SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 93 ‘કબૂલ, આપણે બધા શહેરના આકાશનાં પંખીઓ છીએ. ભોજન માટે આપણે માનવવસાહતમાં જઈએ જ છીએ અને આપણે ત્યાં જ જવું પડવાનું છે પરંતુ એક બાબતમાં આપણે સહુએ ખુબ સાવધ રહેવાનું છે. શહેરમાં રહેતા માણસોએ પોતાનાં જીવનમાં સ્વચ્છંદાચારની જે હદે પ્રતિષ્ઠા કરી દીધી છે એની કલ્પના કરતા ય થથરી જવાય છે. વ્યભિચારને જે છુટ્ટો દોર આપી દીધો છે. એની વિચારણા કરતા ય સ્તબ્ધ થઈ જવાય છે. મર્યાદાના જે હદે લીરેલીરા ઉડાવ્યા છે એની કલ્પના કરતાં ય વ્યથિત થઈ જવાય છે. ધ્યાન આપણે એટલું જ રાખવાનું છે કે એના આ સ્વેચ્છાચારનો, વ્યભિચારનો અને પાપાચારનો ચેપ આપણાં બાળકોને ન લાગી જાય. આજે આપણું આખું ય પંખીજગત પવિત્ર રહી શક્યું છે. એનું એક માત્ર કારણ આ છે કે આપણે હજી માનવોમાં રહેલાં દૂષણોથી દૂર રહી શક્યા છીએ.’ આટલું બોલતા બોલતા ગરુડરાજ ગંભીર બની ગયા. ૬૩.
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy