________________
૬૨
‘બિલાડીનું અસ્તિત્વ જ ન હોત તો મ અકાળે મરણની સંભાવના અમારા લમણે ની કાઈ ન હોત' પંખીઓની વિરાટ સભામાં કબૂતરોના સમાજ વતી કલ્લુ કબૂતરે પોતાનું બયાન રજૂ કર્યું.
‘કાગડાનું અસ્તિત્વ ન હોત તો અમે ય નિર્ભય હોત’ પતંગિયું બોલ્યું, ‘ગીધ ન હોત તો અમારે શિરે ય
કોઈ ચિંતા ન હોત' કોયલ બોલી. ‘કાબર ન હોત તો અમે ધ નિશ્ચિંત હોત તીડ બોલ્યું.
‘સમડી ન હોત તો અમે ય મજામાં હોત’ પોપટ બોલ્યો.
‘ઘુવડ ન હોત તો અમે ૫ લીલાલહેર કરતા હોત આગિયો બોલ્યો.
બધાયના વક્તવ્ય પૂર્ણ થયા બાદ પ્રમુખસ્થાને રહેલા ગરુડરાજ પોતાના વક્તવ્યમાં એટલું જ બોલ્યા કે.
ન
‘આપણે એકબીજાથી તો પ્રયત્નો કરીને ય બચતા રહેશું પરંતુ હકીકત એ છે કે જો માણસજાતનું જ અસ્તિત્વ ન હોત તો આપણે બધા કાયમ માટે નિર્ભયતા અનુભવતા હોત. ઇતિહાસ તપાસી જાઓ માણસજાતનો. એણે આપણને બચાવવાના પ્રયત્નો આટલાં વરસોમાં એક પણ વાર લગભગ કર્યા નથી. અને મારવાના પ્રયત્નો ક્યારે નથી કર્યા એ પ્રશ્ન છે.’ ગરુડરાજની આંખમાં આંસુ આવી ગયા.
૨