________________
૮૪
ચણ લેવા માટે
તમે શહે૨માં જાઓ એમાં તો કોઈ વાંધો નથી પણ એક બાબતમાં મારે તમને
ખાસ ચેતવવા છે..’ વયોવૃદ્ધ પિલ્લુ ચકલાએ પોતાની આજુબાજુમાં ગોઠવાયેલાં પંખીબાળો સમક્ષ વાત રજૂ કરી.
જુઓ,
આપણે સહુ તો ‘માળા' બનાવીએ છીએ કે જેમાં દાખલ થતાંની સાથે જ આપણને સુરક્ષિત બની ગયાની લાગણી અનુભવાય છે
પણ
શહેરમાં માણસોએ 'પિંજર' બનાવવાનાં શરૂ કર્યા છે. એમાં તેઓ જાતજાતનાં ફળો મૂકે છે. ઠંડું પાણી રાખે છે.
ભલું હોય તો 'હીંચકા' પણ રાખે છે. પણ જો એ જોઈને તમે એમાં દાખલ થવા લલચાયા અને અંદર દાખલ થઈ ગયા તો યાદ રાખજો કે જિંદગી આખી તમારે એમાં જ પૂરી કરી દેવી પડશે.
એટલું જ કહીશ કે આકાશમાં ઊડતા રહેવાની સ્વતંત્રતા પર તરાપ લગાવતા અને સગવડોની વણઝાર આપતા એ ‘પિંજર’ તરફ ક્યારેય ફરકવાની ભૂલ પણ કરશો નહીં'
૮૪