________________
એક જ વૃક્ષ નીચે કોયલ,
ચકલી,
મરઘી વગેરે પંખિણીઓના મહિલા મંડળની મિટિંગ ચાલી રહી હતી અને ત્યાં અચાનક એક કૉલેજીયન યુવતી આવી ચડી. હોઠે લિપસ્ટીક, પગે મહેંદી, વાળ કાપેલા. એને જોઈને કોયલે ઢેલને પૂછ્યું. ‘આ કોણ છે?' ‘કેમ, ઓળખી નહીં? કૉલેજીયન યુવતી છે !' ‘પણ એ આવી ડાકણ જેવી કેમ દેખાય છે?' ‘એ તો એવું છે ને કે એની પાસે સહજ સૌંદર્ય છે નહીં એટલે એને રોજ ‘બ્યુટી પાર્લર’ની મુલાકાત લેવી પડે છે અને બ્યુટી પાર્લરનું આ જ કામ છે. તમને એ એવા બનાવી દે કે તમારા સ્વજનો ખુદ તમને ઓળખે નહીં. આ આ તો કૉલેજીયન યુવતી છે. બાકી જો યુવતી પરણેલી હોય અને એ બ્યુટી પાર્લરમાંથી નીકળીને એના પતિને મળવા જાય તો એને જોઈને એનો પતિ ખુદ એને પૂછવા લાગે કે “બહેન, તમે કોણ છો?'