________________
‘માણસજાત સામે મારે બદનક્ષીનો કેસ દાખલ કરવો છે. એ અંગે મારે તમારી સલાહ જોઈએ છે? કલુ ગીધે બલુ શિયાળ વકીલ પાસે વાત મૂકી. ‘હાલતા ને ચાલતા આ માણસજાત કોક ક્રૂર અને ખૂની માણસને ગાળ આપતી વખતે અમારા સમાજના નામનો ઉપયોગ કરે છે. સાલો, એ ગીધડા જેવો છે.” મારો એની સામે સખત વિરોધ એટલા માટે છે કે અમે ઉજાણી જરૂર કરીએ છીએ પણ કોકના મડદા પર જ ઉજાણી કરીએ છીએ. કોક જીવતા પશુને કે માણસને નીચે પછાડીને અમે એના પર ઉજાણી કરી હોય એવું આજ સુધીમાં ક્યારેય બન્યું નથી.
જ્યારે આ માણસજાત તો પેટમાં રહેલ બાળકને ખતમ કરી નાખતી એની માતાને ઇનામો આપીને નવાઇ રહી છે. લાખો પશુઓને જીવતા કાપી નાખીને પરદેશમાં એના માંસની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ મેળવીને જલસાઓ કરી રહી છે. ટૂંકમાં, મડદા પર ઉજાણી અમે કરીએ છીએ. જીવતાને મારી નાખીને એના પર ઉજાણી માનવજાત કરી રહી છે. શા માટે મારે એના પર બદનક્ષીનો કેસ ઠોકી ન દેવો ?'