________________ પણ હૃદયથી તો કાયમ નાનાં જ બન્યા રહેજો. ધર્મના નામે કે કોમના નામે એક-બીજા સાથે સંઘર્ષમાં ઊતરશો નહીં. હિંસાથી તમારા હાથને ખરડાવા દેશો નહીં. તમારા કરતાં જે પણ જીવો કમજોર હોય એવા જીવોના જીવન માટે તમે યમદૂત કાર્ય કરશો નહીં. સદ્ગુણોને ક્યારેય મૂલ્યહીન માનશો નહીં. અપવિત્રતાને જીવનમાં ક્યારેય સ્થાન આપશો નહીં. અકાર્યને જીવનમાં આચરશો નહીં. અને એક અગત્યની વાત કરું ? પરમાત્મા બનવાની જે સંભાવના તમારામાં પડી છે એ સંભાવના નથી તો પશુજગતમાં કે નથી તો પંખીજગતમાં ! જો તમે ‘પરમાત્મા’ બનવાની સંભાવનાને સાચે જ વાસ્તવિક બનાવવા માંગો છો તો વચન આપી દો મને કે “અમો સહુ મહાન બનવા જ પ્રયત્નશીલ બનશું, મોટા બનવા નહીં” અને ગરુડરાજ આગળ કાંઈ પણ બોલે એ પહેલાં પાંચ લાખ બાળકોએ એકી સાથે નારો લગાવ્યો કે “અમે મહાન જ બનશું. પવિત્ર જ રહેશે. નિર્દોષ જ રહેશું. સરળ જ રહેશું' અને તમામ રાષ્ટ્રનાં, તમામ કોમનાં તમામ બાળકોના મુખેથી આ નારો સાંભળવા મળતાં ગરુડરાજ એટલા બધા હર્ષમાં આવી ગયા કે એમનું કમજોર હૃદય આ હર્ષને જીરવી ન શક્યું. એમનું હૃદય બંધ પડી ગયું. ખુરસી પરથી એમનો નિશ્ચષ્ટ દેહ નીચે ઢળી પડ્યો. પોતાના હિતકાંક્ષી ગરુડરાજની આ આકસ્મિક વિદાયથી વ્યથિત થઈ ગયેલાં એ બાળકો એટલું રડ્યા કે ખુલ્લી એ જમીન પર જાણે કે આંસુઓનો મહાસાગર પેદા થઈ ગયો ! 100