________________
‘કોયલ” એની પાસે કંઠ સરસ, કબૂતર' એની પાસે હૈયું સરસ. ‘કાકાકૌઆ’ એની પાસે રૂપ સરસ. કાબર’ એની પાસ પાંખ સરસ. આ ચારેયને સાથે ને સાથે જ ફરતા જોઈને કાગડાના મનમાં વિચાર આવ્યો કે કોયલ, કબૂતર, કાકાકૌઆ અને કાબર આ ચારે ય જો ‘ક’ રાશિના કારણે દોસ્ત બની ગયા હોય તો મારી રાશિ પણ ‘ક’ જ છે ને? મને એ લોકો પોતાની દોસ્તીમાં સામેલ કેમ ન કરે ?' આ વિચાર કાગડાએ એ ચારે ય વચ્ચે રજૂ કર્યો. અને કોયલે એ સહુ વતી જવાબ આપી દીધો કે ‘કાગડાભાઈ ! એમ તો ગજરાજ અને ગર્દભરાજની રાશિ પણ સમાન જ હોય છે ને? અને છતાં એ બંને વચ્ચે દોસ્તી જો શક્ય નથી બનતી તો એ જ ન્યાય તમારે અહીં સમજી લેવાનો છે. અમારા ચારેયની દોસ્તીના કેન્દ્રમાં ‘રાશિ’ સમાન છે એ નથી ‘રૂચિ' સમ્યક્ છે એ છે ! તમે એના સ્વામી બનીને આવો. તમારી દોસ્તી કબૂલ છે.
૪૨
T