________________
કોયલ અને કાગડો, ચકલી અને કબૂતર, મેના અને પોપટ, ગીધ અને સમડી આ બધાં જ પંખીઓ એક જ વૃક્ષ પર ભેગા થઈને ગપ્પાં લગાવી રહ્યા હતા. એમાં કાગડાએ એક ગજબનાક વાત રજૂ કરી. મારું રૂપ ખરાબ છે એ વાત સાચી, મારો અવાજ ખરાબ છે એ વાત સાચી, મારો વર્તાવ ખરાબ છે એ વાત સાચી પણ તો ય એક બાબતનો મને આનંદ છે કે હું માણસ જેવો દંભી તો નથી જ. માણસ કપડાં સરસ પહેરે છે, વક્તવ્ય સરસ આપે છે પણ વર્તન એવું ભયંકર કરે છે કે એના પર વિશ્વાસ મૂકનારો માર ખાધા વિના રહેતો નથી. સાચું કહું? ગયા જનમમાં મેં ઘણાં પાપોની સાથે થોડુંક પણ પુણ્ય કર્યું હશે કે જેના પ્રતાપે હું માણસ બનતો રહી ગયો ! પ્રભુ ! તારી કરુણાનો કોઈ પાર નથી.
૧૩