________________
આજરોજ પંખીઓની મળેલ વિરાટ સભામાં ‘ભ્રમર'ના બહુમાનના યોજાયેલા સમારંભના અધ્યક્ષસ્થાનેથી હંસે જે વક્તવ્ય આપ્યું એ વક્તવ્ય તો ઉપસ્થિત સર્વે પંખીઓને સ્તબ્ધ કરી દીધા. ‘આકાશ સમાચાર” પેપરમાં આવેલ એ વક્તવ્યના કેટલાક અંશો‘પંખીજગતમાં એક ભ્રમર જ એવો છે કે જેની સમસ્ત જાતિ “પીડા વિના પ્રાપ્તિ’ ના સિદ્ધાંતને સ્વજીવનમાં અમલી બનાવે છે. આનો અર્થ ? આ જ કે ભમરાઓ બગીચાઓમાં જઈને પુષ્પોમાંથી રસ તો ચૂસે જ છે. પરંતુ એ રસ ચૂસતા પુષ્પોને અલ્પ પણ પીડા ન થાય એની ખાસ તકેદારી રાખે છે. આવી સુંદર જીવનપદ્ધતિ તો મારી પણ નથી કે પોપટ, કબૂતર, તેતર, મેના વગેરે કોઈની ય નથી. હું તો ઇચ્છું છું કે આપણે સહુએ સમસ્ત ભ્રમર જાતિના આ સગુણને સ્વજીવનમાં અપનાવી લેવો જોઈએ. આખરે, આપણે માણસોથી જુદા છીએ એની પ્રતીતિ કમ સે કમ માણસોને તો કરાવવી જ જોઈએ ને?
૯૩