાણીનો અવાજ આવ્યો. સ્કૂલે જઈ રહેલા પોતાના બાબાના દફતરમાં નાસ્તાનો ડબ્બો મૂક્યા બાદ બાબાને એ કહી રહ્યા હતા કે “જોજે, નાસ્તો એકલો ખાજે, કોઈને આપીશ નહીં.' આજ સુધીમાં અમારી આખી જાતે ક્યારેય એકલા ખાધું નથી જ્યારે આ શહેરની શેઠાણી પોતાના બાબાને ‘એકલા જ ખાવાની’ સલાહ આપી રહી હતી. ના. મને હવે પછી ક્યારેય શહેરમાં મોકલશો નહીં. ક્યાંક એ શેઠાણીનો ચેપ મને લાગી જાય તો અમારી ‘ભેગા થઈને ખાવાની’ આખી સંસ્કૃતિ જ ખતમ થઈ જાય.”