Book Title: Pankhini pankhe vivekni Aankhe
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 86
________________ ૧૪ મી જાન્યુઆરી, મકર સંક્રાન્તિ. એ દિવસે રાતના વૃક્ષની ડાળ પર બેઠેલ છલ્લુ પોપટ કલ્યુ કાગડા સાથે વાત કરી રહ્યો હતો. બીજું બધું તો ઠીક છે પણ માનવના મનને સમજવું સાચે જ મુશ્કેલ છે” ‘કેમ, શું થયું?” ‘જોયું નહીં તે આજે? સવારથી સાંજ સુધી આજે આકાશ આખું ય પતંગોથી છવાયેલું રહ્યું પણ દુ:ખદ હકીકત એ રહી કે માનવોને પતંગો ચગાવવાનો આનંદ એટલો ન રહ્યો કે જેટલો એકબીજાની પતંગો કાપવાનો ! અનંત અનંત પતંગોને પોતાનામાં સમાવી શકે એવું વિરાટ આકાશ ! અને છતાં માનવે આખો દિવસ એક જ કામ કર્યું, બીજાઓની પતંગો કાપતા રહેવાનું ! ‘મારા કરતાં બીજો કોઈ પણ આગળ ન જ નીકળવો જાઈએ’ માનવનું આવું કનિષ્ટ માનસ જોઈને મને તો એની દયા આવે છે. બિચારો ! ઉત્તમ એવું માનવજીવન હારી ગયો !' ૮૬

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100