________________
મોર, છે હંસ અને ગરુડ ! જમીન ક્ષેત્રનો વડો હતો મોર. જળ ક્ષેત્રનો વડો હતો હંસ અને આકાશ ક્ષેત્રનો વડો હતો ગરુડ. આ ત્રણે ય પાંખના વડાઓની મળેલ મિટિંગમાં સર્વાનુમતે એ નિર્ણય લેવાયો કે આપણે તમામ પંખીઓએ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અનુકરણ કરવું હોય તો પશુજગતનું કરવું પણ માણસજગતનું અનુકરણ તો ન જ કરવું. સિંહ ભલે કોક પશુનો શિકાર કરે પણ છે તો ય માત્ર પોતાનું પેટ ભરવા જ ! વાંદરો ભલે એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદાકૂદ કરે છે પણ તો ય પોતાનું જીવન ટકાવવા જ ! એક ભેંસ બીજી ભેંસ સામે ભલે શિંગડાં ભરાવે છે પણ તો ય પોતાની જાતને સલામત રાખવા જ !
જ્યારે માણસજાત ?, મોજશોખ માટે, સંપત્તિ માટે, ભોગસુખો માટે જે કાવાદાવાઓ અને ખૂન-ખરાબાઓ કરે છે, યુદ્ધો લડે છે અને લોહીની નદીઓ વહેવડાવે છે એની ક્રૂરતા, કાતિલતા અને કુટિલતાનો તો કોઈ જોટો જડે તેમ નથી ! સાવધાન ! માણસજાતનો તો પડછાયો પણ આપણે લેવા જેવો નથી.
T
૪૭