________________
આ શું ? તું ઊડી રહ્યો છે? મેં તો આખી જિંદગીમાં કોઈ સાપને ઊડતો જોયો નથી. ખબર નથી પડતી કે જમીન પર જ ચાલનારા અને જીવનારા તને જમીન છોડીને આકાશમાં ઊડવાનું મન કેમ થયું છે?' સાપને ઊડતો જોઈને ગરુડરાજે એને પૂછ્યું, શું કહું તમને ? જમીન પર જીવવું હવે દિવસે દિવસે અમારી સમસ્ત જાતિ માટે મુશ્કેલ બની રહ્યું છે. આ માણસજાત અમારું લોહી પી રહી છે. અમને ખાઈ રહી છે. સંશોધનના નામે અમને રિબાવી રિબાવીને મારી રહી છે. અમારા શરીરમાં રહેલ ઝેરને નિચોવી નિચોવીને બહાર કાઢી રહી છે. અમે એટલા ખરાબ અને ખતરનાક નથી છતાં અમને જોતાવેંત એ અમને ખતમ કરી નાખવા તમામ પ્રકારના ક્રૂરતમ પ્રયાસો કરતી રહે છે. આ તમામ ત્રાસથી બચી જવા જમીન છોડીને આકાશમાં ઊડવાનું મેં શરૂ કરી દીધું છે” સાપે ગરુડને જવાબ આપી દીધો.
| મારા
૭૨