________________
ધંધામાં આકસ્મિક માર પડવાથી આપઘાત કરવા ગાડીના પાટા તરફ જઈ રહેલા ૩૫ વરસના એક યુવક પર કોયલની નજર પડી અને પળની ય વાર લગાડ્યા વિના પોતાની પાંખ સંકોરી લઈને એ યુવક પાસે નીચે આવી ગઈ. ‘ક્યાં જાય છે?' ‘આપઘાત કરવા ‘પણ શા માટે ?' ધંધામાં બહુ મોટી નુકસાની આવી ગઈ છે” દોસ્ત! મારી સામે જો. બેસવા માટે મને ડાળ ચાહે આંબાની મળે છે કે વાડ ચાહે કાંટાની મળે છે, મારી પ્રસન્નતામાં કે મારા વચન માધુર્યમાં એક ટકાનો ફેરફાર થતો નથી. તારી સામે મારું કદ તો કેટલું બધું નાનું છે? છતાં જો હું સુખ-દુ:ખ બંનેમાં સ્વસ્થતા અને પ્રસન્નતા ટકાવી શકતી હોઉં તો તારા જેવો મર્દનો બચ્ચો મનથી તૂટીને જીવન સમાપ્ત કરવા તૈયાર થઈ જાય એ શું ચાલે? જા. પાછો ઘરે ચાલ્યો જા. તારાં બાળકોને તારી હજી ખૂબ જરૂર છે.”