SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ગડરાજની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની મિટિંગમાં ગરુડરાજે એક અગત્યનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું કે ‘કબૂલ, સિંહ ક્રૂર છે, શિયાળ લુચ્ચું છે, વાઘ ખતરનાક છે, દીપડો ખૂંખાર છે, બિલાડી આક્રમક છે તો પણ હવે પછી આપણે એ સહુના બચાવમાં રહેવાનું છે કારણ કે એ સહુનો અને આપણા સહુનો એક જ દુશ્મન છે, માણસ. એણે આપણને અને પશુઓને ખતમ કરી નાખવાનું જાણે કે અભિયાન જ આદર્યું છે. કતલખાનાંઓ ખોલવા દ્વારા એ પશુઓને ખતમ કરી રહ્યો છે તો જંગલો-વૃક્ષો કાપવા દ્વારા, પ્રદૂષણ ફેલાવવા દ્વારા એ આપણને ખતમ કરી રહ્યો છે. કૌરવો અંદર અંદર ભલે ઝઘડતા હતા પણ પાંડવો સામે એ સહુ જો એક જ થઈ ગયા હતા તો એ જ ન્યાયે પશુઓ સામે આપણે ક્યારેક ભલે ઝઘડી પડતા હોઈએ પણ માણસ સામે લડવાની વાત આવે ત્યારે તો આપણે એક જ થઈ જવાનું છે.’ ૭૫
SR No.008936
Book TitlePankhini pankhe vivekni Aankhe
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy