________________
પવન પોપટે આજે સલ્લુ કાગડા પાસે એક પ્રસ્તાવ રજૂ કર્યો. ‘આજે હું જમરૂખ ખાવા શહેરમાં ગયો હતો.
ત્યાં મેં જોયું કે શહેરની મોટા ભાગની યુવતીઓનાં શરીર પર વસ્ત્રો ખૂબ ઓછા હતા. ઓછાં એટલે? એ યુવતીઓ સામે જોતાં આપણે શરમથી આંખ નીચી ઢાળી દેવી પડે એટલાં ઓછાં ! મને એમ લાગે છે કે કાળઝાળ મોંઘવારીના કારણે એ યુવતીઓ પોતાના શરીરને ઢાંકી શકે એવડાં વસ્ત્રો ખરીદી નહીં શકતી હોય ! આપણે એક કામ ન કરીએ? કેળનાં પાંદડાં અને નાળિયેરનાં પાંદડાં બહુ મોટાં હોય છે. આપણે એ વૃક્ષોનાં પાંદડાંઓ તોડી તોડીને શહેરના રસ્તાઓ પર નાખતા જઈએ. સહુ યુવતીઓ એ પાંદડાંઓ લેતી રહેશે અને પોતાના શરીરને ઢાંકતી રહેશે.” ‘તારી વાત તો બરાબર છે પણ મોટા ભાગની ઓછાં વસ્ત્રો પહેરતી યુવતીઓ તો ગાડીઓમાં ફરતી હોય છે. રસ્તા પર નાખેલાં પાંદડાંઓ લેવા એ ગાડીમાંથી ઊતરશે ખરી ?' સલુ કાગડાના આ પ્રશ્નનો પવન પોપટ પાસે કોઈ જવાબ નહોતો.