________________
અંધારું થતાંવેત ચારેય બાજુ ઊડાઊડ કરવા લાગતા ચામાચીડિયાઓને દીવાલ પર કે છત પર ઊંધા મસ્તકે લટકતા જોઈને ઘુવડને આશ્ચર્ય તો થયું પણ એમાંના એક ચામાચીડિયાને એનું કારણ પૂછતાં એના તરફથી જે જવાબ મળ્યો એ જવાબ સાંભળ્યા બાદ તો ઘુવડનું માથું શરમથી નીચે ઝૂકી ગયું. ‘જો ભાઈ, આ ઘરમાં રહેતા માણસને અમે સહુએ દિવસે જોયો, રુઆબ છાંટતો, ગરમીથી વાતો કરતો, બુદ્ધિના આટાપાટા ખેલતો અને લાખો-કરોડોમાં આળોટતો. પણ રાતના અમે એનું જે પશુસ્વરૂપ જોયું, વાસનાના ગંદવાડમાં આળોટતો અને વાસનાના પાત્ર આગળ ગુલામી કરતો - અમે સ્તબ્ધ થઈ ગયા. અમે સહુએ ભેગા મળીને નિર્ણય કરી લીધો કે દિવસે મર્દાનગી દાખવતા માણસની રાતની નામર્દાઈ આપણે જોવી એના કરતાં આપણે ઊંધા જ થઈ જવું. ન દેખવું કે ન દાઝવું.” ચામાચીડિયાએ જવાબ આપ્યો.
૩૨