SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જમીન પર પડેલા ઉંદરના શબને ઉઠાવીને એક સમડી આકાશમાં ઊડી તો ખરી પણ એ સમડીના મોઢામાં રહેલ મરેલા ઉંદરને જોઈને અન્ય સમડીઓનાં મોઢામાં પાણી આવી ગયું. બધી જ સમડીઓ એ સમડીની પાછળ પડી ગઈ. પેલી સમડીએ તમામ તાકાત લગાવીને આકાશમાં ભાગવાનું ચાલુ તો કરી દીધું પણ એમ કાંઈ એ સમડીના મોઢામાં રહેલ મરેલા ઉંદરને છોડી દેવા અન્ય સમડીઓ તૈયાર નહોતી. એ બધી સમડીઓએ પણ પોતાની ઝડપ વધારી દીધી. આખરે પેલી સમડીએ પોતાના મોઢામાં પકડી રાખેલ મરેલ ઉંદર છોડી તો દીધો પણ જેવો એ ઉંદર બીજી સમડીએ પોતાના મોઢામાં ઝીલ્યો, બાકીની બધી જ સમડીઓ એ સમડી પાછળ પડી ગઈ. એ જોઈને એક વૃક્ષ પર બેસી ગયેલ પેલી સમડીએ પોતાની બાજુમાં બેઠેલ કાગડાને એટલું જ કહ્યું કે ‘દોસ્ત ! એવી એક પણ ચીજ પકડી રાખીશ નહીં કે જેના કારણે બીજાઓને આપણા દુશ્મન બનવાનું મન થઈ જાય !'
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy