________________
ગરુડના પ્રમુખપણા હેઠળ મળેલ મિટિંગમાં કાગડીબહેનનું આજે સન્માન કરવામાં
જ્યારે આવ્યું ત્યારે આખું વૃક્ષ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. પ્રમુખપદને શોભાવી રહેલ ગરુડરાજે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જે એકવીસમી સદીમાં સ્ત્રીઓ પોતાના ખુદનાં બાળકોની પેટમાં જ હત્યા કરીને ડાકણ બની રહી છે એ એકવીસમી સદીમાં આ કાગડીબહેને કમાલનું પરોપકારનું કાર્ય કર્યું છે? શું કાર્ય કર્યું છે ?' પોપટે પૂછ્યું. કોયલબહેન કોક કારણસર પોતાનાં ઇંડાં કાગડીબહેનના માળામાં મૂકી આવ્યા હતા અને છતાં જરાય અણગમો દાખવ્યા વિના કાગડીબહેને કોયલબહેનનાં એ ઈડાંને સેવીને એમને એમનાં બચ્ચાં પાછા આપ્યા છે. પોતાની જાતને બુદ્ધિશાળી માનતી સ્ત્રી પોતાના બાળકની ખૂની બને અને આપણાં કાગડીબહેન કોયલબહેનનાં ઈંડાં સેવા આપે એ કમાલ નહીં તો બીજું શું છે?