________________
‘આકાશ સમાચારમાં આવતા ‘અવસાન નોંધ’ વિભાગમાં એક ગજબનાક સમાચાર છપાયા હતા. ‘પોતાના માળામાં એકલા રહેતા ગબ્બે પોપટનું બે દિવસ પહેલાં હાર્ટ-ફેઈલથી મોત તો થઈ ગયું પણ એના પોસ્ટમૉર્ટમનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં ડૉક્ટર પવન કાગડાએ લખ્યું છે કે ‘ગબ્બે પોપટનું મોત હાર્ટ-ફેઈલથી થઈ ગયાનું ભલે દેખાતું હોય પણ એના લોહીમાં દારૂનો અંશ ભળેલો હોવાનું સ્પષ્ટ દેખાતાં એની પાકી તપાસ કરવામાં આવી છે. અને એ તપાસનું તારણ એ આવ્યું છે કે મોતના આગલા દિવસે ગબ્બ પોપટે શહેરના એના શેઠના ઘરની મુલાકાત લીધી હતી અને એ ઘરમાં રાતના સમયે શેઠના યુવાન દીકરાએ ગબ્બે પોપટને પાંજરામાં પાણીને બદલે દારૂ પીરસી દીધો હતો. તમામ પંખીઓને તાકીદ કરવામાં આવે છે કે શહેરનાં યુવાન-યુવતીઓ તમને કાંઈ પણ ખાવાપીવાનું આપે તો એને પેટમાં પધરાવવું નહીં.
૯૫