________________
કેળું કાગડાના માળા પર સી.બી.આઈ. ના અધિકારીઓએ પાડેલા દરોડા દરમ્યાન જે કાંઈ વાંધાજનક ચીજો મળી છે એણે સમસ્ત પંખીજગતને સ્તબ્ધ કરી દીધું છે. ‘દારૂની બૉટલો, હલકું સાહિત્ય, બીભત્સ ફોટાઓ, નશાકારી પદાર્થો, કાંટાઓ, ખીલાઓ અને પથરાઓ, ગંદી કેસેટો. અધિકારીઓની કડક પૂછપરછમાં ભાંગી પડેલા કલ્યુ કાગડાએ કબૂલાત કરી દીધી છે કે આ તમામ ચીજો એને શહેરના એક કૉલેજીયન યુવકે ભેટમાં આપી છે. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ બહાર આવી છે કે કલ્યુ કાગડાએ જંગલના વૃક્ષ વૃક્ષે આવી કૉલેજો ખોલીને પંખીજગતના યુવક-યુવતીઓને જિંદગીભર જલસાઓ કરાવવાનાં આયોજનો શહેરના એ કૉલેજીયન યુવકના સહકારથી નક્કી કરી દીધા હતા. કલ્યુ કાગડાની ધરપકડ કરીને એને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે' - આકાશ સમાચાર.