________________
પરમાત્માનાં દર્શન કરવા જઈ રહેલ એક માખીની નજર અચાનક એક પુલ પરથી પસાર થઈ રહેલ હાથી પર પડી. એણે વિચાર્યું, ‘આમે ય હું ખૂબ થાકી ગઈ છું તો લાવ ને હાથી પર બેસીને જ પુલ પસાર કરી દઉં !' હાથી પર એ બેસી ગઈ અને હાથીના ચાલવાથી એ પુલ કે જે લાકડાનો હતો – ખૂબ હલવા લાગ્યો. પુલ પસાર થઈ ગયા બાદ માખીએ ઊડતા પહેલાં હાથીને કહ્યું, ‘હાથીભાઈ ! આપણે બંનેએ પુલ કેવો હલાવી નાખ્યો ?' એ જ વખતે ત્યાંથી પસાર થઈ રહેલ એક માણસ માખીની આ વાત સાંભળી ગયો. એણે માખીને કહ્યું, ‘માખી ! તારી આ નાદાનિયત ! પુલ હાથીથી હલ્યો કે તમારા બંનેથી ?' ‘મેં કમસે કમ - યશ આપવામાં હાથીને ય મારી સાથે તો રાખ્યો ! તું તો એવો કૃતજ્ઞ છે કે સફળતાના હર ક્ષેત્રમાં નથી તો પરમાત્માને સાથે રાખતો કે નથી તો પુણ્યને સાથે રાખતો ! તારા જેવા કૃતનીનો તો પડછાયો પણ ખોટો !' એટલું બોલીને માખી ઊડી ગઈ !
ર૩