________________
ચાલુ કૉલેજે ગુટલી લગાવીને એક લબાડ યુવક એક રખડેલ યુવતીની સાથે બગીચાના એક ખૂણે રહેલ વૃક્ષ નીચે બેસીને બીભત્સ ચેનચાળા કરી રહ્યો હતો. એમાં અચાનક યુવતીની નજર વૃક્ષની એક ડાળી પર બેઠેલા ઘુવડ પર પડી. ‘તને ઘુવડની વિશેષતા ખ્યાલમાં ખરી?”
‘ના’
‘એ દિવસે આંધળું હોય છે? | ‘તને કાગડાની વિશેષતા ખ્યાલમાં ખરી?’
‘ના’
‘એ રાતના આંધળો હોય છે? આ યુવક-યુવતીની વાત સાંભળીને એમની નજીક જ બેઠેલા ગધેડાએ પોતાની નજીક બેઠેલી ગધેડીને પૂછ્યું, ‘તને આ બંનેની વિશેષતા ખ્યાલમાં ખરી ?' ‘ના’ ‘એ બંને જણા દિવસ અને રાત આંધળા છે' ‘પણ શી રીતે ?' ‘નીતિશાસ્ત્રોમાં કામાંધને ચોવીસ કલાક માટે આંધળો જ કહ્યો છે. વૃક્ષ પર કાગડો-ઘુવડ-કબૂતરપોપટ બેઠા છે. અહીં હું અને તું બેઠા છીએ અને છતાં આ બંને જે કાંઈ કરી રહ્યા છે એ અંધાપાની જ જાહેરાત નથી તો બીજું શું છે ?”
૨૫