________________
ભારતના આકાશનો રાજા ગરુડ અને અમેરિકાના જંગલનો રાજા સિંહ, એ બંને વચ્ચે ન્યૂયૉર્કના એક જંગલમાં અગત્યની મિટિંગ મળી ગઈ. સિંહે ગરુડને એટલું જ પૂછ્યું, ‘ભારતમાં તમને સૌથી વધુ ડર કોનો? સમડીનો? કાગડાનો? ગીધનો? બગલાનો ?'
ના. ડર એક માત્ર ભારતના સત્તાધીશોનો. તેઓ એવાં આયોજનો કરી રહ્યા છે કે જેના કારણે અમારા અસ્તિત્વ પર ખતરો તોળાઈ રહ્યો છે. પણ અમેરિકામાં તમને સૌથી વધુ ડર કોનો? વાઘનો? ગેંડાનો? શિયાળનો? વરુનો ?' “ના. ડર એક માત્ર અમેરિકાના સત્તાધીશોનો. તેઓ બૉમ્બ બનાવી રહ્યા છે. મિસાઇલ્સ બનાવી રહ્યા છે. એના કારણે જંગલોનાં જંગલો સાફ થઈ રહ્યા છે. અમે રહેણું ક્યાં ?' ‘આપણે બંને એક કામ કરીએ તો ?'
શું ?' ‘તમારા જંગલમાં તમે જાહેર કરી દો, અમારા ભારતના આકાશમાં અમે જાહેર કરી દઈએ કે આપણે સહુએ કોઈ ચોક્કસ કારણ વિના માણસજાતના પરિચયમાં ય આવવું નહીં અને બને ત્યાં સુધી એનો પડછાયો પણ લેવો નહીં.'