________________
‘તેં માંસ ન ખાવાની પ્રેરણા કોની પાસેથી મેળવી?' ગરુડરાજે કબૂતરને પૂછ્યું, ‘હાથી પાસેથી” કબૂતરે જવાબ આપ્યો. ‘તને નૃત્ય કરવાનું કોણે શીખવાડ્યું?' ગધેડાએ” મોરે જવાબ આપ્યો. ‘મીઠું જ બોલવાનું તું કોની પાસેથી શીખી ?' ગાય પાસેથી” કોયલે જવાબ આપ્યો. સંયમી રહેવાની કળા તને કોણે શીખવાડી ?' સિંહ” હંસે જવાબ આપ્યો. ‘તું કપટી બનવાનું ક્યાંથી શીખ્યો ?' બગલાને પૂછ્યું, ‘તું બદમાસ બનવાનું ક્યાંથી શીખી લાવ્યો ?' કાગડાને પૂછ્યું, ‘તું માંસ ખાવાનું ક્યાંથી શીખી ?' સમડીને પૂછ્યું ‘તું ચાલાકી કરવાનું ક્યાંથી શીખ્યો?' ગીધને પૂછ્યું ‘ખેતરો પર આક્રમણ કરવાનું તું ક્યાંથી શીખ્યો?' તીડને પૂછ્યું. અને એકી અવાજે બગલો-કાગડો-સમડી-ગીધ અને તીડ બોલી ઊઠ્યા, ‘માણસો પાસેથી. કારણ કે આ દુનિયામાં એમની પાસે જે ગંદવાડ છે એ બીજા કોઈની ય પાસે નથી.”