________________
પંખીઓના જગતમાં ‘આદરપાત્ર’ પંખી તરીકે તારું નામ TOP પર છે તો એની પાછળ રહસ્ય તો કંઈક હશે ને? પોતાની ગુફામાં આરામ ફરમાવી રહેલા વનરાજ સિંહે પોતાને મળવા આવેલા હંસને પૂછ્યું, ‘રાજનું! મારામાં એવી કોઈ ખાસ વિશેષતા તો નથી પણ એક વિશેષતા જરૂર છે. હું મરી જવાનું પસંદ કરી લઉં પણ મોતીનો ચારો ચરવા સિવાય બીજા એક પણ દ્રવ્યથી મારું પેટ તો ન જ ભરું. બની શકે, મારા આ સહજ સ્વભાવના કારણે જ પંખીઓના જગતમાં સહુ પંખીઓ મને વધુ આદર આપતા હોય.’ ‘તારી સોબત કોની સાથે ?' ‘માણસ જાતને છોડીને કોઈની પણ સાથે ! કારણ કે એ જાત એવી છે કે પોતાનું જીવન ટકાવવા તમામ પ્રકારની ક્રૂરતા અને કનિષ્ટતા આચરતા એને કોઈની ય શરમ નડતી નથી. પૈસા ખાતર એ સગા બાપનું ય ખૂન કરી શકે છે તો વાસના સંતોષવા એ પોતાની સગી પુત્રી પર પણ બળાત્કાર કરી શકે છે. એ જાતથી દૂર રહીએ એમાં જ મજા.'