________________
દુનિયાભરનાં પંખીઓના પ્રતિનિધિઓની હિંદુસ્તાનમાં મળેલ મિટિંગમાં એક અગત્યનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આપણા સહુના અસ્તિત્વનો સંપૂર્ણ આધાર છે આકાશ, વૃક્ષ અને જળ. આકાશ તો વિરાટ છે એટલે સલામત જ છે. પણ જે પ્રશ્ન છે તે વૃક્ષનો છે અને જળનો છે. આ બંનેને સાચે જ જો આપણે બચાવી લેવા માગીએ છીએ તો આપણે સહુએ એક જ કામ કરવાની જરૂર છે. એ બંનેને આપણે માણસોથી બચાવવાનાં છે અને માણસોમાં ય શ્રીમંતોથી અને સત્તાધીશોથી બચાવી લેવાનાં છે. એમાં આપણને સફળતા મળી નથી અને આપણાં અસ્તિત્વ પરનો ખતરો દૂર થયો નથી !'
૯રે