Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 96
________________ CS કાગડાના મુખે આજે બગીચાના સમાચાર સાંભળવા મળ્યા ? કમાલ ! ગીધ આજે આંબાના વૃક્ષ પર બેસીને કેરી ખાતું જોવા મળ્યું ? કમાલ ! મરેલા ઉંદર પર નજર પડવા છતાં સમડીએ એની સામે જોયું પણ નહીં ? માલ સર્પને જોવા છતાં મોરે પોતાનું નાચવાનું ચાલુ જ રાખ્યું ? કમાલ ! અનાજનાં લહેરાતાં ખેતરો પરથી પસાર થવા છતાં તીડોએ એ ખેતરો પર આક્રમણ ન કર્યું ? કમાલ ! સર્જાયેલ આ ચમત્કારોની તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કાગડો, ગીધ, સમડી, મોર અને તીડ એ બધાય થોડાક દિવસ પહેલાં માન સરોવરની યાત્રાએ ગયા હતા અને ત્યાં હંસના સાંનિધ્યમાં એમણે સાતેક દિવસ સત્સંગ કર્યો હતો ! યાત્રાની અને સત્સંગની આટલી અસર તો થાય જ ને ? ૯

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100