________________
‘મચ્છર માણસનું લોહી ચૂસે છતાં તમે એને એવોર્ડ આપો એ કેવું?' હંસને કાગડાએ પ્રશ્ન પૂછ્યો. ‘તારી વાત સાચી છે પરંતુ એનામાં એક ગુણ છે.' ‘કયો?'
એ સૂર્યની આમન્યા રાખે છે. એટલે કે સૂર્યની હાજરીમાં એ લગભગ કોઈનું ય લોહી પીતો નથી. બસ, એના આ એક ગુણના કારણે જ એને એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘તો પછી માખીને શા માટે એવોર્ડ અપાયો?' ‘એ ચન્દ્રની આમન્યા રાખે છે. એટલે ! તે ક્યારેય માખીને રાતના ઊડતી જોઈ ખરી? ના. એ રાતના ચન્દ્રની હાજરીમાં ક્યારેય વિષ્ટા પર બેસતી નથી. એના એ મસ્ત ગુણના કારણે જ એને એવોર્ડ આપવામાં આવ્યો છે. બાકી કાગડાભાઈ, સાચું કહું ? મચ્છર અને માખી, માણસ કરતાં લાખ દરજ્જુ સારા છે કારણ કે માણસ નથી તો સૂર્યની આમન્યા રાખતો કે નથી તો ચન્દ્રની આમન્યા રાખતો ! એ ભરબપોરે ય કાળાં પાપ કરે છે તો પૂનમની ધવલ રાત્રિએ ય કાળાં પાપ કરે છે !'
૩૯