________________
‘આકાશ સમાચાર'ના આજના વર્તમાનપત્રમાં છપાયેલ સમાચારની ચર્ચા વૃક્ષની ડાળીએ ડાળીએ પંખીઓ કરી રહ્યા હતા. ‘માનવોની ઉત્પત્તિ વાનરમાંથી થઈ છે’ આવાં જૂઠાણા ફેલાવા બદલ ગળુ વાંદરાએ શિક્ષણપ્રધાન ગાંડાલાલ પર કોર્ટમાં બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. ‘સાલા, તું કૂતરા જેવો છે' પોતાના પુત્રને આવા શબ્દોથી નવાજી રહેલા એના પિતા પાગલદાસને છલ્લુ કૂતરાએ બટકું ભરી દીધું છે. ‘સિંહથી સો ગાઉ દૂર જ રહેવું. એ ક્યારે હુમલો કરીને આપણને ફાડી નાખે એ કહેવાય નહીં' વૈજ્ઞાનિકોની સભામાં વક્તવ્ય આપી રહેલા ખ્યાતનામ ખોપરીદાસ વૈજ્ઞાનિકના આ વક્તવ્યના સમાચાર મળતાંની સાથે જ સિંહે ખોપરીદાસની ખોપરી ઠેકાણે લાવી દેવા અને એ શબ્દો પાછા ખેંચાવી લેવા પોતાના પ્રતિનિધિ પલ્લુ વાઘને વૈજ્ઞાનિકોના સભાસ્થળ તરફ રવાના કર્યો છે. મળેલા છેલ્લા સમાચાર મુજબ પશુઓના આ આક્રોશને જોઈને વડાપ્રધાન ગંજેરીદાસે તમામ માનવો વતી સમસ્ત પશુજગતની માફી માગી લીધી છે”
૮૨